Abtak Media Google News

લાંચ રૂશ્વત ધારા અન્વયે કાનુની કાર્યવાહી કોર્ટને આધીન

લાંચ લેનારની સાથે સાથે લાંચ આપનાર પણ સજાને પાત્ર છે. આ અંગે સંસદમાં એક ખરડો પસાર કરવાની માંગ કરવામાં આવી છે. ૧૯૮૮ના લાંચ રૂશ્વત ધારા અંતર્ગત લાંચ આપનાર પણ એટલો જ ગુનેગાર છે જે લાંચ લે છે.

રાજયસભામાં જીતેન્દ્રસિંહ દ્વારા લાંચ રૂશ્વત અન્વયે કાયદાની ‚હે ખરડા પસાર કરવા માંગ કરવામાં આવી હતી જે અંતર્ગત હવે લોકસભામાં પણ લાંચ રૂશ્વતનો ખરડો પસાર કરવા માંગ કરવામાં આવી છે.

આ અંગે ચર્ચા થયા બાદ વોઈસ વોટીંગ કરવામાં આવ્યું હતું અને ખરડો પસાર કરવા જણાવાયું હતું. લાંચ લેવી કે આપવી તે એક ગુનો છે તેવો ખરડો પસાર કરવાની માંગ જીતેન્દ્રસિંહે કરી હતી.

સિંહે જણાવ્યું કે, સરકારી કર્મચારીઓ આ અંગે તપાસ કરી કેટલાક કેસ કર્મચારીઓ વિરુઘ્ધ નોંધાવી શકે છે. આ બીલને ગત સપ્તાહે રાજયસભામાં ૪૩ સાંસદોની ઉપસ્થિતિમાં પસાર કરવામાં આવ્યું હતું. જોકે કેટલીક વિસંગતતાઓ બાદ લાંચ રૂશ્વતની તપાસ બાદ તેના પર આખરી કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવશે. સંસદ ભવનમાં સર્વ સમિતિથી આ ખરડો પસાર કરવામાં આવ્યો છે તો હવે લાંચ લેનારની સાથે સાથે લાંચ આપનાર પણ ગુનેગાર ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.