Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે મંગળવારે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ(એસસી/એસટી) એક્ટ હેઠળ તાત્કાલિક ધરપકડને અટકાવવાના નિર્ણય વિરુદ્ધ સરકારની પુનર્વિચાર અરજી પર નિર્ણય સંભળાવ્યો છે. ત્રણ જજોની બેંચે ગત વર્ષે આપવામાં આવેલા બે જજોની બેંચના નિર્ણયને રદ કરી દીધો છે.આ પહેલા 20મી માર્ચ 2018એ સુપ્રીમ કોર્ટે એક્ટમાં કેસ કર્યા પછી કોઈ પણ તપાસ વગર તાત્કાલિક ધરપકડની જોગવાઈને અટકાવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એસસી/એસટીના લોકોને હજુ પણ દેશમાં અછૂત અને દુરવ્યવહારનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનો આજે પણ સામાજિક રીતે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. દેશમાં સમાનતા માટે આજે પણ તેમના સંઘર્ષે વિરામ લીધો નથી.

ગત વર્ષે આપેલા આ નિર્ણયમાં કોર્ટે સ્વીકાર્યું હતું કે, એસસી/એસટી એક્ટ હેઠળ ધરપકડની વ્યવસ્થાના કારણે ઘણી વખત નિર્દોષ લોકોને જેલ ભેગા કરાતા હતા. હવે કોર્ટે તાત્કાલિક ધરપકડ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેના વિરુદ્ધ સરકારે સુપ્રીમ કોર્ચમાં પુનર્વિચારણા માટે અરજી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.