Abtak Media Google News

કાર્યક્ષમતા વધારવા ચીફ ડિફેન્સનું પદ ઉભુ કરાશે: અણુ સંચાલીત ૬ સહિત ૨૪ સબમરીન નૌસેનામાં સામેલ

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીની માન ધરાવતા ભારતની ત્રીજાનંબરની સેનાની કાર્યક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા ચીફ ડિફેન્સ સ્ટાફ સીડીએસનું નવુ પદ ઉભુ કરી રહી છે. અને નિવૃત્તિ અંગેના નિયમોમાં સુધારો કરી સેના નૌકાદળ અને વાયુદળના સંકલનની જવાબદારી માટે સીડીએસ તરીકે સેવા આપવા માટે ૬૫ વર્ષની વયમર્યાદાને મંજૂરી આપવાની કવાયત શરૂ થઈ છે.

ભારતના પ્રથમ સીડીએસ તરીકે યુધ્ધ માટે સૌથી મોખરે રહેલા જનરલ બીપીન રાવતની સેના અધ્યક્ષ તરીકેની ૩ વર્ષની સેવા ૩૧મી ડિસે. પુરી થઈ રહી છે. અને તે આવતા વર્ષમાં માર્ચ મહિનામાં ૬૨ વર્ષનાં થવા જઈ રહ્યા છે.

ભારતીય સેનાના નિયમમુજબ સેના અધ્યક્ષ ૬૨ વર્ષ સુધી સેવા આપવાની મર્યાદા છે. સેના, નૌકાદળ અને વાયુદળના સેનાધિપતિ તરીકે કોઈપણ જનરલ વધુમાં વધુ ૩ વર્ષ અને ૬૨ વર્ષની વય મર્યાદા સુધી પોતાના વિભાગના નાયક તરીકે સેવા આપી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનાના ત્રણેય મહત્વના વિભાગો ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળ વચ્ચે સુદ્દઢ સંકલન સ્થપાય અને વધુ સારી રીતે સેનાની કાર્ય ક્ષમતાનો લાભ રાષ્ટ્રને મળે તે માટે ચીફ ડિફેનસ સ્ટાફનું વધારાનું અને ખાસ પદ ઉભુ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. અને સેનાના નિયમોમાં વય મર્યાદા અંગેનાં ૬૨ વર્ષનાં નિયમમાં સુધારો કરીને હવે સેના અધ્યક્ષની મહત્તમ વય મર્યાદા ૬૫ વર્ષની કરવાનું નકકી કરાયું છે. રાષ્ટ્રહિતમાં જનાધ્યક્ષની નિવૃતિ વય મર્યાદામાં વધારો આવશ્યક હોવાનું જણાવી ચીફ ડિફેનસ સર્વીસના પદ ઉપર ૬૫ વર્ષની વય સુધી સેવા આપવાની મંજુરી માટે સરકારે સેનાના નિવૃતી વય મર્યાદાના નિયમમાં જરૂરી સુધારા કર્યા છે. ભારતીય સેનામા ભૂમિદળ, નૌકાદળ, અને વાયુદળ અલગ અલગ સ્વાયત ધોરણે પોતાની ફરજ બજાવવાની એક આગવી વ્યવસ્થા મુજબ સેવા, રાષ્ટ્ર સુરક્ષા માટે કાર્ય કરી રહ્યું છે. ત્યારે યુધ્ધ જેવી પડકારજનક અને કટોકટીના સમય ગાળા દરમિયાન ત્રણેય પાંખો વચ્ચે સુદ્દઢ સંકલન રહે અને સૈન્ય શકિતનો વધુ અસરકારક રીતે ઉપયોગ થાય તે માટે સેનામાં આ ત્રણેય વિભાગોનાં એક સુત્રિય સંકલનનો સૌ પ્રથમવાર ભારતીય સેનામાં ચીફ ડિફેન સર્વીસ સીપીએસનું પદ ઉભુ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

7537D2F3 24

સંરક્ષણને મજબુત બનાવવા જળ અને તળ સૈન્યની ‘તાકાત’ વધારાઈ

વિશ્ર્વની ત્રીજા નંબરની સૌથી મોટી સેના ગણાતી ભારતીય સેના દૂશ્મનો માટે ભૂમિ, જળ અને વાયુનાત્રણેય મોરચે વધુ પરાક્રમી બનવા માટે નિરંતર શસ્ત્રશકિતમાં વધારો કરી રહી છે. નૌકાદળ પાણીની અંદરની સુરક્ષા વધુ સંગીન બનાવવા માટે અણુશકિતથી ચાલતી છ સહિત કુલ ૨૪ સબમરીનો બનાવવાની કવાયત શરૂ કરી ચૂકી હોવાનું સંસદીય સમિતિએ ગૌરવભેર જાહેર કર્યું હતુ.

ભારતીય નૌકાદળે સંસદીય સમિતિને આપેલી વિગતો મુજબ મધ્યમ રેફિટલાઈફ સટી ફિકેશન એમઆરએલસી સિંધુરાજ સબમરીન રશિયાના સહયાગેથી બનાવવાનાં આયોજનમાં અમેરિકાના કેટલાક પ્રતિબંધોના કારણે બેંક ગેરંટી મેળવી શકી ન હતી તેથી ભારતીય નૌસેનાએ સ્વદેશી ધોરણે સબમરીન બનાવવાનું નકકી કર્યું છે. અત્યારે નૌસેના પાસે બે અણુ સબમરીન અને ૧ સબમરીનો કાર્યરત છે. ભારતે રશિયાપાસેથી આઈએનએસ અરિહંત અને આઈએનએસ ચક્ર નામની અણુ હથીયારો સાથેની સબમરીનો ભાડે લીધી છે. મોટાભાગની સબમરીનો ૨૫ વર્ષ જુની થઈ ગઈ છે. ૧૩ સબમરીનોની આયુ ૧૭ થી ૩૨ વર્ષ સુધી છે. હવે અણુ હથીયારો વાપરવાની ક્ષમતા ધરાવતી ૬ સહિત ૮ સબમરીનો બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અત્યારે આપણી ૧૫ અને અણુ હથીયારો વાપરવાની ક્ષમતા વાળી એક સબમરીન છે.

ભારતની દરિયાઈ સુરક્ષા સામે અત્યારે ચીન નૌકાદળનો વધતો જતો પ્રભાવ નવા પડકાર તરીકે સામે આવી રહ્યો છે. ત્યારે ભારતીય નૌસેના માટે સેનાને સુવિધા સંપન્ન અને નવા યુધ્ધ જહાજો અને આધુનિક સબમરીનોથી સજજ બનાવવાની આવશ્યકતા ઉભી થઈ છે. ભારતની સંરક્ષણ પ્રણાલીમાં હવે નૌ સેનાનું મહત્વપણ ઓછુ અંકાય તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.