Abtak Media Google News

FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે: આતંકવાદ મુદ્દે હવે થશે ગ્રાઉન્ડ ચેકીંગ

પાકિસ્તનને વધુ એક ઝટકો લાગ્યો છે. બર્લિનમાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ એફએટીએફએ પાકિસ્તાનને હાલ માટે ગ્રે-લિસ્ટમાં રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંની તપાસ માટે સ્થળ પર સમીક્ષાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સ્થળની મુલાકાત બાદ જ ગ્રે લિસ્ટ દૂર કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.

જો કે, એફએટીએફએ પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા પગલાંને આવકાર્યું છે. પાકિસ્તાને તમામ 34 એક્શન પોઈન્ટ પોઈન્ટ પર કરાયેલી કાર્યવાહીનો સ્વીકાર કર્યો હોવાનો પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
એફએટીએફ સમીક્ષા માટે એક્શન પ્લાન પર સંમત થવું સામાન્ય છે અને દેશ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર સાઇટ પર તપાસ કરવામાં આવે છે. આ માટે ટીમ જાય છે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે સંબંધિત દેશ દ્વારા લેવામાં આવેલા પગલાં કાયમી અને અસરકારક છે કે નહીં. ત્યાર બાદ જ એફએટીએફ તે દેશને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવા અંગે નિર્ણય લઈ શકશે.

એફએટીએફ પ્રમુખ માર્કસ પ્લેયરે કહ્યું કે બે ઓન-સાઇટ ચેકીંગ થશે, જે બે એક્શન પ્લાન પર આધારિત હશે. જો કે, આ સર્વેલન્સ ટૂર ક્યારે થશે તે અમે હજુ કહી શકતા નથી. પરંતુ ચોક્કસપણે ઓક્ટોબરમાં આગામી એફએટીએફ બેઠક પહેલા આ કરવામાં આવશે. આ ઓન-સાઇટ ચેકીંગ પછી જ એફએટીએફ પાકિસ્તાનને ગ્રે-લિસ્ટમાંથી બહાર કાઢવા અંગે નિર્ણય લેશે. આ માટે નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવશે. પાકિસ્તાન ’ગ્રે’ લિસ્ટમાં રહેવાને કારણે તેના માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ),વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક અને યુરોપિયન યુનિયન પાસેથી નાણાકીય સહાય મેળવવી વધુ મુશ્કેલ બની રહી છે, જેના કારણે મુશ્કેલીઓ વધી રહી છે.

શું છે એફએટીએફ ?

એફએટીએફ એક આંતર-સરકારી સંસ્થા છે. તેની સ્થાપના 1989 માં મની લોન્ડરિંગ,આતંકવાદને ધિરાણ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમની અખંડિતતા સામેના જોખમો સામે લડવા માટે કરવામાં આવી હતી. એફએટીએફમાં હાલમાં 39 સભ્યો છે,જેમાં બે પ્રાદેશિક સંગઠનો, યુરોપિયન કમિશન અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલનો સમાવેશ થાય છે.ભારત એફએટીએફ ક્ધસલ્ટેટિવ તેના એશિયા પેસિફિક ગ્રુપનું સભ્ય છે.

વર્ષ 2018 થી ગ્રે લિસ્ટમાં છે પાકિસ્તાન !!

મની લોન્ડરિંગ અને ટેરર રોકવામાં નિષ્ફળ રહેવા બદલ પાકિસ્તાન 2018 થી પેરિસ સ્થિત ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની ’ગ્રે’ લિસ્ટમાં છે.ઓક્ટોબર 2019 સુધીમાં તેને પૂર્ણ કરવા માટે એક એક્શન પ્લાન આપવામાં આવ્યો હતો. જો કે, એફએટીએફ આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા માટે દેશ હજુ પણ આ યાદીમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.