Abtak Media Google News

આગામી દિવસોમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો જનઆંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ

રાજુલા પ્રાંત કચેરી ખાતે રાજુલા જાફરાબાદ કોળી સમાજ યુવાનો અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તે તા. ૨/૧/૨૦૧૯ ના રોજ ભાવનગર જીલ્લાના તળાજા-મહુવા તાલુકામાં અલ્ટ્રાટેક કંપની માઈનિંગ કરવા પરવાનો આપતા અસરગ્રસ્ત ગામોનાં ખેડૂતો દ્વારા ખોદકામનો વિરોધ કરવા અને માઈનિંગ કામગીરી અટકાવવા છાવણી ઉપર ધરણાં કરવા જતાં ખેડૂતોને બંધારણના પોતાનો વિરોધ દર્શાવવાનો અને શાંત, અહિંસક દેખાવ કરતાં અટકાવા પોલીસે ત્યાં હાજર ખેડૂતો તેમજ સ્ત્રીઓ અને બાળકો પર બળ પ્રયોગ કરતા ખેડૂતો ઉપર ટીયરગેસ તેમજ અંધાધુન્ધ લાઠીચાર્જ કરાતાં જમીનનાં હક માટે લડતા અને વિરોધ દર્શાવતા ગરીબ ખેડૂતો સાથેની મહિલાઓને પુરૂષ પોલીસકર્મીઓ એ ઢોરમાર મારે પચાસથી વધુ ખેડૂતો અને તેના પરીવારજનો ઈજાગ્રસ્ત થયેલ અને નિર્દોષ ખેડૂતો ઉપર વારંવાર થતાં અત્યાચાર અને ગેરકાયદેસર પોલીસ કાર્યવાહી તેમજ ખોટી રીતે ગંભીર ગુના લગાવી કરેલ ધરપકડ બદલ તમામ નિર્દોષ ખેડૂતો ઉપર થયેલ કેસમાં તમામને તાત્કાલિક મુક્ત કરવા તેમજ થયેલા કેસો પરત ખેંચવા અને ખેડૂતોની માતા સમાન જમીનોનુ વ્યાપારીકરણ કરતી સરકાર દ્વારા અલ્ટ્રાટેક કંપનીનો માઈનિંગ પરવાનો રદ કરી ખેડૂતોની જમીન તેમજ રોજીરોટી બચાવવા અમો લેખિત માંગણી કરીએ છીએ તેમજ અમો સરકારના ખેડૂત વિરોધી વલણને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ખેડૂત પર લાઠી વરસાવનાર પોલીસકર્મી તેમજ પોલીસકર્મીને આદેશ આપનાર એસપી જેમણે અખબારી નિવેદન માં પોલીસો પર કાશ્મીર જેમ પથ્થર મારો કરવાનું કહેલ જે ખેડૂતોને આતંકવાદી ગણાવવા જેવું હોય એસપી સાહેબ અસરગ્રસ્ત ગામોનાં ખેડૂતોની માફી માંગે તેમજ અમાનવીય લાઠીચાર્જ કરનાર તમામ જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી તેમનાં ઉપર યોગ્ય ધોરણસરની કાર્યવાહી કરાવવા લાગું પડતાં ડિપાર્ટમેન્ટને આમારી માંગની રજૂઆત પહોંચાડવા અમોની માંગ છે અને ભવિષ્યમાં ખેડૂતોને હાલાકી ન પડે તે માટે કડક સુચના પાઠવશો તેવી પ્રબળ રજૂઆત છે અમારી માંગણીઓ સંતોષવામાં વિલંબ થશે તો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનાં સમર્થનમાં  જનઆંદોલન કરવામાં આવશે જેની સમગ્ર જવાબદારી તંત્ર અને સરકાર શ્રી ની રહેશે તેવી રજૂઆત રાજુલા જાફરાબાદ તાલુકાના યુવા આગેવાન હિતેશભાઈ વાળા અજયભાઈ શિયાળ દેવદાનભાઈ સાંખટ ભાણાભાઈ ગુજરીયા બાલાભાઈ સાંખટ લોઠપુર ઉકાભાઇ સોલંકી વલ્લભભાઈ વાજા મંગાભાઈ બારૈયા દુલાભાઈ વાજા શીવાભાઈ મકવાણા દેવાતભાઈ ગુજરીયા અશ્વિનભાઈ શિયાળ કાળુભાઇ બારૈયા પાચાભાઈ ધુંધળવા  વનરાજભાઈ મકવાણા બાબુભાઈ બાંભણિયા સંતોષ ગુજરીયા ભાવેશભાઈ ગુજરીયા પ્રતાપભાઈ ગુજરીયા સહિતના લોકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.