શિક્ષક દિવસ 2020: 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો સમગ્ર ઇતિહાસ

  • રસપ્રદ વાત એ છે કે વિશ્વના મોટાભાગના દેશોમાં ‘શિક્ષક દિન’ ઉજવવામાં આવે છે, પરંતુ દરેક દેશે તેના માટે જુદા જુદા દિવસો નક્કી કર્યા છે. કેટલાક દેશોમાં ‘શિક્ષક દિવસ’ નિમિતે  રજા હોય છે.

પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે યુનેસ્કોએ વર્ષ 1994માં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.  એક એવો દિવસ કે જ્યારે શિક્ષણ દ્વારા નવી પેઢીને જ્ઞાન પ્રદાન કરવાવાળાને સન્માનીત કરવામાં આવે. ભારતમાં શિક્ષક દિન 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.

રસપ્રદ વાત એ છે કે વિશ્વના મોટાભાગના દેશોમાં ‘શિક્ષક દિન’ ઉજવવામાં આવે છે, પરંતુ દરેકે તેના માટે જુદા જુદા દિવસો નક્કી કર્યા છે. તેથી કેટલાક દેશોમાં ‘શિક્ષક દિન’એ  રજા હોય છે, જ્યારે અન્ય દેશોમાં તે દિવસ હંમેશની જેમ કામકાજનો દિવસ હોય છે.

જાણો – આંતરરાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી શરૂ કેવી રીતે થઈ

યુનેસ્કોએ 5 ઑક્ટોબરે ‘આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન’ જાહેર કર્યો. તે વર્ષ 1994થી ઉજવવામાં આવે છે. આ વિશેષ દિવસની શરૂઆત શિક્ષકો પ્રત્યે સહકારને પ્રોત્સાહન આપવા અને ભાવિ પેઢીની જરૂરિયાતોને પહોંચી વળવા શિક્ષકોના મહત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવી હતી. આજે આ દિવસ વિશ્વના લગભગ સો દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓ અને કોલેજો વગેરેમાં તેમના શિક્ષકો અને ગુરુઓના સન્માનમાં અનેક પ્રકારના કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવે છે.

અહિયાં પણ મનાવવામાં આવે છે શિક્ષક દિવસ

10 ડિસેમ્બર, 1945 ના રોજ ચિલીના મહાન કવિ ગેબ્રિએલા મિસ્ટ્રલને નોબેલ પુરસ્કાર મળ્યો. આ દિવસને યાદગાર બનાવવા માટે  1974માં 10 ડિસેમ્બરને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ 16 ઓક્ટોબર, 1977 માં શિક્ષક કોલેજની સ્થાપના થઈ ત્યારથી 16 ઑક્ટોબરના રોજ ‘શિક્ષક દિન’ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આપણા પાડોશી દેશ પાકિસ્તાન ઉપરાંત માલદીવ, કુવૈત, મોરેશિયસ, કતાર, બ્રિટન, રશિયા વગેરે આ દિવસે શિક્ષક દિનની ઉજવણી કરે છે. જ્યારે ચાઇના 10 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરે છે.

ભારતમાં શિક્ષક દિવસ

સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં થયો હતો તેથી જ સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ભારતમાં ‘શિક્ષક દિન’ ઉજવવામાં આવે છે.

સાઉ પોલોમાં પ્રથમ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી

15 ઑક્ટોબર 1827ના રોજ પ્રોડો -1 એ બ્રાઝિલમાં પ્રાથમિક શાળાઓની સ્થાપનાનો આદેશ આપ્યો હતો. આ દિવસની યાદમાં સાઉ પોલોની એક નાની શાળાના કેટલાક શિક્ષકોએ 15 ઑક્ટોબર, 1947ના રોજ પ્રથમ વખત શિક્ષક દિનનું આયોજન કર્યું હતું. ધીરે ધીરે આખા દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી અને 1963માં આ દિવસને સત્તાવાર રીતે શિક્ષક દિનનો દરજ્જો આપવામાં આવ્યો.