Abtak Media Google News
  • સતત તાપમાન ઘટાડા બાદ બે દિવસથી તાપમાનમાં સતત વધારો: રાજકોટનું તાપમાન વધી 39.7 ડિગ્રી પર પહોંચ્યું

સતત તાપમાન ઘટાડા બાદ બે દિવસથી તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે ગુજરાતમાં ફરી એક વખત કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે.ત્યારે રાજકોટનું તાપમાન વધી 39.7 ડિગ્રી પર પહોંચી ગયું હતું.

Advertisement

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ યથાવત્ રહ્યા બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. તેથી ગુજરાતમાં ફરી એક વખત ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે.

છેલ્લા એક સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ આજથી મોટા ભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયા હતા.

જેના કારણે બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો હતો. આજે 40.7 ડિગ્રી સાથે વલ્લભ વિદ્યાનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. બપોરે અંગ દઝાડતી ગરમીથી બચવા માટે લોકોએ ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યું હતું.

જેના કારણે ભરચક વિસ્તારમાં ટ્રાફિક પાંખો જોવા મળ્યો હતો. મોડી સાંજે ફરી ઠંડો પવન ફૂંકાતા લોકો બગીચા, રિવરફ્રન્ટ અને વિવિધ બ્રિજ પર ટહેલવા નીકળી પડ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઇ રહી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે તો બીજી બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે.

અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.એટલે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન વધવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી બે દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી નથી, પરંતુ તે બાદ મહત્તમ તાપમાનમાં એકથી ચાર ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે.

રાજ્યમાં 25મી એપ્રિલ બાદ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જતા ગરમી વધવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી ચાર દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. જો કે ત્યારબાદ તાપમાનમાં વધારો થતા ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.

  • અમદાવાદ      39.6
  • ડીસા             38.4
  • ગાંધીનગર      39.6
  • વીવી નગર      40.7
  • વડોદરા           39.2
  • સુરત              38.2
  • ભુજ               39.2
  • અમરેલી         39.6
  • ભાવનગર       38.2
  • રાજકોટ          39.7
  • સુરેન્દ્રનગર     39.7
  • કેશોદ            37.5
  • મહુવા            38.0

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.