Abtak Media Google News

હોસ્પિટલમાં નથી એમ.ડી.ડોકટર કે નથી હડકવા વિરોધી રસી:સિકયુરિટીના પણ ધાંધીયા

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા માટે અને તેના તાલુકા માટે મોટામાં મોટી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ ગણાતી હોય તો સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ છે હા હોસ્પિટલમાં અંદાજીત ૫૦૦ થી વધુ બેઠકો ધરાવતી આ હોસ્પિટલ છે.

ત્યારે છેલ્લા કેટલાક સમયથી દર્દીઓની સારવાર કરતાં એમડી ડોક્ટર ની સુવિધા આ હોસ્પિટલમાં છીનવાઈ ગઈ છે દર્દીઓ માટે ડોક્ટરોની સુવિધા નથી અસંખ્ય દર્દીઓને બહાર સારવાર લેવા માટે ફરજિયાત પણે જવું પડે છે ત્યારે આ સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સેવા પણ છીનવાઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે જેનો દેકારો બે દિવસ પહેલાં જ બોલ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની આ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં નથી નથી અને નથી એવા શબ્દો સાંભળવા મળી રહ્યા છે ઘણીવાર તો દર્દીઓને ડોક્ટરોની રાહ જોઈ અને પરત ફરવાનો પણ સમય આવે છે .

દર્દીઓનો જ્યારે વારો આવે ત્યારે જે દર્દના દર્દીઓ ડોક્ટર ને તેની વેદના જણાવે છે ત્યારે ઉપસ્થિત રહેલા ડોક્ટર દર્દીને જણાવે છે કે તમારા રોગ નો ઈલાજ હું ના કરી શકું તમારું જે દર્દ છે જેનો ડોક્ટર આ દવાખાનામાં છે જ નહીં માટે અન્ય દવાખાનામાં સારવાર મેળવી લો એવા શબ્દો પણ દર્દીઓને સાંભળવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ એટલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના તમામ ગામોને જોડી ને આવો હોસ્પિટલ આશીર્વાદ સમાન ગણાવી રહી છે ત્યારે આ હોસ્પિટલમાં જેટલી સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઇએ તેટલી છે જ નહીં ત્યારે આજે રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળી રહ્યું છે કે થોડા દિવસ પહેલાં જ જો એમ્બ્યુલન્સ નો દેખાડો બોલ્યો હતો ત્યારે વળી એક દર્દી હોસ્પિટલના દરવાજા બહાર કણસી રહ્યો હતો આમ છતાં પણ તેને સારવાર કરવામાં આવી ન હોવાના આક્ષેપો થયા હતા અને જ્યારે આ અંગેની જાણકારી આપવામાં આવતા પોતાની ફરજ માં રહેલા ડોક્ટરોનો બચાવ કરી અને છૂટી જવાનો પણ પ્રયાસ થયો હતો ત્યારે દર્દી જણાવ્યું હતું કે મારા શરીરની અંદર શારીરિક રોગના કારણે હું અંદર હોસ્પિટલમાં જય પણ શકું તેવી મારી પોઝિશન નથી જેના કારણે મને એક રીક્ષા નો ચાલો આ દરવાજે છોડીને ચાલ્યો ગયો હતો પરંતુ મેં આને દર્દીઓ સાથે અંદર સમાચાર આપવા માટે પણ દર્દીઓએ આ અંગે ડોક્ટરને પણ જણાવેલું છતાં પણ એક પણ ડોકટર કે નર્સ કે કમ્પાઉન્ડર હા હોસ્પિટલના જાપા સુધી આવ્યો ન હતો અને મારી સારવાર પણ કરી નથી અંતે અખબારોના માધ્યમથી મારી સારવાર મળી એવી ઘટના પણ બની હતી ત્યારે આજે સવારના સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ચાલતી સરકારી નર્સિંગ કોર્સ અને નર્સિંગ માટે આવતી દીકરીઓ અને બહેનો જે નર્સિંગ હોસ્ટેલમાં રહેવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ નર્સિંગ કોલેજ કે નર્સિંગ હોસ્ટેલમાં છેલ્લા કેટલાય સમયથી કોઈક પ્રકારની સિક્યુરિટી ન હોવાના કારણે રાત્રિના સમયે તેમજ દિવસના ક ટાઈમ સમયે આવારા તત્વો તેમજ શહેરના લુખ્ખા તત્વો આ નર્સિંગ કોલેજ તેમજ હોસ્ટેલ પાસે આટા ફેરા લગાવતા હોવાના કારણે નર્સીંગ કોલેજમાં ભણતી અને નર્સિંગ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં શહેરની વચ્ચોવચ આવેલી સરકારી હોસ્પિટલ સુવિધાના નામે સુનિય ગણાઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં એક બાદ પણ બનાવવામાં આવ્યો છે આ બાગમાં સુરેન્દ્રનગર શહેરમાં અભ્યાસ માટે આવતા આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ આ બાગમાં બેસી અને એકા બીજા એને ગેર પ્રવૃત્તિ કરતા હોવાનું જાહેરમાં ચર્ચાઈ રહ્યું છે હા બાગમાં દારૂની ખાલી બોટલો પણ જોવા મળી રહી છે કચરાના ઢગલા ખડકાયેલા છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ની મહાત્મા ગાંધી હોસ્પિટલ નો કેટલી હદે વ્યકત કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.