Abtak Media Google News

સાર્વજનિક કંપનીઓના પદર્શનને આધારે પગાર વધારો કરવાની સમિતિની ભલામણોને મંત્રીમંડળની મંજુરી કર્મચારીઓમાં રોષ

સાર્વજનીક ક્ષેત્રની દુરસંચાર કંપની બીએસએનએલ ના કર્મચારીઓ ત્રીજા વેતન સમીક્ષા દ્વારા પગાર વધારો ન થવાને કારણે આગામી ર૭મી જુલાઇએ દેશવ્યાપી હડતાલ પર ઉતરશે. સમીતીએ પ્બલીક સેકટર ફર્મના પ્રદર્શનને આધારે પગાર વધારાની ભલામણ કરી હતી. જેને મંત્રીમંડળે ૧૯મી જુલાઇના રોજ મંજુરી આપી દીધી છે.

ભારત સંચાર નિગમ લીમીટેડ (બીએસએનએલ) કર્મચારી યુનિયનના ક્ધવીનર પી.અભિમન્યુએ કહ્યું કે, બીએસએનએલ નુકશાન કરતી કંપની બની ગઇ છે. અને આ નુકશાનીનું કારણ કર્મચારીઓ નહિ પરંતુ બીએસએનએલ વિરોધી સરકારની નીતીઓ અને ધારાધોરણો છે. તેમણે વધારામાં જણાવતા કહ્યું કે, વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૨ સુધી બીએસએનએલને પોતાના મોબાઇલ નેટવર્ક વિસ્તાર માટે ઉપકરણો ખરીદવાની છુટ અપાઇ ન હતી.

પી. અભિમન્યુએ આરોપ મુકતા કહ્યું કે, મોબાઇલ નેટવર્કના વિસ્તાર માટે ઉપકરણો ખરીદવાના પ્રસ્તાવને સરકારે વારંવાર રદ કર્યો જેને હેતુ

ખાનગી દુર સંચાર કંપનીઓને લાભ આપવાનો હતો. સરકારના આ વલણને કારણે મોબાઇલ ક્ષેત્રમાં જે વૃઘ્ધી થઇ તેનો લાભ બીએસએનએલને મળ્યો નહિ તેમ ક્ધવીનર પી.અભીમન્યુએ જણાવ્યું, કંપનીએ વર્ષ ૨૦૧૩ થી ઉ૫કરણોની ખરીદી શરુ કરી અને ત્યારબાદ બીએસએનએલ ની સેવા ગુણવતામાં સુધારા વધારા થયા બીએસએનએલને વર્ષ ૨૦૧૩-૧૪ માં ૬૯૧ ‚પિયાનું નુકશાન થયું તો વર્ષ ૨૦૧૪-૧૫ તથા ૨૦૧૫-૧૬ ક્રમશ: ૬૭૨ અને ૩૮૫૪ કરોડ ‚પિયાનો નફો થયો.

ઉલ્લેખનીય છે કે, એક તરફ કર્મચારીઓ પગાર વધારાની માંગણી કરી રહ્યા છે. તો બીજી તરફ ત્રીજા વેતન સમીક્ષા સમીતીએ સાર્વજનીક કંપનીઓના પર્ફોમેન્સને આધારે જ પગાર વધારવાની ભલામણ કરી હતી. આ ભલામણને મંત્રી મંડળ દ્વારા ૧૯મીના રોજ મંજુરી મળી ગઇ છે.

સમીતીની ભલામણો અંતર્ગત માત્ર એ જ સાર્વજનીક કંપનીઓના કર્મચારીઓમાં વધારો થશે જેણે પાછલા ત્રણ નાણાંકીય વર્ષમાં નફો રળ્યો હોય જે અનુસાર ૧લી જાન્યુઆરી ૨૦૧૭થી સાર્વજનીક કંપનીના બધા કર્મચારીઓના પગારમાં વધારો થશે. આથી બીએસએનએલના કર્મચારીઓ ર૭મી જુલાઇના રોજ એક દિવસની હળતાલ પર ઉતરી વિરોધ નોંધાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.