Abtak Media Google News

ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની અંગે નોટિસ જાહેર કરી: નોટિસમાં જણાવાયું કેતેમની પત્ની સાથે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ,જો કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહિ

ગુજરાત કોગ્રેસના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી એ તેમના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી છે. તેમણે પત્ની સામે નોટિસ મોકલીને કહ્યું કે, તેમની પત્ની તેમના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તન કરે છે. તેથી તેમની પત્નીના નામે કોઈ નાણાંકીય વહીવટ કરવો નહિ.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પારિવારિક ડખા ચર્ચામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ એડવોકેટ કેપી તપોધન મારફતે પત્નીને લિગલ નોટીસ  પાઠવી છે. તેમણે આ જાહેર નોટિસમાં કહ્યુ છે કે, તેમના પત્ની રેશ્મા પટેલ તેમના કહ્યામાં ન હોવાથી આ નોટિસ પાઠવી છે.

રેશ્મા પટેલ ચાર વર્ષથી ભરતસિંહ સાથે રહેતા નથી અને મનસ્વી રીતે વર્તી રહ્યા છે. તેથી કોઈ પણ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે ભરતસિંહના નામે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ. જો કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહિ. તેમજ ભરતસિંહના નામે કોઇ નાણાંકીય લેવડ દેવડ કર્યાનુ સામે આવશે, તો ની સામે કાયદાકીય કાર્યવાહી કરાવી તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, ભરતભાઇને કોરોના થયા બાદ તેમની પત્નીને એક નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં એમ પણ જણાવાયું હતું કે, તેમની પત્ની સાથે નાણાકીય લેવડ-દેવડ કરવી નહીં અને જો કોઇ નાણાકીય લેવડ-દેવડ કરે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં આ નોટિસ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. જો કે હવે આ અંગે આગળ શું થાય તે તો જોવું જ રહેશે.

મને વ્યક્તિગત નુકસાન થવાની ભીતિ છે: ભરતસિંહ

ભરતસિંહ સોલંકીએ આ નોટિસમાં પોતાની પારિવારિક સંબંધોની વાત કરી છે. જાહેર નોટિસમાં તેમણે કહ્યું કે, અમારા સંબંધોમાં કુંટુંબીઓ દ્વારા મધ્યસ્થી કરાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેનુ કોઈ પરિણામ આવ્યુ નથી. તેથી અમે અલગ રહીએ છીએ. મેં મારી પત્નીને અલગ રહ્યા બાદ તમામ પ્રકારની સુવિધા આપી છે. પરંતુ હવે મને તેનાથી વ્યક્તિગત નુકસાન થવાની ભીતિ છે. તેથી મેં આ નોટિસ મોકલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.