Abtak Media Google News

મિલકત વેરામાં વળતર યોજનાનો લાભ લેતાં 2,26,445 પ્રામાણીક લોકોએ એડવાન્સ ટેક્સ ભરી કોર્પોરેશનની તીજોરીમાં રૂ.89 કરોડ ઠાલવી દીધાં

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નાણાકીય વર્ષ 2023-2024નો મિલકત વેરો તેમજ અગાઉનો બાકી વેરો સ્વીકારવામાં આવી રહ્યા છે. બાકી વેરો ચૂકવવાનો બાકી છે તેવા કરદાતાઓ માટે બાકી વેરાની રકમ પર ચડતું વ્યાજ બંધ થઇ જાય તે પ્રકારના લાભ સાથેની વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ પણ અમલમાં છે અત્યાર સુધીમાં 2,09,313 લોકોને વોટ્સએપથી મિલકત વેરાના બિલ મોકલી આપવામાં આવેલ છે. બિલ મોકલવાની કામગીરી હજુ પણ ચાલુ જ છે.

Advertisement

આ અંગે વિશેષમાં મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે એમ જણાવ્યું હતું કે, આ વર્ષે પણ મોટી સંખ્યામાં રાજકોટના કરદાતાઓ રોકડ કે ચેકને બદલે ઓનલાઈન વેરો ચૂકવવાનું પસંદ કરી રહ્યા છે. 10 એપ્રિલથી 21 મે સુધીમાં આશરે 1,53,657 કરતા વધુ  લોકો ટેક્સ પેટે રૂ.88.91 કરોડ જેવી ચૂકવેલ છે. આ સહીત વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ 2,26,445 લોકોએ  મહાપાલિકામાં વેરા પેટે કુલ રૂ.139.80 કરોડ જેવી રકમ ચૂકવી નાગરિક ધર્મ બજાવ્યો છે.

શહેરના કરદાતાઓનાં લાભાર્થે જુદીજુદી બે યોજનાઓ જેવી કે એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજના અને વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ હાલ અમલમાં મુકેલી છે અને નાગરિકોને તેનો ખુબ જ ફાયદો ઉઠાવી રહ્યા છે. સાથોસાથ વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆતથી જ બાકી વેરો વસૂલવા માટે ટેક્સ રીકવરી ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં નિયમ અનુસાર મિલકત સીલ, ટાંચ વગેરે જેવી કાર્યવાહી થઇ રહી છે. વેરા વસૂલાત શાખાએ બાકી વેરો વસૂલ કરવા માટે કુલ 858 મિલકતો સીલ કરેલ છે. આ ઝુંબેશની કામગીરી દરમ્યાન કુલ રૂ.139.80ની ટેક્સ રીકવરી પણ કરવામાં આવી છે.

2,26,445 જેટલા  કરદાતાઓએ એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજનાનો લાભ લીધો છે. જેમાં 2,26,445 કરદાતાઓએ કુલ રૂ. 139.80 કરોડ જેટલી રકમ ટેક્સ પેટે ચુકવેલ છે. મહાપાલિકા દ્વારા આ કરદાતાઓને વળતર પેટે કુલ રૂ. 15.46 કરોડ જેટલી રકમનો લાભ આપવામાં આવેલ છે. સુધીમાં 9389 જેટલા  કરદાતાઓએ વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લીધો છે. જેમાં 9389 કરદાતાઓએ કુલ રૂ. 13.13 કરોડ જેટલી રકમ ટેક્સ પેટે ચૂકવેલ છે.

મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જે નાગરિકોએ હજુ સુધી વેરો ચૂકવેલ નાં હોય તેઓને એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજનાનો લાભ લેવા તેમજ લાંબા સમયથી વેરો ચૂકવવાનો બાકી હોય તેવા કરદાતાઓને વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો છે. વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ તા. સુધી ચાલુ રહેશે અને તેનો લાભ લેનાર કરદાતાઓને આગલા બાકી વેરાની રકમ ચડતું વ્યાજ બંધ થવાનો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

10 ટકા વેરા વળતર યોજના 31મીએ પૂર્ણ

એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી કોર્પોરેશનની વેરા વળતર યોજના આગામી 31મીએ પૂર્ણ થઇ રહી છે. ત્યારબાદ જૂનમાં વળતરની ટકાવારી 50 ટકા થઇ જશે. 31મી સુધીમાં એડવાન્સ ટેક્સ ભરપાઇ કરનારને 10 ટકા વળતર આપવામાં આવશે. જ્યારે મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં વિશેષ પાંચ ટકા વળતર મળશે. ઓનલાઇન પેમેન્ટ કરનારને વધુ એક ટકો જ્યારે સતત ત્રણ વર્ષથી નિયમિત એડવાન્સ ટેક્સ ભરનારને વેરામાં લોયાલટી બોનસ પેટે વિશેષ એક ટકો વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા કરદાતાઓને અપિલ કરવામાં આવી છે. 1 થી 30 જૂન સુધીમાં વેરો ભરપાઇ કરનારને 5 થી લઇ 17 ટકા સુધીનું વળતર મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.