Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેત્રી અનુષ્કા શર્માને સરકારના સ્વચ્છતા એ જ સેવા અભિયાન સાથે જોડાવવા માટે નિમંત્રણ પાઠવ્યું છે. વડાપ્રધાનએ કહ્યું કે , તેની હાજરી બીજા લોકો ને પણ જોડાવા માટે પ્રેરિત કરશે, અનુષ્કા સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ છે. અનુષ્કા શર્માએ મોદીને 67માં જન્મદિવસપર અભિનદન પાઠવ્યું, અને કહ્યું હતું કે જન્મદિવસની શુભકામના મોદીજી સ્વચ્છતા એજ સેવા અભિયાન સાથે જોડાવાનું નિમંત્રણ આપવા માટે ધન્યવાદ.અનુષ્કાએ વડાપ્રધાન તરફથી મળેલા પાત્રને પણ શેર કર્યો છે, અને સાથે લખ્યું છે કે આગામી દિવસોમા અમે ગાંધી જયંતિ ઉજવીશું. પેઢીઓ અને સરહદપાર અબજો લોકોના પ્રેરણાસ્ત્રોત મહાત્મા ગાંધીએ અનુભવ્યું કે, સ્વચ્છતા પ્રત્યેનો આપણો અભિગમ, સમાજ પ્રત્યેના આપણાં અભિગમને દર્શાવે છે બાપુ સામુદાયિક ભાગીદારીના માધ્યમથી સ્વચ્છતા મેળવવામાં વિશ્વાસ ધરાવતા હતા. તેઓ માનતા હતા કે, દરેકે સ્વચ્છતા જાળવવી જોઈએ. આવો આપણે પણ સ્વચ્છતાનો સંકલ્પ કરીએ. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, સ્વચ્છ ભારત ગરીબ, દલિત અને હાંશિયામાં પડેલા લોકો માટે કરવામાં આવતી સૌથી મોટી સેવા છે. સિનેમા આ અંગે ફેરફાર લાવવા માટેનું એક પ્રભાવી મધ્યમ છે. અનુષ્કાએ ટ્વીટ પણ કર્યું, હું સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈને ખૂબ જ સન્માનિત અનુભવિ રહી છું અને સ્વચ્છતા એ જ સેવા માટે કામ કરવા માગું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.