Abtak Media Google News

દેશમાં કોરોનાની બીજી લહેરથી બચવા મોટા ભાગના વિસ્તારમાં લોકડાઉન અથવા કર્ફયુ લગાવામાં આવ્યું છે. તેના કારણે આર્થિક વિકાસ પર ભારે અસર પડી શકે છે. આવા સમયમાં દેશનું અર્થતંત્ર ધમધમતું રાખવા માટે આજે RBI(રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)એ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

RBIના ગવર્નર શશીકાંત દાસે બુધવારે સવારે 10 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, RBI દેશમાં વધતા સંક્રમણ પર નજર રાખી રહી છે. વિશ્વ કરતા ભારતમાં રિકવરીના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે, પરંતુ કોરોનાની બીજી લહેર પ્રથમ લહેર કરતા વધુ જોખમી સાબિત થઈ છે.


RBIના ગવર્નરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘પ્રથમ લહેર પછી અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો છે. બેન્કો દ્વારા કોરોનાની બીજી લહેર સામે લડવા માટે 31 માર્ચ 2022 સુધીમાં તેમણે હોસ્પિટલો, ઓક્સિજન સપ્લાયર્સ, રસી આયાતકારો, કોવિડ દવાઓ માટે 50,000 કરોડ રૂપિયાની લોન જાહેર કરી.’ આ સાથે KYC પર મોટી છૂટ આપી અને વિડિઓ KYC અને નોન ફેસ ટુ ફેસ ડોક્યુમેન્ટ વેરિફિકેશનને પ્રોત્સાહન આપવા કહ્યું.

કોવિડ લોન બુક બનાવવા માટે બેન્કોને સૂચના આપી છે. તેમજ મહત્વના ક્ષેત્રો માટે પ્રોત્સાહનોની જાહેરાત કરી. RBIએ વ્યક્તિગત, નાના ધિરાણકારોને 25 કરોડ રૂપિયા સુધીની લોન આપી છે, જો તેઓ પ્રથમવાર આ સુવિધાનો લાભ ઉઠાવી શક્યા હોય તો લોનનું પુનર્ગઠન કરી બીજી તક આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.