Abtak Media Google News

શારદાબેન ભનુભાઈ પરમાર રહે. વિસાવદરવાળા અસ્થિર મગજના હોય જેથી તેણી કોઈને કહ્યા વગર ઘરેથી નિકળી ગયેલ અને કડકડતી ઠંડીમાં અંધારી રાત્રીમાં એકલા મળી આવતા પોલીસે પુછપરછ કરતા કાંઈ જવાબ આપતા ન હોય જેથી પોલીસ હરકતમાં આવી. પી.એસ.આઈ સરવૈયાએ તાત્કાલિક લેડિઝ પોલીસને તપાસ સોંપીને વાલીની શોધ કરેલ પરંતુ વાલી નહીં મળી આવતા મગજના અસ્થિર બેનને તાત્કાલિક માનવ મંદિર સાવરકુંડલા મુકામે રાખવામાં આવેલ અને આજુબાજુના પોલીસ સ્ટેશનમાં જાણ કરી તપાસ કરતા તેમના વાલી વારસ સસરાપક્ષના મળી આવતા તેનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન બોલાવી જેને શારદાબેનના નણંદ જયાબેનને માનવ મંદિર મુકામેથી પરત લઈ આવીને સોંપી દીધેલ છે. આમ પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે. પોલીસે સજાગતા રાખીને સારી કામગીરી કરેલ છે. આ કામગીરીમાં રીંકલબેન રાઠોડ, મેઘનાબેન ચૌહાણ, જયરાજભાઈ વાળા, હરેશભાઈ હેલૈયા, ગોપાલભાઈ ટોટા, કૈલાસબેન આદરોધા, સાઈનબેન તમીમી વગેરે સાથે હાજર રહીને કામગીરી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.