Abtak Media Google News

૨૦૨૨ સુધીમાં દેશમાં આવશે ૩૬ રાફેલ વિમાન

ભારત અને ચીન વચ્ચે સરહદે પ્રવર્તતા તંગ સ્થિતિ વચ્ચે ભારતીય વાયુ સેનામાં પાંચ રાફેલ લડાયક વિમાનો સામેલ થતા વાયુ સેનાને નવી તાકાત મળી છે. અંબાલા એરબેઝ ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા ફ્રાંસના સંરક્ષણ મંત્રી ફલોરેન્સ માર્લીની હાજરીમાં પાંચ રાફેલ વિમાન વાયુસેનામાં સામેલ થયા છે.

રાફેલ વિમાન વાયુસેનામાં વિધિવત રીતે સામેલ કરાયા પહેલા સર્વ ધર્મ પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ફલાઈ પાસ્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેજસ, સુખોઈ સહિતના વાયુસેનાના અન્ય વિમાનોએ પણ એરશોમાં ભાગ લીધો હતો અને અંતે વોટર કેનન સાથે રાફેલ વિમાનને સલામી આપવામાં આવી હતી. વાયુસેનામાં જ્યારે કોઈ નવા વિમાન સામેલ કરાય છે ત્યારે આવી પરંપરા છે.

તમને એ જણાવાયું કે ફ્રાંસથી ૨૯ જુલાઈએ પાંચ રાફેલ લડાયક વિમાનો ભારત આવ્યા હતા પણ સત્તાવાર રીતે આજે વાયુસેનામાં સામેલ થયા છે. આજે અંબાલા એરબેઝ પર યોજાયેલા આ કાર્યક્રમમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપીન રાવત, વાયુસેના પ્રમુખ આર. કે. એસ. ભદોરમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. વાયુસેનાને ફ્રાંસથી ૩૬ રાફેલ મળવાના છે જેમાં પ્રથમ તબક્કે પાંચ વિમાન ભારત આવ્યા છે. વાયુસેનામાં આ વિમાનો ગોલ્ડન એરો-૧૭ સ્કવોડ્રનમાં સામેલ કરાશે આ સ્કવોડ્રને જ કારગીલ યુદ્ધમાં પાકિસ્તાનના છક્કા છોડાવ્યા હતા. એમાં પણ હવે અંબાલા એરબેઝ પર આ લડાયક વિમાનોની હાજરી દુશ્મનને હેરાન કરી મુકશે. ચીન પાકિસ્તાન સાથે હાલના સમયમાં તંગ સ્થિતિ છે ત્યારે સરહદ નજીકના અંબાલા એરબેઝ માટે ભારતની મજબૂતી માટે કારગર નીવડશે.

રાફેલની શું છે વિશેષતા

રાફેલ વિમાનની માસ્ક ક્ષમતા ૩૭૦૦ કિમી રેડિયસની છે એટલે કે જયાં હોય ત્યાંથી ૩૭૦૦ કિમીના અંતર સુધી વિસ્તારને સુરક્ષિત રાખી શકે છે. એમાં બે એન્જીન દેશને તેમાં ત્રણ મિસાઈલ ગોઠવી શકાય છે. રાફેલ ઓઓનથી લડાકુ એટલે  કે લડાઈમાં તમામ રીતે ભાગ ભજવી શકે છે એ પહાડ પર ઓછી જગ્યામાં ઉન્હી શકે છે અને દરિયામાં ગોઠવાયેલા યુદ્ધ જહાજમાં પણ ઉતરી શકે છે. રાફેલ લડાયક વિમાનની મહત્ત્વમ ૨૨૦૦થી ૨૫૦૦ કિમી પ્રતિ કલાકની છે. એક મિનિટમાં ૬૦ હજાર ફુટની ઉંચાઈ જઈ શકે છે. એક જ સમયે ૯૫૦૦ કિલો સામાન લઈને જઈ શકે છે. તેનાથી પરમાણું હુમલો કરી શકાય છે.

૨૦૨૨ સુધીમાં ૩૬ રાફેલ આવી જશે

ભારતને કુલ ૩૬ રાફેલ વિમાન ફ્રાંસ તરફથી મળવાના છે જેની પહેલી ખેપમાં આ પાંચ વિમાન આવ્યા છે. આગામી મહીને પણ વધુ પાંચ વિમાનો આવશે જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં તમામ ૩૬ વિમાન આવી જશે. ભારત સરકારે ફ્રાંસ સરકાર સાથે વિમાનનો સીધો સોદો કર્યો હતો અને આ સોદા અનુસાર ૬૦ હજાર કરોડના ખર્ચે ફાંસની સોલ્ટ ઓવિએશન કંપનીએ ૩૬ વિમાન પૂરા પાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.