Abtak Media Google News

ચેમ્બરના પ્રમુખપદે વી.પી.વૈષ્ણવનું નામ નિશ્ર્ચિત: અન્ય ચાર હોદ્દેદારો માટે એક ડઝનથી પણ વધુ નામો ચર્ચામાં

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ૨૪ કારોબારી સભ્યોની નિમણુક માટે તાજેતરમાં યોજાયેલી મધ્યસત્ર ચુંટણીમાં વી.પી.વૈષ્ણવ પ્રેરિત વાઈબ્રન્ટ પેનલનો ઝળહળતો વિજય થયો હતો. ૨૪ સભ્યોમાંથી ૨૩ સભ્યો વાઈબ્રન્ટ પેનલના ચુંટાઈ આવ્યા હતા. ચેમ્બરના નવા પ્રમુખ સહિતના ૫ હોદેદારોની વરણી કરવા માટે ચુંટણી સમિતિના ચેરમેન હિતેશભાઈ બગડાઈએ કાલે ચુંટણીની જાહેરાત કરી છે. ચેમ્બરના નવા પ્રમુખ તરીકે વી.પી.વૈષ્ણવનું નામ ફાઈનલ માનવામાં આવે છે. જયારે અન્ય હોદેદારો માટે એક ડઝનથી પણ વધુ નામો ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ચુંટણી સમિતિના ચેરમેન હિતેશભાઈ બગડાઈના જણાવ્યા અનુસાર આવતીકાલે ૨૩ જાન્યુઆરીને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કરણસિંહજી રોડ પર આવેલા સેન્ટર પોઈન્ટ સ્થિત રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના હોલમાં ચેમ્બરના પાંચ નવા હોદેદારોની નિમણુક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં પ્રમુખ-ઉપપ્રમુખ, માનદમંત્રી, માનદસહમંત્રી અને ખજાનચીની નિમણુક માટે ચુંટણી હાથ ધરવામાં આવશે.  ચેમ્બરના નવા સુકાની તરીકે વી.પી.વૈષ્ણવનું નામ મોટાભાગે ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. ચેમ્બરની ચુંટણીમાં વી.પી.વૈષ્ણવ પ્રેરિત વાઈબ્રન્ટ પેનલનું બુલડોઝર ફરી વળ્યું હતું. ૨૪ કારોબારી સભ્યોની નિમણુક માટે યોજાયેલી ચુંટણીમાં વાઈબ્રન્ટ પેનલના તમામ ૨૩ સભ્યો વિજેતા બન્યા હતા. સામાપક્ષે મહાજન પેનલનો એક જ ઉમેદવાર વિજેતા બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.