Abtak Media Google News

આપણા ગુજરાતીઓમાં કહેવતો છે કે જમવું તો મા-બાપ ભેગું પછી ભલે ઝેર હોય અને રહેવું તો ભાઇઓ ભેગું પછી ભલે પછી વેર હોય..’ લોન એ ભાગીદાર છે અને ભાઇએ ફીક્સ ડિપોઝીટ..! 1982 માં જ્યારે ધીરૂ ભાઇએ પાતાળગંગા પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કર્યુ ત્યારે મુકેશ અંબાણીની ઉમર 24 વર્ષની હતી અને ધીરૂભાઇ અંબાણી 50 વર્ષ વટાવી ચુક્યા હતા. એ સમયે ધી્રૂભાઇએ મુકેશને બિઝનેસમાં લગાવ્યા હતા. જ્યારે આકાશ અંબાણીએ રિલાયન્સમાં કામ શરૂ કર્યુ ત્યારે 2014માં તેની ઉમર 22 વર્ષની હતી. જ્યારે મુકેશ અંબાણી 50 વટાવી ચુક્યા હતા. આ આંકડાનો મેળ એવુ કહે છે કે અંબાણી પરિવારમાં ઉમરનાં વન પ્રવેશની સાથે જ કારોબારનું સુકાન નવી પેઢીને સોંપવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાની પરંપરા છે.  આકાશ, ઇશા અને અનંત હવે કારોબાર સંભાળવા સક્ષમ થઇ ગયા હોવાનો સંકેત અપાઇ ચુક્યો છે અને તેથી જ હાલમાં ત્રણેયને કંપનીનાં નોન-એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર બનાવાયા છે. હવે મુકેશભાઇ ધીમે-ધીમે બેક સીટ ઉપર આવ જશે. નીતા અંબાણીઐ હાલમાં જ જણાવ્યું છે કે ત્રણેય સંતાનોને સમાન હક્ક હિસ્સો આપવામાં આવશે, ભલે પછી ઇશા પરણીને પરિામલ પરિવારની વહુ બની હોય..!

Advertisement

મુકેશ અંબાણી હજી પાંચ વર્ષ સુધી કારોબારમાં સક્રિય રહેશે પછી ક્રમશ: નિવૃત્તી લેશે

આકાશ અને ઇશા 32 વર્ષનામ થયા જ્યારે અનંત 29 વર્ષનાં. હવે ઇશા અંબાણી રિલાયન્સ રિટેલનો કારોબાર સંભાળશે જ્યારે આકાશ અંબાણી રિલાયન્સ જીઓ અને અનંત અંબાણી રિલાયન્સનું એનર્જી સેક્ટર સંભાળશે.

રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ ક્હું છે કે પરિવારમાં દિકરા અને દિકરી વચ્ચે કોઇ ભેદ નથી. પરિવારમાં દિકરો અને દિકરી સમાન છે એવો અહેસાસ દિકરીને ત્યારે થાય જ્યારે પરિવારનાં વડિલો એવું વાતાવરણ ઉભુ કરે કે જે દિકરો કરે છે તે કામ દિકરી પણ કરી શકે છે.

હાલમાં ત્રણેય સંતાનો રિલાયન્સ બ્રાન્ડનાં બેનર હેઠળ કામ કરવા માટે ઉત્સુક છે એટલે કોઇ નવું બ્રાન્ડ નામ બજારમાં આવવાની શક્યતા નથી. અનંતને વિશ્વને સુંદર બનાવવું છે. જેનાથી પûથ્વી ઉપર વસતો દરેક જીવ વધુ સગવડવાળું જીવન જીવી શકે.

આકાશ વિશ્વને ડિજીટલ નેટવર્કથી જોડીને સૌને એકબીજાથી નજીક લાવવા માગે છે. જ્યારે ઇશા આમજનતાનાં ઘર સુધી પહોમચવા રિટેલ બિઝનેસ જોશે સાથે જે રિલાયન્સ ફાઉન્ડેશનની જવાબદારી પણ સંભાળશે. સાથે જ ઇશા સમાજનાં નીચલા વર્ગના લોકોના વિકાસ માટે અને સમાજ સેવા માટે સમય ફાળવશે.

રિલાયન્સ ગ્રુપનો નિયમ છે કે કોઇપણ માનવ 100 ટકા સંપુર્ણ નથી, માણસ માત્ર ભુલને પાત્ર છે. તેથી ભુલ થશે તો ચાલશે પણ એ ભુલમાંથી તમારે બોધ લઇને નવી ભુલને અટકાવવાની રહેશે. કારણ કે બિઝનેસમાં તમે સફળતામાંથી જે કાંઇ શીખો છો તેનાથી વધારે તમે ભુલમાંથી શીખો છો. તેથી લોકોની ભુલોને સ્વીકારો, તેમની સાથે વિનમ્રતાથી વાત કરો, ધીરજ રાખો, અને સૌને માન આપો.

અત્યાર સુધીમામ રિલાયન્સ ફાઉન્ડેશને સાત કરોડ લોકોને મદદ કરી છે જેને આગામી દિવસોમાં ઝડપથી 10 કરોડ સુધી લઇ જવાના પ્રયાસ કરાશે.  જેમાં બાળકો તથા મહિલાઓના આરોગ્ય, ડિજીટલ શિક્ષણ, અને રોજગારલક્ષી શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. યાદ રહે કે ઇશાનાં સાસરિયાઓ એટલેકે પિરામલ ગ્રુપ ફાર્મા સેક્ટરમાં મોટો કારોબાર ધરાવે છે. હવે જ્યારે ઇશા રિલાયન્સ ફાઉન્ડેશન સંભાળવાના છે ત્યારે આ બન્ને પરિવારો સમાજસેવા મારફતે એકબીજા સાથે જોડાય તેવા સંજોગો દેખાય છે.

જ્યારે કોઇપણ કંપનીના વિઝન અને મિશન તૈયાર થતા હોય છે ત્યારે વિકાસ, સમાજ માટે કંપનીનું યોગદાન અને નાવિન્યના વિચારો રખાતા હોય છે. ભલે પછી તેનો છુપો એજન્ડા કમાણીનો અને બેલેન્શીટ મજબુત કરવાનો હોઇ શકે. સ્વાભાવિક રીતે જ રિલાયન્સ આમાંથી બાકાત ન રહી શકે.

આ સાથે જ મુકેશ અંબાણી આગલા પાંચ વર્ષ સુધી કારોબારમાં સકિય રહેશે ત્યારબાદ ધીમેધીમે નિવûત થશૈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.