Abtak Media Google News

  ‘મિલે સૂર મેરા તુમ્હારા’ થીમ અંતર્ગત તૃતિય દિને વકતા પૂ.અપૂર્વમુનિ સ્વામીએ માનવીય સંબંધોના સૂર મિલાવ્યા

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ ઉપક્રમે ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા તા. 1 જૂન થી 5 જૂન દરમ્યાન શહેરનાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઇઅઙજ સંસ્થાના તેજસ્વી અને ઓજસ્વી વક્તા સંત પૂ.અપૂર્વમુનિ સ્વામીનાં વ્યાસાસ્થાને માનવ ઉત્કર્ષ મહોત્સવનાં તૃતીય દિને પૂ.અપૂર્વમુનિ સ્વામીએ મિલે સૂર મેરા તુમ્હારા (તમારા સંબંધો- તમારી સંવાદિતા) વિષયક પારિવારિક વક્તવ્યનો લાભ આપી પરિવારને એક તાંતણે બાંધી રાખવાની અદભૂત શીખ આપી હતી.વિશ્વમાં છેલ્લા બે દાયકાઓમાં કોઈ એક વિષય પર સૌથી વધારે રિસર્ચ કરવામાં આવ્યું હોય તો એ છે હ્યુમન રીલેશન.

Advertisement

04 Scaled

માનવ વ્યક્તિગત ઉત્કર્ષ કરી રહ્યો છે પરંતુ પોતાની સફળતાની સિદ્ધિઓમાં અંધ બની ગયેલ માણસ, પરસ્પર માનવીય સંબંધોને મજબુત કરવામાં નિષ્ફળ નીવડ્યો છે. પરિણામે પરિવાર-પરિવાર વચ્ચે,ભાઈ-ભાઈ વચ્ચે અને સાસુ-વહુ વચ્ચે દિન પ્રતિદિન ઝઘડાઓમાં વધારો થઇ રહ્યો છે.શાંત અને સદ્દ્ગુણી કહેવાતા પરિવારો આજે છિન્ન-ભિન્ન થઇ રહ્યા છે. આવા સમયે માનવીય સંબંધોને પુન: સ્થાપિત કરી પરિવારમાં શાંતિ અને સંપનું વાતાવરણ ખડું કરી શકે તેવાજડીબુટ્ટીરૂપ 6 પાઠો પૂ.અપૂર્વમુનિ સ્વામીએ શિખવ્યા હતા.ગેસ પર તપેલી તપેલી હોય જ, તેને સાણસી કે કપડાથક્ષ પકડાય; પછી ફરિયાદ ન કરાય કે તપેલીએ દજાડયો પણ તપેલીએ નહી, આપણી ભૂલે દજાડયા છે. એમ માણસો અલગ અલગ સ્વભાવના હશે પરંતુ તેને હેન્ડલ કરતા આવડવું જોઈએ.વક્તવ્યનાં અંતમાં ઉપસ્થિત હજારો ભાવિક-ભક્તો મિલે સૂર મેરા તુમ્હારા અંતર્ગત પરિવારમાંન મીદેવું, ખમીલેવું, હસીલેવું, ભૂલીજવું અનેજપીજવું આ પંચામૃતસાથે મનભેદ અને મતભેદ ભૂલી માનવીય સંબંધોને વધુ મજબુત બનાવવા કટિબદ્ધ થયા હતા.

કાલે મહોત્સવનાં ચતુર્થ દિને હમ ચલે તો હિન્દુસ્તાન ચલે વિષયક ભારતીય અસ્મિતાથી સભર વક્તવ્યથી પૂ.અપૂર્વમુનિ સ્વામી લાભાન્વિત કરશે. જેમાં દેશ માટે કંઇક કરી છુટવાની અને રાષ્ટ્ર પ્રેમને વધારવાની ભાવના સાથે ચોટદાર અને જોમસભર વક્તવ્યનો લાભ આપશે. મહોત્સવનાં ચતુર્થ દિને રાજકોટવાસીઓને  સગા-સ્નેહી અને પરિવારજનો સાથે પધારવા હાર્દિક આમંત્રણ છે.

તૃતિય દિન ‘મિલે સુર મેરા તુમ્હારા’ કથામૃતના મુખ્ય અંશો

  •  પરિવારને પ્રેમ કરીએ.
  •  પરિવારને વફાદાર રહીએ.
  • પરિવારની સંભાળ રાખીએ.
  •  પરિવાર માટે સહન કરીએ.
  • પરિવારનું ગૌરવ વધારીએ.
  • પરિવાર માટે સુધારો કરીએ.

પરિવાર માટે સુધારો કરીએ

  •  આપણે આપણા પરિવાર માટે ખુદમાં સુધારો કરતા અચકાવું નહી.
  •  પરિવાર માટે ત્યાગ કરવું પડે તો કરવો.
  •  ખાણીપીણી નહિ વાણી બદલવાની જરૂર છે.
  •  સાધનો નહિ સ્વભાવ બદલવાની જરૂર છે.
  •  બીજાને સમજાવવાનો નહી પણ સમજવાનો આગ્રહ રાખવો.
  • ‘WHO IS RIGHT નહીપણ WHAT IS RIGHT’ પર જવું. જેના માટે સાચો સંગ કરવો,સત્સંગ કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.