Abtak Media Google News

હાલ સુધી.આ તૃણમૂલ કોંગ્રેસે 18,606 સીટો પર જ્યારે ભાજપે 4,482 સીટો પર જીત નોંધાવી : હવે અહીંની લોકસભા બેઠકો મેળવવી ભાજપ માટે પડકાર બનશે

પશ્ચિમ બંગાળમાં ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.  અહીં 8મી જુલાઈએ કડક સુરક્ષા વચ્ચે મતદાન થયું હતું.  તેમાં, પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 5.67 કરોડ મતદારોએ 73,887 બેઠકો માટે મતદાન કર્યું.  આ બેઠકો માટેના બે લાખથી વધુ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. હાલ સુધીના પરિણામોમાં ટીએમસી જોરના હોવાનું સ્પષ્ટ થયું છે. જ્યારે ભાજપ બીજા નંબરે ચાલી રહ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસે 18,606 સીટો પર જીત મેળવી છે.  હાલમાં તે 8,180 સીટો પર આગળ છે.  ભાજપે 4,482 સીટો જીતી છે અને 2419 સીટો પર આગળ ચાલી રહી છે.  ડાબેરી મોરચાએ 1500 થી વધુ બેઠકો જીતી છે જેમાંથી એકલા સીપીઆઈ(એમ) એ 1424 થી વધુ બેઠકો જીતી છે.  પાર્ટી હાલમાં 970થી વધુ સીટો પર આગળ છે.  કોંગ્રેસે 1080થી વધુ બેઠકો જીતી છે અને 690થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. તૃણમૂલના બળવાખોરો સહિત અપક્ષોએ 1060 બેઠકો જીતી છે અને 466 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

કુલ મળીને 63,229 ગ્રામ પંચાયતની બેઠકો, 9,728 પંચાયત સમિતિની બેઠકો અને 928 જિલ્લા પરિષદની બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. મતગણતરી આજ રાત સુધી ચાલે તેવી શક્યતા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

તૃણમૂલના નેતા અભિષેક બેનર્જીએ મંગળવારે પક્ષની તરફેણમાં મતદાન કરવા બદલ ગ્રામીણ બંગાળનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે “મમતાને મત નહીં આપો” ની વિપક્ષની ઝુંબેશ “હવે મમતાને મત આપો” માં ફેરવાઈ ગઈ છે અને “પક્ષની આગામી લોકસભાની ચૂંટણીમાં અવિશ્વસનીય સફળતાનો માર્ગ મોકળો કર્યો છે. બીજી તરફ અત્યારનો માહોલ જોતા બંગાળમાંથી લોકસભાની સીટ કબજે કરવી હવે ભાજપ માટે પડકારસમાન લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.