Abtak Media Google News

રાજકોટ દિલ્હી સરાય રોહિલાના થાન સ્ટેશન અને ઓખા-તુતીકોરીન વિવેક એકસપ્રેસના સ્ટોપેજ

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાના હસ્તે રાજકોટ-દિલ્હી સરાય રોહિલાના થાન સ્ટેશન અને ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસના સુરેન્દ્રનગર સ્ટેશનના સ્ટોપેજનું ઈ-શુભારંભ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાજીના હસ્તે મુસાફરોની સુવિધા માટે રાજકોટ-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ નું થાન સ્ટેશન પર અને ઓખા-તુતિકોરીન વિવેક એક્સપ્રેસ નું સુરેન્દ્રનગર સ્ટેશન પર ના સ્ટોપેજનું વર્ચ્યુઅલ રીતે ઈ-શુભારંભ કરવામાં આવ્યું હતું.

હવેથી ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ દર ગુરુવારે15.59 કલાકે થાન સ્ટેશન આવશે અને 16.01 કલાકે ઉપડશે. રિટર્ન માં ટ્રેન નંબર 20914 દિલ્હી સરાયરોહિલ્લા – રાજકોટ એક્સપ્રેસ દર શનિવારે 07.35 કલાકે થાન સ્ટેશન આવશે અને 07.37 કલાકે ઉપડશે.

Pic 2

ઉપરાંત, હવેથી ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ સુરેન્દ્રનગર સ્ટેશન પર દર શુક્રવારે 07.14 કલાકે આવશે અને 07.16 કલાકે ઉપડશે. રિટર્ન માં ટ્રેન નંબર 19567તુતીકોરીન – ઓખા વિવેક એક્સપ્રેસ દર મંગળવારે20.25 કલાકે સુરેન્દ્રનગર સ્ટેશન આવશે અને 20.27 કલાકે ઉપડશે. વચ્ર્યુઅલ રીતે આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન, રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફ અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.