Abtak Media Google News

પાર્લર, પાર્ટી પ્લોટ, શો-‚રૂમ, સ્ટુડિયોમાં ધડાધડ બુકીંગ

આધુનિક સમયમાં પ્રસંગ સમયે સ્કીન અને હેરની જાળવણી માટે પણ દોડાદોડી

મનુષ્ય માત્રને સુંદર દેખાવું ગમે છે ત્યારે લગ્નસરાની સિઝન ચાલુ થઈ ગઈ છે. સૌને બીજા કરતા સુંદર દેખાવું હોય છે ત્યારે માર્કેટમાં ખુબ જ ભીડ જોવા મળી રહી છે. લોકો અવનવી ડિઝાઈનનાં કપડા ચપ્પલ-જુતાની ખરીદી કરી રહ્યા છે. સાથો સાથ પાર્લરમાં વેડીંગ માટેના બુકીંગ કરાવી રહ્યા છે તથા પાર્ટી પ્લોટનાં બુકીંગ પણ અગાઉથી કરાવવા લાગ્યા છે.

એ.એસ.ડી સ્ટુડિયોનાં ડિઝાઈનર આરતી સોનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં ગ્લેમ ગર્લ્સ નામના બે ડિઝાઈનર સ્ટુડિયો મોરબી અને રાજકોટમાં છે. મેરેજ સિઝનને લઈને ફંકશન વધી ગયા છે. ક્રોકટેઈલ પાર્ટી, બિફોર મેરેજ પાર્ટી, ફલદી પાર્ટી આ બધા ફંકશન માટે યુનિક ક્રિએશન કરવામાં આવે છે. તેમનાં જણાવ્યા મુજબ લોકોમાં અત્યારે ટ્રેન્ડ છે કે લોકોને ગ્રુપમાં એક સરખું પહેરવું ગમે છે. ફેમેલીમાં મેચીંગ કરવું ગમે છે. કપલમાં મેચીંગ કરવું ગમે છે તો આ ઓકશન અને થીમને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરી આપે છે. તેમનો ગોલ છે કે તેમનાં ડ્રેસથી તેમનાં ગ્રાહકો ખુશ થવા જોઈએ અને તે લોકો જયાં પણ આ ડિઝાઈનર કપડા પહેરે તો લોકો પુછવા જોઈએ કે આ તમે કયાંથી બનાડાવ્યું છે. લોકોની અપેક્ષા જેમ વધતી જાય છે તેમ તે લોકો પણ ડિડેકશન વધારે છે. હાલ લોકો લખનવી ડિઝાઈન વધુ પસંદ કરે છે. લોકો મોર્ડન રીત તરફ જઈ રહ્યા છે. વધુ ટ્રેડિશનલ નહીં અને વધુ વેસ્ટર્ન પણ નહીં આ બંને મિકસ કરીને લોકો હાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે અને લોકો પણ તેમનાં ડિઝાઈનને પસંદ કરે છે.

Vlcsnap 2019 11 18 12H12M48S40 Vlcsnap 2019 11 18 12H10M08S242

અબતક સાથેની વાતચીત દરમિયાન કિંગ્સ પાર્ટી પ્લોટનાં માલિક ધી‚ભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, અમે મટુકી ગ્રુપ સાથે જોડાયેલા છીએ. છેલ્લા પાંચ વર્ષથી આ પાર્ટી પ્લોટ ચલાવીએ છીએ. જેમાં દર વર્ષે બે-ત્રણ નવી થીમો આપીએ છીએ. પાર્ટી પ્લોટમાં ૧૧૦૦ જેટલા લોકો સમાઈ શકે છે. આમ ફુલ ફેસીલીટી જેમાં ૪ એસી ‚મ આપીએ સંખ્યાને અનુ‚પ સીટીંગ આપીએ. ૪૦ નંગ સોફા સ્ટેન્ડ બાય જનરેટર, લાઈટીંગ ડેકોરેશન તમામ મંડપની વસ્તુ અમે આપીએ છીએ. અમારી પાસે ત્રણ થીમો છે જેના રેટ અલગ-અલગ છે. તેમનાં કહેવા મુજબ જીએસટી તેમનું નડતું નથી. ૨૦ લાખ પર જીએસટીનાં બદલે ૪૦ લાખ કહ્યું છે જેથી નડતું નથી. સીસીટીવી કેમેરાની સુરક્ષાથી સજજ પાર્ટી પ્લોટ છે.

અબતક સાથેની વાતચીત દરમ્યાન સ્કીન એકસપર્ટ ડો.પ્રિયંકા સુતરીયાએ જણાવ્યું હતું કે, એડસને જોઈને લોકોમાં અવેરનેસ વધી ગઈ છે. ત્યારે બેઝીક સ્કીન કેર એટલે કલીનઝર, ટોનર, મોઈસ ટ્રારાઈઝર અને સનસ્ક્રીન વગેરે ડોકટર, કોસ્મેટોલોજીસ્ટ કે ડરમેટોલોજીસ્ટને પુછીને પ્રોડકટસનો ઉપયોગ કરવો જોઈએ. આ બેઝીક કેર બધાને કરવી જોઈએ. મહીને કે દોઢ મહિને પ્રોફેશનલ કલિનઝીંગ કરવું પણ જ‚રી છે. પોલીસીંગ પિલીંગ, ફોટો બ્લીચ, લેસર, ટ્રિટમેન્ટ વગેરે ટ્રિટમેન્ટસ સ્કીનને લગતી હોય છે. ટ્રીટમેન્ટસનો મેઈટેઈન રાખવી પણ જ‚રી છે. તેમનાં જણાવ્યા મુજબ રેડનેસ કે રેસીસ આ ટ્રીટમેન્ટથી થઈ શકે છે પરંતુ એવા કોઈ સાઈડ ઈફેકટ થતા નથી કે જેનાથી ડરવું પડે. બે થી ત્રણ હજારની અંદર આ ટ્રીટમેન્ટસ થઈ જાય છે તો તેને વધુ મોંઘી ટ્રીટમેન્ટસ ન કહી શકાય તેવું તેમનું માનવું છે. બ્રાઈટસને બે-ત્રણ મહિનામાં લોહીના ટકા, હેલ્થ ઈસ્યુ, હેર ટેકસ્ચર ઈમ્પ્રુવમેન્ટ આ બધુ જ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. પરમેનેનટ આઈબ્રો, અનવોન્ટેડ હેર રિમુવલ, લીપ્સ આંકમેન્ટેશન આ બધી જ લેટેસ્ટ ટ્રીટમેન્ટમાં આવે છે જે બ્રાઈડસ અને ગુમ કરી શકે છે. તેમની સલાહ મુજબ ખાટા ફ્રુટસ ડાએટમાં લેવા જોઈએ. લેઝર ટ્રીટમેન્ટથી કોઈ સાઈડ ઈફેકટ થતા નથી અને ૧૦ થી ૧૨ સિટિંગમાં થઈ જાય છે. આડેધડ ટીવીમાં જોઈને કે કોઈનાં કહેવાથી પ્રોડકટસ વાપરવી નહીં તેવી તેમની સલાહ છે. સમજી અને જાગૃત થાય તો તેમને કોઈ જ સાઈડ ઈફેકટ નહીં થાય.

12 2

અબતક સાથેની વાતચીત દરમ્યાન મોચી સ્ટોરનાં સ્ટોર મેનેજર લક્ષમણભાઈ પરમારએ જણાવ્યું હતું કે, વેડીંગ સીઝનને લઈને મોચી સ્ટોરમાં પેન્સિલ વેર, બોકસ હીલ, મોજડી સાથે મેચીંગ પર્સની વિશાળ રેન્જ છે. દુલ્હનને સાડીથી લઈ ચપ્પલ અને પર્સનું મેચીંગ જોતું હોય તો મોચી સ્ટોરમાં ઉપલબ્ધ છે. આ સિવાય કેજયુલ વેર અને સ્પોર્ટી લુક પણ લોકો વધુ પસંદ કરે છે. તેમનાં સ્ટોરમાં રેગ્યુલર રૂ.૧૨૯૦ મિનિમમ પ્રાઈઝ છે અને મેકસીમમ રૂ.૨૯૯૦ સુધીની પ્રાઇઝ જોવા મળે છે. પાર્ટી વેર કલેકશન વધુ ચાલે છે તેવું જણાવ્યું હતું. તેમનો એક વ્યુ એવો છે કે બ્રાન્ડેડ વસ્તુઓ મોંઘી હોય છે પરંતુ બ્રાન્ડેડ વસ્તુની અંદર જે કવોલીટી, શુઝ કે ચપ્પલનું ફિનિસિંગ હોય તે બ્રાન્ડેડ વસ્તુ જ આપે છે. લોકલ બ્રાન્ડમાં આવું ફિનિસિંગ, કવોલીટી અને કમ્ફર્ટ મળતું નથી. આથી આજનાં સમયમાં બ્રાન્ડમો મોહ વધારે રહેલો છે. આધુનિક સમયનાં કસ્ટમરને ફિનિસિંગ અને કમ્ફર્ટ જોઈએ. મોચીએ કમ્ફર્ટ, કવોલીટી અને ફિનિસિંગ સારું આપે છે. જેથી પર્સનાલીટી પણ સારી પડે છે. આથી ગ્રાહકોને બ્રાન્ડનો મોહ વધારે છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન બોનાન્ઝા સલુનનાં ભાવિનભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે લગ્નસરાની સીઝન હોવાથી અમારે ત્યાં બ્રાઈડલ સિઝન ખુબ જ બુકીંગ ખુબ જ સારું છે. આ વખતે નવો ટ્રેન્ડ કલાઈન્ટને આપવો છે. કલાઈન્ટને લકઝરીયસ ફીલીંગ આવે તે માટે અમે બ્રાઈડલ સ્ટુડિયો લોન્ચ કર્યો છે જે સ્પેશ્યલી કલાઈન્ટને પ્રિમાઈસીસ આપીએ. અમારે ત્યાં કોઈપણ કલાઈન્ટ મેકઅપ કરાવવા આવે તો તેનો ફેસ સેઈપ કેવું હેડ સેઈડ બોન સ્ટ્રકચર કેવું ઈચ અને એવરી વસ્તુઓ અમે ડાયગ્નોસીસ કરતા હોય. તેનું ફેસ સેઈપ ડ્રો કરતા હોય સ્કીન આઇસ અકોડીગલી તેને કોન્ટોરીંગ કહેવાય. અમે તેનો ફેસ સેઈપ બનાવી તેનો ટ્રેન્ડ બતાવતા હોય. અત્યારે ઈન્ટરનેશનલી બે ટ્રેન્ડ ચાલતા હોય સેલિબ્રિટીશને જ છોકરીઓ ફોલો કરતા હોય તેનું વર્ક કલાસીક વર્ક હોય ત્યારે નેકસ્ટ જનરેશન જોવા જાવ તો તેને ઈન્ટરનેશનલી કલેકશન કહેવાય. તેની હેર સ્ટાઈલમાં અત્યારે પુલીંગ એન્ડ સ્પ્રેડીંગ.

ગુજરાતી, મરાઠી વગેરે બ્રાઈડલોને સિમ્પલ કલાસીક વર્ક જોતું હોય ત્યારે અહીંનાં માહોલ પ્રમાણે તેમને પ્રોપર કલાસીક મોડમાં લઈ જઈ તેને સિમ્પલ કલાસીક લુકમાં મેકઅપ કરતા હોય. મેકઅપમાં ઈન્ટરનેશનલી બ્રાન્ડનો ઉપયોગ કરતા હોય. કલાઈન્ટને આંખ સારી દેખાડવી હોય લીપ સારા દેખાડવા હોય તો તે માટે અમે પોટફોલીયો તૈયાર કરેલો હોય અમે તેમને દેખાડતા હોય. અમે બહારથી મોડેલ બોલાવી શુટ કરાવતા હોય. અમે ત્રણ થી ચાર વખત અત્યાર સુધી શુટ કર્યું છે તે અમે કલાઈન્ટને બતાવતા હોય. વધુમાં જણાવતા કહ્યું કે, કેવું ફેકશન છે તે મુજબ મેકઅપ કરવામાં આવતો હોય આપણું એટમોસફીયર એવું છે કે સીમ્પલ હોવું જોઈએ. અમારા કલાઈન્ટની ડિમાન્ડ મુજબ કરી આપીએ જેમ કે કોઈ ડોકટર હોય તો તેને સિમ્પલ ગમે જયારે મોડેલ હોય કોર્યોગ્રાફર હોય તો તેને સ્મોકી વધુ ગમે.

બ્રાઈડલ માટે પ્રિ-બુકીંગ કરતા હોય જેમાં ફેશીયલ, સ્કીન ટ્રીટમેન્ટ કરતા હોય, કલાઈન્ટની ૩ થી ૫ મહિના પહેલા સ્કીન ચેક કરી તેની સ્કીન ટ્રીટમેન્ટ કરતા હોય અમારી પાસે ઈન્ટરનેશનલી સ્કીન ટ્રીટમેન્ટ સ્કીનડોર બ્રાન્ડ છે. જેના માટે ડાયગ્નોસીસ મશીન છે જેના થકી સ્કીન રીલેટેડ બધો જ ખ્યાલ આવે. હુડા, મેકઅપ સ્ટુડિયો, અર્બન ડિકે વગેરે બ્રાન્ડસમાં નેચરલ ઓઈલ, બેબી ઓઈલ લગાવી દીધા. બાદ મેકઅપ રિમુવ થઈ જતો હોય. પ્રિમીયમ સારો મેકઅપ કરતા હોય આર્ટીસ્ટ તો સરળતાથી મેકઅપ નિકળી જાય છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન વેલા ઈન્ડિયાનાં ક્ધટ્રી મેનેજર મનિષ ભગતએ જણાવ્યું હતું કે, બોનાન્ઝાએ રાજકોટનું નંબર વન સલોન છે. જયારે વેલાએ ગ્લોબલી જોઈએ તો કલરમાં નંબર વન બ્રાન્ડ છે. તો આ પર્ફેકટ પાર્ટનરશીપ છે. અહીંયા આવીને ખુબ જ મજા આવી. બોનાન્ઝામાં ખુબ જ સુંદર સલુન છે. જેમાં બ્રાઈડલસ માટેનું આવું સેટઅપ મેં કયાંય નથી જોયું. ભાવીનભાઈ દસ વર્ષમાં આટલું સારું અચીવમેન્ટ કર્યું છે. ૭ બ્રાંચ છે તે મોટી વાત છે. તેમની સાથે પાટનરીંગ કરીને ગર્વ મહેસુસ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.