Abtak Media Google News

ગુનાઓને ઝડપથી ઉકેલવા દેશભરના ફીંગર પ્રીન્ટ બ્યુરોનું આધુનીકરણ કરવા એનસીઆરબીની માંગ

સરકારી યોજનાઓનો લાભ મેળવવા સરકારે આધાર ફરજીયાત બનાગ્યું છે. તો આધારની વિશ્ર્વસનીયતાને લઇને પણ ઘણાં પ્રશ્ર્નો ઉઠયા છે. છેલ્લા ઘણા સમયથી આધારની વિશ્ર્વસનીયતાને લઇ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ રહી હતી. ત્યારે હવે પોલીસ તંત્ર ગુનેગારોને પકડવા આધારનો મર્યાદિત ઉપયોગ કરી શકશે તેમ છુટ અપાઇ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરો એનસીઆરબીના ડાયરેકટર ઇશ કુમારે જણાવ્યું કે, આરોપીઓને પકડી પાડવા અને અજાણીની બોડીઓની ઓળખાણ મેળવવા પોલીસ હવે આધારના ડેટાનો ઉપયોગ કરી શકશે પણ મર્યાદિત.

ઇશ કુમારે એવા સમયે આ માટે માંગ કરી હતી કે જયારે સુપ્રીમ કોર્ટમાં આધારની બંધારણીય પ્રમાણભુતતા માટે સુનાવણી ચાલી રહી હતી.

ફીગરપ્રીન્સ બ્યુરોના ડાયરેકટરોની એક કોન્ફરન્સને સંબોધતા એનસીઆરબીના મુખ્યાએ કહ્યું કે દર વર્ષે દેશભરમાં પ૦ લાખ કેસ નોંધાય છે. અને તેમાંથી ૮૦ થી ૮૫ ટકા કેસ પ્રથમ ગુનાના જ હોય છે એટલે અગાઉ કોઇ ગુનો ન હોવાથી પોલીસ રેકોર્ડ હોતો નથી તેથી ગુનાને ડિટેકટ કરવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત દર વર્ષે ૪૦,૦૦૦ કરતાં વધુ અજાણી બોડીઓ પોલીસને હાથ લાગે છે જેની ઓળખાણ મેળવવા આધાર ડેટાનો ઉપયોગ થાય તે જરૂરી છે.

આધારના ડેટા દ્વારા બોડીની માહીતી મેળવી ઝડપથી તેના સગા સંબંધીઓને પરત કરી શકાય છે. આ મુદ્દે જુનીયર હોમ મીનીસ્ટર હંશરાજ આહીરે કહ્યું કે એસ કુમારની માંગણીને લઇ મંત્રીઓ સાથે વાતચીત કરાશે અને નિર્ણય લેવાશે. આ સાથે ઇશ કુમારે કહ્યું કે, દેશભરના ફીંગર પ્રીન્ટ બ્યુરોને આધુનીક કરવાની જરુર છે. દર વર્ષે જુદા જુદા ગુનાના પ૦ લાખ કેસ નોંધાય છે. જેમાંથી ફીંગર પ્રીન્ટ નીષ્ણાંતો માત્ર ૫૫,૦૦૦ જ કેસ ઉકેલી શકે છે. આથી તમામ રાજયના ફીગર પ્રીન્ટ બ્યુરોનું  આધુનિકરણ ઝડપથી થાય ને જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.