Abtak Media Google News

ઈમરાન સરકારે વૈશ્વિક આર્થિક મદદ મેળવવા માટે લશ્કર એ તોયબા અને જમાત ઉલ દાવાના જેહાદી વડાઓની ધરપકડની જાહેરાત કરી

પાકિસ્તાનને આતંકીઓને મદદરૂપ થવાનું હવે ભારે પડી રહ્યું છે અને તેને બ્લેક લિસ્ટ કરવાની વિશ્વભરના દેશોએ તૈયારી શરૂ કરી છે ત્યારે ફાયનાન્સ બેઠકમાં તેનું ભાવિ નિશ્ચિત થવાનું છે તે પહેલા જ પાકિસ્તાને ગુરૂવારે લશ્કર એ તોયબા અને જમાત ઉલ દાવા જેવી પ્રતિબંધિત જાહેર કરેલી સંસ્થાઓના નેતાઓને અટકાયતમાં લેવાની શરૂઆત કરી છે.

Advertisement

ટાસ્ટ ફોર્સની પાકિસ્તાનની લો એન્ડ એનફોર્સમેન્ટ એજન્સીએ જફર ઈકબાલ, યાહયા અઝીઝ, મોહમદ અશરફ અને અબ્દુલ સલામ સહિતના જેહાદી નેતાઓની ગુરૂવારે અટકાયતમાં લઈ લીધા હતા.

પેરિસમાં ઓકટો. ૧૨ થી ૧૫ દરમિયાન મળનારી ફાયનાન્સીયલ ટાસ્કફોર્સ બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટ મુકી દીધા બાદ હવે ઈરાન અને કોરિયાની સાથે આતંકવાદીઓને પ્રોત્સાહન ઉત્તર કોરીયાની સાથે આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાના મુદ્દે બ્લેક લિસ્ટમાં મુકવાની તૈયારી થઈ રહી છે ત્યારે લશ્કર એ તોયબા અને જમાત ઉલ દાવાના નેતાઓને જેલ હવાલે કરી દેવાયા છે. ત્રાસવાદી વિરોધી કાર્યવાહીમાં પાકિસ્તાનની આ મહત્વની કાર્યવાહી માનવામાં આવે છે. જેલમાં બંધ હાફિઝ સઈદ સામે અત્યારે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

આતંકીઓને નાણાં પુરા પાડવાના મામલામાં જમાત ઉલ દાવા, લશ્કર એ તોયબાના સંગઠનોના સહયોગમાં ચાલતા ટ્રસ્ટ અલ અનફલ કે જે લશ્કર એ તોયબાને મદદરૂપ થાય છે. તેની મિલકતો અને ખાતાઓ ઈમરાન સરકારે સીઝ કરી દીધા છે. અમેરિકાએ વૈશ્ચિક આતંકવાદ સામે પાકિસ્તાનને લડત આપવા વર્ષ ૨૦૧૨માં ૧૦ મિલિયન અમેરિકન ડોલરની ઓફર કરી હતી. હાફિઝ સઈદને ૨૦૦૮માં મુંબઈમાં થયેલા બોમ્બ ધડાકામાં ૧૬૬ લોકોની હત્યાનો કસુરવાર છે. પાકિસ્તાને ગુરૂવારે લશ્કર એ તોયબા અને જમાત ઉલ દાવાના નેતાઓને ઝડપી લીધા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.