Abtak Media Google News

નેપાળમાં મોડી રાત્રે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. નેપાળમાં શુક્રવારે રાત્રે 6.4ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં અનુભવાયા હતા. શુક્રવારે મધ્યરાત્રિ પહેલા ઉત્તરપશ્ચિમ નેપાળના જિલ્લાઓમાં શક્તિશાળી ભૂકંપ આવતાં ઓછામાં ઓછા 128 લોકોનાં મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા, સમાચાર એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો હતો કે, બચાવ ટીમોએ પર્વતીય ગામોની શોધ કરી હતી. આટલું જ નહીં અનેક ઈમારતો પણ ધરાશાયી થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ આંકડો હજારને પાર પહોંચે તેવું માનવામાં આવી રહ્યું છે.

રાત્રે 11.47 કલાકે નેપાળમાં 6.4ની તિવ્રતાનો ભૂકંપ, આચકા દિલ્હી, બિહારમાં પણ અનુભવાયા

નેપાળના જાજરકોટના પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે નેપાળના આ વિસ્તારમાં ડઝનેક મકાનો ધરાશાયી થયા અને દિલ્હી, લખનૌ, પટના સહિત ભારતમાં પણ ઘણી ઇમારતો ધ્રુજી ઉઠી હતી ગઈ. મુખ્યપ્રધાન પુષ્પ કમલ દહલે શુક્રવારે રાત્રે 11:47 વાગ્યે જાજરકોટના રામીદાંડામાં ભૂકંપના કારણે થયેલા માનવ અને ભૌતિક નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને તાત્કાલિક બચાવ અને રાહત માટે તમામ 3 સુરક્ષા એજન્સીઓને તૈનાત કરી છે. તમને જણાવી દઈએ કે નેપાળમાં ભૂકંપના કારણે મૃત્યુઆંક વધુ વધી શકે છે.

નેપાળમાં એક મહિનામાં ત્રીજી વખત જોરદાર ભૂકંપ આવ્યો છે. દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગ્રેટર નોઈડાના ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે બહુમાળી ઈમારતોમાં રહેતા ઘણા લોકો બહાર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નેપાળમાં શુક્રવારે રાત્રે 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે ભારતના લોકો પણ ડરી ગયા હતા. લગભગ 11.32 કલાકે આવેલા ભૂકંપના કારણે લોકોને ઘરની બહાર આવવું પડ્યું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં અયોધ્યાથી લગભગ 227 કિમી ઉત્તરમાં અને કાઠમંડુથી 331 કિમી પશ્ચિમ ઉત્તર-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ હતું.

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત યુપી બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા. આ આંચકા દિલ્હી, નોઇડા, ફરીદાબાદ, ગુરૂગ્રામ, ગાજિયાબાદ સહિત આસપાસના શહેરોમાં અનુભવાયા હતા. આ પહેલાં દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા 3 ઓક્ટોબરે અનુભવાયા હતા.

આંચકા 40 સેકન્ડ સુધી અનુભવાયા

નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ માપન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની

ઊંડાઈમાં હતું. ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી. ભારતમાં ભૂકંપના આંચકા 40 સેકન્ડ સુધી અનુભવાયા હતા.

નેપાળના વડાપ્રધાન ભૂકંપ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે

નેપાળમાં ગઈકાલે 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. આ ભૂકંપ આશરે 11.54 કલાકે આવ્યો હતો, જેમા અનેક મકાનો ધરાશાયી થયા હતા. દિલ્હી-એનસીઆર પણ મોડી રાત્રે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત યૂપી-બિહારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સરકારના પ્રવક્તા અનુસાર નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ  આજે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.