Abtak Media Google News

મુસાફરીનો  સમય બચાવવા અને હાઇ સ્પીડ

કોરિડોર બનાવવાનો ખર્ચ ઘટાડવા રેલવેના પ્રયત્નો

ઓવરનાઇટ ઇન્ટસીટીની સફરને વધુ ઝડપી બનાવવા માટે સરકારે તૈયારી શરુ કરી છે. તો આ વર્ષે જ એપ્રિલ માસમાં હાઇસ્પીટ કારિકોર્સની ઘોષણા થશે. જેના પર ટ્રેન ર૦૦ થી રપ૦ કી.મી. પ્રતિકલાકની ઝડપે દોડશે. રેલવે મંત્રી પિયુષ ગોયલે હાઇસ્પીડ કારિડોર્સની ઓળખાણ કરવા અને નિમાર્ણ ખર્ચ ઘટાડવાની જવાબદારી રેલવે બોર્ડને સોંપી છે. લોકોને ઘરે પહોચ્યા બાદ ઓફીસ જવાનો પર્યાપ્ત સમય મળી રહે તેવા સમયે ટ્રેન પોતાના લક્ષ્યસ્થાન પર પહોંચે જેવી યોજના છે.

ઉલ્લેખનીય છે કે હોઇસ્પીડ કોરિડોર બનાવવા માટે પ્રતિ કી.મી. નો ખર્ચ થતો હતો. જેને ઘટાડીને અડધો કરી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રીય રાજયમાર્ગો પર બે ટ્રેક કોરિડોર અથવા રેલવેની જમીન પર ટ્રેક પાથરવામાં આવશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે તેનાથી ભૂમિ અધિગ્રહણની કિંમતોમાં ઘટાડો થશે. કોઇપણ પ્રોજેકટ માટે સૌથી વધુ ખર્ચો જમીન હસ્તાંતરણ  પર થતો હોય છે. ટ્રેન એયરલાઇન્સના વિકલ્પના રુપે સામે આવી શકે તે માટે રેલવે નાના ‚ટસ માટે પણ કોરિડોરના નિર્માણ પર વિચાર કરી રહી છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, હાઇ ઇન્ટરસીટી ટ્રેન મુંબઇ અને પુર્ણે વચ્ચેના રુટ પર ૩ કલાક કરવામાં સફળ થઇએ તો પ્રવાસીઓ ટ્રેનમાં વધુમાં વધુ મુસાફરી કરનારાઓની મુશ્કેલીઓ ઘટશે અને સમય પણ બચશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.