Abtak Media Google News

અફઘાનિસ્તાનમાં આઇએસનો સકંજો કસાયો: ગોળીબારમાં ડઝનબઘ્ધ લોકોના મોત

અફધાનિસ્તાનમાં અમેરિકા અને તાલીબાનો વચ્ચેનો કરારના વિરોધના પગલે ઇસ્લામિક સ્ટેટ ગ્રુપે આ હુમલો કર્યો હોવાની આશંકા ઉભી થઇ છે. અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં ૧૪ મહિના અગાઉ તમા લશ્કરી દળો હટાવી લેવાના કરારમાં વિલંબ ના બદલે આ નરસંહાર થયો હોવાની આશંકા ઉભી થઇ છે.

અમેરીકા અને તામિબાનોએ ફેબ્રુ. ર૯મીએ કરાર કર્યા હતા. કે જે તાલિબાને આઇ.એસ. જેવા જેહાદીઓને કાબુમાં રાખે અને અમેરિકન દળો ચાલ્યયા જાય પછી પણ અફઘાનિસ્તાનમાં શાંતિ રહે તેવી સમજુતી થઇ હતી. તેની સામે આઇ.એસ. એ નિવેદન જારી કર્યુ હતું. કે બન્ને ભાઇઓને એક સાથે મશીનગન અને ગ્રેનેટથી નિશાન બનાવાઇ રહ્યા છે. આ હુમલા અંગે કાબુલના મેયર અને આરોગ્ય મંત્રાલયના પ્રવકતા વાહિદુલ્લા મપ્યારે જણાવ્યું હતું કે એક બંધુક ધારી એ કાબુલના એક કાર્યક્રમમાં અંધાધુંધી ગોળી બાર કરી ૩ર લોકોને મારી નાખ્યા હતા અને ૫૮ થી વધુને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આંતરીક મંત્રાલયના પ્રવકતા નરસત રહીમીએ મૃત્યાંક ર૯ અને ઘવાયેલાઓની સંખ્યા ૬૧ ગણાવી હતી. અને બે હુમલાખોરોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો દાવો કર્યો હતો. આ હત્યાકાંડ હજારા જુથના શિયા આલીમ અબ્દુલ અલી મઝહરીના કાર્યક્રમ વખતે થયો હતો.

આવી જ રીતે સુન્ની કટ્ટરપંથીઓ અને આઇ.એસ.એ. ગયા વર્ષે મોરયર હુમલો કરીને ૧૧ લોકોને મારી નાંખ્યા હતા. અબ્દુલઅલી મઝારીની જાહેરસભા નજીક બની રહેલા બહુમાળી ભવનની સાઇડથી હુમલાખોરો ગોળીબાર કર્યો હતો. અને કાર્યક્રમમાં અફઘાનિસ્તાનના ટોચના નેતાઓ પણ હાજર હતા. જેમાં અફઘાનિસ્તાનના મુખ્ય સચિવ અબ્દુલાહ અબ્દુલ્લાહનો પણ સમાવેશ થતો હતો. ગૃહ મંત્રાલયે તમામ રાજદ્વારી નેતાઓને સલામત રીતે આ ર૦૦ એથી બચાવી લીધા હોવાનો દાવો કર્યો હતો.

6 Banna For Site

હઝારાના નેતા મહમ્મદ મોવકિરુએ જણાવ્યું હતું કે ગોળીબારના પગલે અમે સલામત રીતે બચી ગયા હતા. પ્રમુખ અરશફ ગનીએ આ ઘટનાને વખોડીને આ કૃત્ય માનવતા વિરોધી ગણાવ્યું હતું. ૧૪ મહિનામાં અમેરિકન દળો પરત ખેંચી લેવાના કરાર બાદ આ હુમલો થયો હતો. જે તાલીબાના જેહાદીઓને કાબુમાં રાખવા સમય થાય તો જ સાથી રાષ્ટ્રોનું સૈન્યદળ અફઘાનિસ્તાનને છોડી દેશે જો આવા તત્વો સક્રિય રહેશે તો અમેરિકન દળો પાછા નહિ જાય અમેરિકન દળોના અફઘાન પ્રવકતાએ જણાવ્યું હતું કે આ હુમલાની જવાબદારી ભલે અફઘાનિસ્તાનની હોય પરંતુ અમેરિકા ઘવાયેલાઓને તબીબી સહાય આપશે. અફઘાસ્તિાનમાં હિંસા ઘટી હોવાનો અમેરિકન સચિવ માઇક કોમ્પ્રોએ દાવો કરીને હજુ વધુ શાંતિ સ્થવાશે એવી આશા વ્યકત કરી છે. અમને આશા છે કે શાંતિની આ પ્રક્રિયા હજુ આગળ વધશે.

અફઘાન સરકાર અને તાલીબાનોએ અમેરિકા સાથે આગળ ધપાયેલી શાંતિ મંત્રાણાને અવરોધ હુમલા થયા હોવાના આ દાવા થાય છે. જો કે આ ચર્ચામાં હજુ કૈદીઓને મુકત કરવા ની દિશામાં કોઇ પગલા લેવાયા નથી. આ સદી મુજબ ૧૦ માર્ચ સુધીમાં દેશની વિવિધ જેલોમાં બંધ પ હજાર તાલીબાનોને મુકત કરવાની માંગણી કરી છે. અલબત અફઘાનના રાષ્ટ્રપતિ ઘાનીએ આ વાત સ્વીકારવાની વાતના ઇન્કાર કર્યો છે.

તાલિબાનોના રાજકીય પ્રવકતા સોહિલ સાહીને જણાવ્યું હતું કે કેદીઓની મુકિત સિવાયના તમામ મુદ્દાઓ પર મહંદરો સમજુનિ થઇ ચુકી છે. તારીખ નકકી કરવા માટે બન્ને પક્ષો વચ્ચે મત મતાંતર છે. અફઘાનિસ્તાન માં ર૦૧૫ થી આઇ.એસ.ની કમાન સુન્ની કટ્ટરપંથીઓ એ સંભાળી છે. અને શિયા સમુદાયની વસ્તી પર બોમ્બ વર્ષા અને કાબુલને શિાન બનાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ જુથને અમેરિકા અને અફઘાન લશ્કરના મારાથી પીછેહઠ કરવી પડી હતી.

કાબુલમાં થયેલ આ હુમલાને સંયુકત રાષ્ટ્રસંઘના સચિવ જનરલ એન્ટ્રોનિયાએ વખોડીને ભોગ બનનારના પરિવારે પ્રત્યે ઊંડી દિલસોજી કરી છે તેમણે જણાવ્યું હતું કે નાગરીકો પરનો આ હુમલો કદાપી સ્વીકારી શકાય નહી અને આવા કૃત્યુ કરનારાઓને આકરી સજા થવી જોઇએ. અમેરિકા અને તાલીમાનો વચ્ચે ઉભા થયેલા સમાધાનના વાતાવરણ અને શાંતિ પ્રક્રિયાથી હાથ ધસતા રહી ગયેલા કટ્ટરપંથી આઇ.એસ. આતંકીઓ અફઘાનિસ્તાનને ભડકે બાળવાની મુહાર્દ રાખે છે. એવું સ્પષ્ટ દેખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.