Abtak Media Google News

કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી થઈ રહી છે, પણ આ સાથે બ્લેક ફંગસ(મ્યુકોર્માયકોસિસ)નો ભય વધી રહ્યો છે. ઘણા રાજ્યોમાં મ્યુકોર્માયકોસિસના કેસ નોંધાયા છે. બ્લેક ફંગસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા એન્ટી ફંગલ ઇન્જેક્શનની કિંમત ખુબ મોંઘી છે. તે સામાન્ય લોકો માટે પોસાય તેમ નથી. પરંતુ હવે બ્લેક ફંગસના દર્દીઓ વિશે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ડોક્ટરો એક નવી પદ્ધતિ લાવ્યા છે, જેના દ્વારા ખર્ચ સો ગણો ઘટાડી શકાશે.

બ્લેક ફંગસથી પીડાતા દર્દીઓની એક દિવસની સારવારનો ખર્ચ આશરે 35 હજાર રૂપિયા છે, જે ઘટાડીને ફક્ત 350 રૂપિયા કરી શકાય છે. ડોક્ટરો જે સારવારની નવી પદ્ધતિ શોધી છે તેમાં દર્દીના લોહીમાં ક્રિએટિનિન સ્તરની કાળજીપૂર્વક દેખરેખ રાખવાથી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.

બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનું નામ એમ્ફોટેરેસીન છે. આ ઇન્જેક્શન ખુબ ખર્ચાળ અને સરળતાથી ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં, આ દવાની બીજી પદ્ધતિ અપનાવવાથી, સારવારના ખર્ચમાં સો ગણો ઘટાડો થઈ શકે છે. આ માટે તે જરૂરી છે કે દર બીજા દિવસે દર્દીની રક્ત પરીક્ષણ થાય.

પૂણેની BJ મેડિકલ કોલેજ ENTના વડા સમીર જોશી કહે છે કે, ‘કોરોના પછી બ્લેક ફંગસથી પીડિત 201 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. તેમાંથી 85 ટકા દર્દીઓ પરંપરાગત conventional amphotericin અને
સર્જરી બાદ સ્વસ્થ થયા હતા. કોરોના વાયરસ પહેલા બ્લેક ફંગસના 65 દર્દીઓનો આ રીતે જ ઈલાજ કરવામાં આવ્યો હતો. જેમાંથી 63 દર્દીઓ સાજા થયા હતા.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.