Abtak Media Google News

શહેરમાં આવેલા ગંજીવાડા વિસ્તારમાં પાડોશી શખ્સે માર મારી મોબાઇલ તોડી નાખતા યુવકને લાગી આવતા ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા વિસ્તારમાં રહેતા ભાવેશ ખીમજીભાઇ બથવાર નામનો ૨૫ વર્ષનો યુવાન રાત્રિના આજી ડેમ પાસે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ પોલીસ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભાવેશ બથવારની પાડોશમાં રહેતા નીરવ ગોહિલ નામના શખ્સે ઝઘડો કરી ભાવેશનો મોબાઇલ તોડી નાખ્યો હતો. જેથી ભાવેશ બથવારે મોબાઈલ રીપેરીંગ કરાવી દેવા અથવા નવો લઈ દેવાનું કહ્યું હતું. પરંતુ નિરવ ગોહિલે ઇનકાર કરી દેતા ભાવેશ બથવારને લાગી આવતા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.