Abtak Media Google News

વર્લ્ડ પ્રેસ ફોટા એવોર્ડથી સન્માનિત થયેલા ૬૭ વર્ષીય સેબી પત્રકારત્વ જગત માટે એક મિશાલ

આજે ૨૬/૧૧ની ૧૦મી વરસી…

કહેવાઈ છે કે પત્રકારત્વ ચોથી જાગીર છે ત્યારે આ વાતને સાર્થક કરતા ૨૬/૧૧માં થયેલા આતંકી હુમલામાં આતંકવાદી અજમલ કસાબને જો ફાંસી મળી હોત તો તેનો શ્રેય એક મીડિયા ફોટોગ્રાફરનાં શીરે જાય છે. સેબાસ્ટીયન ડિસોઝા નામક ફોટોગ્રાફરે કસાબનો કલોસફોટો લીધો હતો.

જેમાં તે એકે-૪૭ સાથે નજરે પડે છે. તેજ ફોટાની મદદથી કસાબને ફાંસીનાં માચડે ચડાવવામાં આવ્યો હતો એટલે અહિં સ્પષ્ટ થાય છે કે પત્રકાર હોય કે પત્રકારીત્વ સાથે સંકળાયેલા ફોટોગ્રાફરો હોય તેમનું સ્થાન સમાજમાં એક અનોખું સ્થાન હોય છે.

તે સમાજના પ્રતિબિંબ છે. જે લોકોને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ ઉકેલવામાં મદદરૂપ થાય છે. આ ઘટનાને જોતા એક વાત તો સ્પષ્ટ છે કે પત્રકાર હોય કે ફોટોગ્રાફર તે પોતાના જીવની કદર કર્યા વગર ગમે તેટલા જોખમો લઈ લ્યે છે અને સમાજને સુરક્ષિત કરવા મહતમ ફાળો પણ આપે છે. જે નકકર વાસ્તવિકતા ૨૬ નવેમ્બર ૨૦૦૮નાં રોજ સેબાસ્ટીયન ડિસોઝા પોતાની ઓફિસમાં માત્ર પોતાનો કેમેરો અને તેના લેન્સને લઈ રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા.

જયારે તેમને ગોળીબાર થવાનો અવાજ સાંભળ્યો. કહેવાય છે કે ૨૬/૧૧ હુમલાનાં મુખ્ય આરોપી કસાબને જો ફાંસી મળી છે તો તેના પાછળ જે મુખ્ય ભાગ એટલે ફાંસી દેવડાવવામાં એસ ડિસોઝાનો સિંહ ફાળો રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, જો પોલીસ કર્મીઓએ કસાબ અને તેના આતંકી સાથીઓને રેલવે સ્ટેશનની અંદર જ મારી નાખ્યા હોત તો આટલી જાનહાની ન થાત.

પોલીસ કર્મીની બેદરકારીના આધારે ૧૬૬ લોકો મરી ગયા હતા અને ૩૦૦ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. બે પોલીસ બટાલીયન રેલવે સ્ટેશન પાસે તૈનાત હોવા છતાં તેઓ દવારા કોઈ જ નકકર પગલા લેવામાં નહોતા આવ્યા. ૬૭ વર્ષની વયે સેબીને વર્લ્ડ પ્રેસ ફોટો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ કસાબનો ફોટા કેવી રીતે લીધો તે વિશે જણાવતા તેઓએ કહ્યું હતું કે, હુમલા દરમિયાન તેઓ ટ્રેનમાં બેસી આતંકીઓના શોટ લીધા હતા.

પરંતુ સારું એન્ગલ ન મળતા તેઓ ટ્રેનનાં બીજા ડબ્બામાં જઈ કલોસઅપ ફોટા લીધા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આતંકીઓને ખબર પડી ગઈ હતી કે તેઓ તેમનાં ફોટો લઈ રહ્યા છે પરંતુ કોઈ પગલુ લેવામાં આવ્યું ન હતું. ફોટોગ્રાફર બાદ રિટાયર્ડ થતા હાલ તેઓ ગોવામાં પેઈન્ટીંગ અને સુથારીકામ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ૨૬/૧૧ને સહેજ પણ યાદ કરવા નથી માંગતા તે એક અતિ ખરાબ ચિત્ર બની ગયું છે તેમના જીવનમાં.

૨૬/૧૧નાં હુમલા દરમિયાન પોલીસ કર્મીઓનો મુખ્ય ટાર્ગેટ તાજમહેલ હોટલ, સીએસટી અને લીયોપોલ્ડ કાફે હતું પરંતુ ઈન્ટેલીજન્સ બ્યુરોનાં દ્વારા અપાતી સતત ગુપ્ત માહિતી છતાં પણ મુંબઈ પોલીસે નરીમન હાઉસને ગંભીરતાથી નહોતું લીધું.

જયારે ઈઝરાયેલી ડિપ્લોમેટ કોલાબા પોલીસ મથક પહોંચી નરીમાન હાઉસમાં થનારા ગોળીબાર વિશે માહિતી આપી ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી. આ તકે એસીપી ઈસાક ઈબ્રાહિમ બાગવને જયારે કોલાબા માર્કેટ સાઈડથી ભયંકર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ અને તેમનો પોલીસ કાફલો કોલાબા માર્કેટ તરફ દોડી ગયો અને ચાર્જ સંભાળ્યો હતો. તેઓ પણ ટાર્ગેટ બિલ્ડીંગ શોધવા નિષ્ફળ ગયા હતા.

જયારે તેઓને ખબર પડી કે નરીમન હાઉસમાં જીવીસ લોકોને હોસ્ટેજ બનાવી દેવામાં આવ્યા છે. ત્યારબાદ તેઓએ અને તેમના પોલીસ જવાનોએ નજીકમાં બિલ્ડીંગ માંથી નરીમન હાઉસમાં ફાયરીંગ શરૂ કર્યું હતું. જાણવાની વાત તો એ છે કે ૨૬/૧૧નાં હુમલા પહેલા ઈન્ટેલીજન્સની ત્રણ ચેતવણી મળી હતી. તેમ છતાં મુંબઈ પોલીસ દ્વારા ગંભીરતા ન હોતી લીધી જેના ભાગરૂપે આશરે ૧૬૬થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

પરંતુ સેબીનાં ફોટોગ્રાફથી અનેક લોકોનાં હત્યારા એવા અજમલ કસાબને ફાંસી મળી હતી. જે પત્રકાર જગત માટે ગૌરવની વાત છે. જાબાઝ ફોટોગ્રાફર તરીકે તેઓ અન્ય પત્રકારો અને પત્રકારત્વ જગત માટે મિશાલ છે. જેમાં યોગદાનને લોકો કદી નહીં ભુલી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.