Abtak Media Google News

મેવાડ-ઉદયપુરનાં પૂર્વ રાજવી પરિવારોએ રામનાં વંશ જ હોવાનો દાવો રજુ કર્યો

દેશના રાજદ્વારી અને ધર્મક્ષેત્રે ભારે મોટો વિવાદ અને ઉકેલ માંગતો કોયડો બની ગયેલા અયોઘ્યાનો રામમંદીર બાબરી મસ્જીદ વિવાદમાં સમાધાનના થયેલ લાખ પ્રયત્નો છતાં કોઇ સફળતા ન મળતાં સુપ્રિમ કોર્ટમાં વિવાદીત સ્થળ અંગેની કાનુની માલીકી અંગેનો કેસ અત્યારે દરરોજની સુનાવણી સાથે સુપ્રિમ કોર્ટમાં અઠવાડીયાના ત્રણ દિવસના બદલે નિરંતર પાંચ દિવસ સુધી ચાલી રહ્યો છે ભારત સહીત સમગ્ર વિશ્વના ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોની મીટ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા અયોઘ્યા કેસ પર મંડાયેલી છે. ત્યારે મેવાડ-ઉદેપુર પૂર્વ રાજધરાનાના સભ્ય મહેન્દ્રસિંઘે પોતે ભગવાન રામના વંશ હોવાનો દાવો કર્યો છે.

મહેન્દ્રસિંઘે જણાવ્યું હતું કે મને સમાચાર માઘ્યોમાંથી જાણકારી મળી હતી કે સુપ્રિમ કોર્ટે પુછયું છે કે દુનિયામાં કયાંક ભગવાન રામના વંશ જો છે? ભાજપના સાંસદ અને જયપુર રાજધરાના ના સભ્ય દિયાકુમારીના ભગવાન રામના પુત્ર કુશના પોતે વંશ જ હોવાના દાવા બાદ બીજા દિવસે જ મેવાડ-ઉદેપુરના રાજવી એ પોતે ભગવાન રામના વંશ જ હોવાનો સમાન દાવો કરતા તમામની નજર રાજધરાના ના આ દાવાઓ ઉપર મંડાઇ છે.

મેવાડ-ઉદેપુરના પૂર્વ રાજવી પરિવારના સભ્ય મહેન્દ્રસિંહે સોમવારે રામના વંશ હોવાનો દાવો કર્યો હતો. અને કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે પ્રશ્ર્ન ઉઠાવ્યો છે કે દુનિયામાં કયાંક ભગવાન રામના વંશ જો છે કે કેમ? જો આ કેસમાં સુપ્રિમ કોર્ટમાં જો કોઇ ઐતિહાસિક પુરાવાઓની જરુર પડશે તો અમે આપવા સક્ષમ છીએ. સુપ્રિમ કોર્ટે આ મુદ્દે અમારો સર્ંપક કરશે તો અમે આ કેસ માટે જરુરી દસ્તાવેજી પુરાવાઓ રજુ કરશું.

ગયા રવિવારે ભાજપના સાંસદના અને જયપુર રાજધરાનાના સભ્ય દિયાકુમારીના ભગવાન રામના વંશ જ હોવાના દાવાના બીજા દિવસે મહેન્દ્રસિંઘે પણ આ દાવો કર્યો છે. દિયાકુમારીએ પોતાનો ખાનદાન  ભગવાન રામના પુત્ર કુશના વંશ હોવાનું જણાવ્યુઁ હતું તેમણે કહ્યું હતું કે દુનિયામાં ઘણા લોકો ભગવાન રામના સીધી લીટીના અનુવાશિક વાસરદારો હોવાનું ઘણીવાર સામે આવ્યું છે. ભગવાન રામના બે પુત્રો લવ અને કુશનો વંશ  આગળ વઘ્યો છે તેમ દિયાકુમારીના દાવામાં જણાવાયું તેમણે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા રામજન્મ ભૂમિ વિવાદના કેસમાં રામના વંશજો દુનિયામાં વસતા હોવાનો દાવો કર્યો છે. ભાજપના સાંસદે આ દાવા પુરાવા અંગેના પ્રશ્ર્નના જવાબ જણાવ્યું હતું કે પોતાના પરિવારજનો પાસે જુના જમાનાના દસ્તાવેજી પુરાવામાં પોતાના વંશ નો કુટુંબ વડલો ભગવાન રામના કુંવર કુશ સુધી મળતો હોવાનો પુરાવાઓ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મેં આ વાત બાળપણમાં મારા પરિવારના વડીલો પાસેથી સાંભળી છે જો તમે કચવાહા પરિવારની પૂર્વ પેઢીઓનો તાળો મેળવશો તો તેનો છેડો કુશ સુધી પહોચતો હોવાનો મળશે.

મારા પરિવાર પાસે આ અંગેના પુરાવાઓમાં કુટુંબ વડલાનો મુખ્ય આધાર અમારી પારિવારિક લાયબ્રેરી અને મ્યુઝીયમમાં જોવા મળશે. અમે ભગવાન રામના પરિવારના સીધી લીટીના વારસદાર છીએ.  તેવી જ રીતે રાઠોડ ઘરનાએ પોતાનો કુટુંબ વડલો કુશના મોટાભાઇ લવ સાથે મળતો હોવાનો દાવો કર્યો હોવાનું દિયાકુમારીએ દાવો કર્યો હતો. તેમ છતાં તેમણે સ્પષ્ટતા  કરી હતી કે મારા આ દાવાનો મતલખ ખેવો હરગીઝ નથી કે અમારે કોર્ટની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાનો ઇરાદો હોય અમારી ભાવના માત્ર એટલી જ છે કે જો કોર્ટને કોઇ રામના વંશવેલા અંગેના દસ્તાવેજોની જરુર હોય તો અમારો પરિવાર તે રજુ કરવા તૈયાર છે. દુનિયામાં ઘણા પરિવારો ગમના વંશ જ છે અને ભારતમાં પણ મોટી સંખ્યામાં રહે છે જે ભારત માટે ગૌરવની વાત છે તેમ જણાવી દિયાકુમારીએ ઉમેર્યુ હતું કે પોતાના કુટુંબ વડલામાં ૬૨મી પેઢીએ રાજા દશરથ અને ૬૩મી પેડીએ ૬૪માં ક્રમે કુશ આવે છે સવાઇ જયસિંધ, માધુસિંઘ અને જયપુરના અનય રાજવી પરિવારોએ પણ રામના વંશજો તરીકેના પુરાવાઓ પોતાના પરિવાર પાસે હોવાના દાવા કર્યા છે. સુપ્રિમ કોર્ટે અયોઘ્યા ભુમિ મુદ્દે ચાલતી સુનાવણી દરમિયાન રામના વંશજની હયાતી અંગે ઉચ્ચારેલી ટિપ્પણીએ ભારતમાં રાજવી પરિવારોએ પોતાના કુટુંબ વડલાઓ લવ-કુશ ના વારસદાર તરીકે ભગવાન સુધી મળતા હોવાના દાવાઓએ દેશમાં નવી જ ચર્ચા જગાવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.