Abtak Media Google News

કોરોનાની પરિસ્થિતિ વચ્ચે ટોચના શેરમાં લેવાલી ખુલી, બેન્કિંગ અને ટેકનોલોજી સેકટર વધ્યું

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સવારે સેન્સેક્સ 800 અંક વધી 49,618 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 206 અંક વધી 14,716 પર કારોબાર કરી રહ્યો છે.

કોરોના વાયરસની પરિસ્થિતિ વચ્ચે શેરબજારમાં માર્ચ મહિનામાં અનેક ગાબડા પડયા હતા. શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ખાસ કરીને નિફ્ટીના ટોચના શેરોમાં ભારે ધોવાણ થવા પામ્યું હતું. દરમિયાન બજાર સ્ટેબલ થવા જઈ રહ્યું છે. અલબત્ત ઘણા સમયથી સેન્સેક્સ 50 હજારની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યો હોવાનું જણાઈ આવે છે.

સેન્સેક્સ પર ટાઈટન, એનટીપીસી, એચયુએલ, ઓએનજીસી, નેસ્લે સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાઈટન કંપની 3.13 ટકા વધી 1553.30 પર કારોબાર કરી રહ્યો છે. એનટીપીસી 2.54 ટકા વધી 106.80 પર કારોબાર કરી રહ્યો છે, જોકે એમએમ 1.17 ટકા ઘટી 791.55 પર કારોબાર કરી રહ્યો છે.

શેરબજારમાં 26 માર્ચે સતત ઘટાડા પછી વધારો નોંધાયો છે. બીએસઇ સેન્સેક્સ 568 અંક વધારા સાથે 49008.50 પર અને એનએસઇ નિફ્ટી પણ 182 અંક વધી 14507.30 પર બંધ થયો હતો. એનએસઇના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 50.13 કરોડ રૂપિયાના શેર વેચ્યા, જ્યારે ઘરેલું સંસ્થાગત રોકાણકારોએ 1703.14 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

અમેરિકાનાં શેરબજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 94.49 પોઈન્ટ વધારા સાથે 33171 પર બંધ થયો હતો. બીજી તરફ, નેસ્ડેક ઈન્ડેક્સ 79 અંક ઘટી 13059 અંક પર બંધ થયો છે. આ રીતે એસપી 500 ઈન્ડેક્સ પણ 3 અંક વધી 3971 અંક પર આવી ગયો છે. આ પહેલાં યુરોપિયન માર્કેટમાં ખરીદી જોવા મળી, જેમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મનનાં શેરબજાર સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.