Abtak Media Google News

31 ડિસેમ્બરે એટલે વર્ષ 2018ની અંતિમ તારીખ. આ વર્ષે સમગ્ર રાજ્યમાં રોડ અકસ્માતની 10 મોટી ઘટના ઘટી, ગુજરાત ઈતિહાસની સૌથી મોટો અકસ્માત ભાવનગરના રંઘોળા પાસે થયો હતો જેમાં એકસાથે 43 લોકોની અર્થી ઉઠી હતી.

ભાવનગર: રઘોળા ગોઝારો અકસ્માત- 43ના મોત

આ વર્ષેનો સૌથી ગોઝારો અકસ્માત રંઘોળા નજીક સર્જાયો હતો. ભાવનગર જિલ્લાના રંઘોળા ગામ નજીક ગત તા.7 માર્ચ-2018 ના રોજ અનીડા ગામેથી વાઘેલા પરિવારની જાન ટાટમ ગામે ટ્રકમા જતી હતી. તે વખતે રંઘોળા નજીક જાનૈયા ભરેલો ટ્રક પુલની રલીંગ તોડી નીચે ખાબકતા 18 પુરૂષો,9 મહિલાઓ અને 4 બાળકોના મૃત્યુ થયા હતા.આ ગોજારી ઘટનાએ ભાવનગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજયમા પણ ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમા વરરાજા કારમા નીકળી મંડપમા પહો઼ચી ગયા હતા. અને જાનની રાહ જોતા રહયા હતા.જો કે અડધાથી વધારે જાનૈયાઓ સ્વર્ગે સીધાવી ગયા હતા. 

ભાવનગર: સિમેન્ટ ભરેલી ટ્રક પલ્ટી- 20ના મોત

ભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગે રંઘોળામાં થયેલા અકસ્માતનું પુનરાવર્તન થયું હતું. બાવળીયારી નજીક સિમેન્ટ ભરેલો ટ્રક પલ્ટી મારી જતા ટ્રક નીચે દબતા 18 વ્યક્તિના ઘટનાસ્થળે અને બે વ્યક્તિનું સારવાર દરમિયામ મોત નીપજ્યું છે. મૃતકોમાં 12 મહિલા, 3 બાળકો અને 5 પુરૂષોનો સમાવેશ થાય છે.આ અકસ્માતમાં અકસ્માતની ઘટના બનવા પામી છે અને રંઘોળા બાદ જાણે ફરી કાળમુખા વધુ એક ટ્રકે મોતનું તાંડવ સર્જ્યું છે.

ભૂજ: બે ટ્રેઇલર વચ્ચે ભીંસાતા ઇનોવાનો ખુરદો, 11 મોત

ભચાઉ તાલુકાના મોટી ચીરઇ સામે ઓવરબ્રીજ પર ભચાઉથી મીઠું ઓવરલોડ ભરીને નીકળેલા ટ્રેઇલરનું ટાયર ફાટતાં તે પલટી બીજી સાઇડમાં ફંગોળાતાં ગાંધીધામ બાજુ થી આવતા ટ્રેઇલર અને પલટી ખાઇ ગયેલા ટ્રેઇલર વચ્ચે ભુજના કબરાઉ મોગલધામના દર્શન કરી જઇ રહેલા પરિવારની કાર બે ટ્રેઇલર વચ્ચે દબાઇ જતાં આ અકસ્માતમાં 11ના મોત નિપજ્યા હતા તો પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

ડાંગ: બસ પલટી જતા 10 બાળકોનાં મોત

અકસ્માતની ગંભીર ઘટના ડાંગ નજીક બની. જેમાં સુરતના નવ બાળકો સહિત કુલ 10 જણા મોતને ભેટયા. દારૂ પીને લકઝરી હંકારતા ડ્રાયવરના ગુનાના લીધે બસ 200 ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી. 

ભરૂચ: અકસ્માતમાં 6 લોકોના મોત

આણંદ નજીક ડમ્પર અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારમાં સવાર 6 લોકોના મોત થયા હતા. ભરૂચની પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના ચાર અને ડેસરના દંપતિ સહિત કુલ 6ના મોત થયા હતા. 
 

ચોટીલા: એક જ પરિવારના 6નાં મોત

ચોટીલા હાઈ-વે પર સાંગાણી ગામ પાસે ટ્રક કાર પર પડતાં વઢવાણના પરિવારને અકસ્માત નડ્યો હતો. ચોટીલાના આણંદપુર ગામથી પરત ફરતા પરિવારના 6 સભ્યનાં મૃત્યુ થયાં હતાં. 

રાજસ્થાન: કલોલના 5 મિત્રોનું કાર અકસ્માતમાં મોત

રાજસ્થાન સ્થિત રામાપીરના મંદિર રણુજાના દર્શને ગયેલા કલોલના આમજા ગામના રહેવાસી મિત્રોની કારને શેરગઢ પાસે ટ્રક સાથે થયેસા અકસ્માતમાં 25 મિત્રોના મૃત્યુના બનાવથી સમગ્ર કલોલમાં શોકનો માહોલ સર્જાયો હતો. 

વલસાડ: પિયરથી વિદાય લઈ સાસરે પહોંચતા નવોઢાને અકસ્માત- 5ના મોત

લગ્નના સાત ફેરા ફરી કન્યા પતિ સાથે અર્ટિગો કારમાં સાસરે બીલીમોરા આવી રહ્યાં હતાં એ વખતે વહેલી સવારે નેશનલ હાઇ વે નંબર 8 પર પંચલાઈ ગામ પાસે કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કારને ડિવાઈડર કૂદાવીને રોંગ સાઇડમાં ફંગોળાઈ જતાં સામેથી આવતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 5 લોકોના મોત થયા હતા

સાપુતારા: સપ્તશૃંગી જતા પ્રવાસીઓને બસ ખીણમાં ખાબકી- 4ના મોત

મરોલી પંથકના ગામોના પ્રવાસીઓ ભરીને સપ્તશ્રૃગીના ધાર્મિક પ્રવાસે જવા નીકળેલી બસ સાપુતારા પાસેથી પસાર થઇ ત્યારે અંધારામાં ચાલકે કાબૂ ગુમાવતા બસ ખાણમાં ખાબકી હતી જેમાં 4 લોકોના મોત અને 8થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. 

રાજપીપળા: અકસ્માતમાં 4 મિત્રોના મોતરાજપીપળાની ખામર ચોકડીએ રોગ સાઈડથી ધસી આવેલી ટ્રકે સામેથી આવતી કારને ટક્કર મારતા કારમાં સવાર ચાર મિત્રોના મોત નીપજ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.