Abtak Media Google News

માર્કેટને આરબીઆઈનું બુસ્ટર : આરબીઆઇએ પાંચ મિલિયન ડોલર ખરીદ્યા

ઓમીક્રોનની દહેશત ઘટશે તો બજાર સંપૂર્ણ રીતે બાઉન્સ બેક થશે

હાલ કોરોના ની સ્થિતિ સમગ્ર વિશ્વ ઉપર અસર પહોંચાડી રહી છે ત્યારે એફઆઇઆઈ દ્વારા જે રીતે સ્ટોકની ખરીદી કરવામાં આવી રહી છે જેને ધ્યાને લઇ માર્કેટ ને સ્થિર કરવા માટે આરબીઆઇએ બુસ્ટર ડોઝ આપ્યો છે જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પાંચ મિલિયન ડોલરની વધુ ખરીદી કરી છે. હાલ ભારતનું વિદેશી હૂંડિયામણ 635 બિલિયન ડોલર જોવા મળી રહ્યું છે જે આવનારા વર્ષમાં અને કરશે વધી શકે છે.

એટલું જ નહીં ભારત મા ફુગાવાને પણ નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતની શેરબજાર પણ ઘણા ખરા અંશે છેલ્લા લાંબા સમયથી તૂટી રહી છે. સામે સરકાર માટે ૧૦૦ મણ નો પ્રશ્ન એ છે કે શેરબજારની ઉથલપાથલ ના કારણે ખરીદનારાઓ માટે સમય કેવો રહેશે શું આ સમય રોકાણકારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકશે કે કેમ તે ખરા અર્થમાં આવનારો સમય જણાવશે.

બીજી તરફ તજજ્ઞોનું માનવું છે કે હાલ ઓમીક્રોન વાયરસ સમગ્ર વિશ્વને ધમરોળી રહ્યું છે ત્યારે જાન્યુઆરી માસમાં જો ભૂમિ કોરોના કેસ ઘટશે તો બજારની સ્થિતિ પૂર્ણ રૂપથી સુધારશે અને સાથોસાથ બાઉન્સબેક પણ થશે. હાલના સમયે ખરીદનાર ઓ ખૂબ મોટી માત્રામાં શેર અને સ્ટોક ખરીદી રહ્યા છે પરંતુ જરૂરી એ છે કે પૂરતું માર્કેટ એનાલિસ્ટ બાદ જો રોકાણકાર શેર અને સ્ટોક ની ખરીદી કરશે તો તેઓને સૌથી વધુ ફાયદો શેરબજારમાંથી જોવા મળશે કારણ કે આવનારા સમયમાં ભારતના શેર બજારની સ્થિતિ સુધારા પર જોવા મળશે.

માર્કેટ અભ્યાસ કરનાર લોકોનું માનવું છે કે હાલ ભારતમાં જે રીતે ફુગાવો અને મોનેટરી પોલિસી વૈશ્વિક સ્તર પર બદલી રહી છે તેનાથી પણ ભારતની શેર બજારને અસર પડશે પરંતુ ભારતનું શેરબજાર ચાર્જિંગ હોવાના કારણે જે ગંભીર અસર થવી જોઈએ તે નહીં થાય અને આગામી નવા વર્ષે એટલે કે વર્ષ 2022માં સ્થિતિમાં ફરી સુધારો આવવાના એંધાણ પણ છે.

ભારતની આર્થિક સ્થિતિને સુધારા પર લાવવા અને સ્થિતિમાં સ્થિરતા લાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પાંચ મિલિયન ડોલરની ખરીદી કરવામાં આવી છે પરિણામે દેશની આર્થિક સ્થિતિમાં અનેક અંશે સુધારો આવશે સામે રૂપિયો પણ ડોલર સામે મજબૂત થશે. પર ના રોજ ભારતનો રૂપિયો ઝીરો પોઈન્ટ 0.22 ટકા ઊંચો જોવા મળ્યો હતો અને છેલ્લે ડોલર 75.91એ બંધ થયો હતો.

વૈશ્વિક સ્થિતિને ધ્યાને લેતાં હાલ બજારમાં વાયરસ ને આધીન રહી અપ-ડાઉન જોવા મળી રહ્યું છે. સાથોસાથ સ્થિતિને થાળે પાડવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાના વિદેશી હૂંડિયામણ ના ઉપયોગથી જે રીતે વોલેટાલિટી વધી રહી છે તેને પણ નિયંત્રણમાં રાખવા માટે કાર્ય કરી રહ્યું છે પરિણામે હાલનો સમય ખરીદવા માટેનો છે પરંતુ જો યોગ્ય રીતે સ્ટોક અને શેરની ખરીદી કરવામાં આવશે તો માર્કેટ ફરી ઉચકાશે અને રોકાણકારો માટેના ખૂબ સારા દિવસો પણ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.