Abtak Media Google News

અવાર નવાર જાહેરમાં સીન સપાટા કરતા લુખ્ખા તત્વોએ પુર્વ પ્રમુખના ભાઈને પણ બેફામ માર માર્યો

હળવદમાં નવા પીઆઇ મુકતા જ પોલીસ તંત્રને પડકાર ફેંકી લુખ્ખાઓ ઠાકોર સેનાના પુર્વ પ્રમુખ અને તેમના ભાઈ પર જાહેરમાં હુમલો કરી ધારીયાના ઘા ઝીકતા સનસનાટી મચી જવા પામી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે હળવદના ટીકર રોડ ઉપર આંબેડકર ચોકમાં કોળી ઠાકોર સેનાનાપુર્વ પ્રમુખ બટુક બાબુભાઇ કાકરેચા અને તેમના ભાઈ ચંદુ બાબુભાઇ કાકરેચા ઉભા હતા ત્યારે ભરત ઉર્ફે ગોગી કોળી, વિજય કોળી, રાજુ કોળી, હીતેષ કોળી ,તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ લાકડી અને ધારીયા વડે હુમલો કરતા  બટુકભાઈ અને ચંદુભાઈને માથામાં તથા હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દરમિયાન ઇજાગ્રસ્ત બટુક બાબુભાઇ કાકરેચાની ફરિયાદના આધારે હળવદ પોલીસે જીવલેણ હુમલા મામલે ભરત ઉર્ફે ગોગી કોળી, વિજય કોળી, રાજુ કોળી, હીતેષ કોળી તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે આરોપીઓ અગાઉ પણ હળવદમાં જાહેરમા સીન સપાટા નાખતા હોય અનેક ફરિયાદો ઉઠી છે ત્યારેપોલીસ કાયદાનુ ભાન કરાવે તેવી શહેરીજનોએ માંગ ઉઠાવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.