Abtak Media Google News

મોઢા પર કાળી પટ્ટી રાખી રાષ્ટ્રીય શોકને પણ સમર્થન અપાશે

પાટીદાર અનામત આંદોલન સમીતીના કન્વીનર હાર્દિક પટેલે પાટીદારોને અનામત તેમજ ખેડુતોના દેવા માફીની માંગણી સાથે રપ ઓગષ્ટથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે. જો કે તંત્ર દ્વારા અમદાવાદના નિકોલ વિસ્તારમાં જગ્યા નહી ફાળવવાના ગેર બંધારણીય નિર્ણયને પગલે રવિવારે હાર્દિક સહીત પ૦૦ યુવાનો એક દિવસ માટે ગાડી પર બેસીને પ્રતિક ઉપવાસ કરશે.

Advertisement

હાર્દિકે જણાવ્યું કે, આંદોલન માટે જગ્યા નહી ફાળવવાનો નિર્ણય ગેરબંધારણીય છે આ નિર્ણય સામે અમે ૫૦૦ યુવાનો નિકોલ મેદાનમાં ગાડી પર બેસી એક દિવસ માટે પ્રતિક ઉપવાસ કરીશું એટલું જ નહી પરંતુ રપમીથી આમરણાંત ઉપવાસ કરવાના છે. તે નિકોલથી જ થશે. દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનને પગલે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેનું અમે સન્માન કરી પ૦૦ યુવાનો મોઢા પર કાળી પટ્ટી રાખીને રાષ્ટ્રીય શોકને સમર્થન આપીશું અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને શ્રઘ્ધાંજલી અર્પણ કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.