Abtak Media Google News

ગેસના ભાવ વધારાનો આંકડો ત્રણ વર્ષમાં સૌથી ઉંચો

રાંધણગેસ અને સીએનજી મહત્વપૂર્ણ જીવન જરૂરીયાત બની ગયું છે. ત્યારે વાહનોમાં ઉપયોગી પ્રાકૃતિક ગેસ તેમજ સીએનજી ગેસ માટે હવે ગ્રાહકોએ વધુ ચૂકવણી કરવી પડશે. આ ગેસોની બેંચ માર્ક કિંમતોમાં બે વર્ષનો સૌથી મોટો ૬ ટકા ભાવ વધારો કરવામાં આવ્યો છે.ઓકટોબર ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલી ગેસ પ્રાઈઝ ફોર્મ્યુલા મુજબ ભાવ વધારાની અસર ૬ મહિના સુધી રહેશે છેલ્લે ૨૦૧૬માં ગેસની કિંમતમાં આટલો ભાવ વધારો થયો હતો.સીએનજી, પીએનજી સહિત યુરીયાને પાવર પ્લાન્ટમાં વપરાતા ગેસની કિંમતો પણ વધી છે.જેની સીધી અસર ઓએનજીસી અને ઓઈલ ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ખાનગી ક્ષેત્રોમાં પડશે. માટે રિલાયન્સે ગેસ એજન્સીમાં ૧૦ હજાર ડોલરનું રોકાણ પણ કર્યું છે. રાજયમાં ચાલતી ઓએનજીસી કંપનીઓને સૌથી મોટો ફાયદો થશે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસમાં એક ડોલરનો પણ વધારો થાય તો કંપનીની વાર્ષિક આવક જેમાં હાલ રૂ.૪૧૦૦ કરોડ છે, અને ડોલરદીઠ ટેકસ પ્રોફીટમાં રૂ.૨૭૦૦ કરોડનો વધારો થાય.બેંચમાર્કની કિંમતોમાં ત્રણ વર્ષ બાદ આટલો ભાવ વધારો જોવા મળ્યો છે. વડાપ્રધાન યોજના મુજબ યુએસ, રશિયા, અને કેનેડા જેવા દેશોનાં ગેસના ભાવની એવરેજની સરખામણી બાદ ૬ મહિના સુધી એક જ ભાવ રાખવાની પધ્ધતિ છે.

ઓકટોમ્બર ૨૦૧૭ પહેલા ૧૮ ટકા અને ત્યારબાદ ૨૦ ટકાનો ઘટાડો થયો હતો. માટે કાયમી જરૂરીયાત એવા રાંધણગેસના અને વાહનોના ફયુલમાટે ગ્રાહકોએ વધુ રકમ ચૂકવવી પડશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.