Abtak Media Google News

વિશ્ર્વસ્તરે ઓઇલમાં ભાવવધારાથી ગ્રાહકો પર અસર

બધા જ રાજયોને પેટ્રોલીયમ પરનો વેટ ઘટાડવાનું સુચન આપવામાં આવ્યું છે. વિશ્ર્વસ્તરે ઓઇલના ભાવમાં વધારો થયો છે જેનું ગ્રાહકો પરનું ભારણ ઘટાડવા આ નિર્ણય લેવાયે હતો ત્યારબાદ ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, મઘ્યપ્રદેશ અને ઉત્તરાખંડ ગયા મહિને વેટમા ઘટાડો કર્યો હતો. ઓઇલના ભાવમાં ૨૯ ટકાનો વધારો થયો હતો જેના ફુગાવાને નિયંત્રિત કરવા સરકારે ‚પિયા ર પ્રતિ લીટર પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો.

Advertisement

ઓઇલ મીનીસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે તેમણે બધા જ રાજયોને વેટ ટેકસ ઘટાડવાની અરજી કરી છે. તેમને વિશ્ર્વાસ છે કે બધા જ રાજયો તેમના ટેકસ સ્ટ્રકચરનું નવસર્જન કરશે કારણ કે ગ્રાહકોની સુવિધાને પ્રાથમિકતા આવવી જરુરી છે. જેવી રીતે જનહિત માટે એકસાઇઝ ડયુટીમાં કેન્દ્ર સરકારે ઘટાડો કર્યો હતો. તેવી જ રીતે બધા રાજયો આ નિર્ણયને સ્વીકૃતિ આપશે.

તો નાણામંત્રી અ‚ણ જેટલીએ પણ ઇંધણ પર વેટ ઘટાડવા બધા રાજયોને અરજી કરી હતી. આ વધારાને લઇને ઇંધણથી મળતા નાણામાં રૂ ૧,૪૨,૮૪૮ કરોડથી લઇને રૂ ૧,૬૬,૩૭૮ આમ ૧૬ ટકાનો વધારો થયો છે. ગ્રાહકો ઓગસ્ટથ જ વધુ ચૂકવણી કરી રહ્યા છે.

પેટ્રોલમાં રૂ ૭.૮ પ્રતિ લીટર અને ડીઝલમાં રૂ ૫.૭ પ્રતિ લીટર વધારાયા બાદ ઉપભોકતાઓના રોષે સરકારને આ નિર્ણય લેવા મજબુર કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.