Abtak Media Google News

સુપ્રીમ કોર્ટમાં આજે કેન્દ્રીય બ્યૂરો (સીબીઆઈ)ના ડિરેક્ટર આલોક વર્માની અરજી પર સુનાવણી 29 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. આ પહેલાં કોર્ટમાં દલીલ થઈ હતી અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આલોક વર્માને સીલબંધ કવરની વાતો જાહેર થઈ હોવા બાબતે નારાજગી પણ વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસે તેમની ટિપ્પણીમાં એવું પણ કહી દીધું છે કે, તમારામાંથી કોઈ પણ સુનાવણીને લાયક જ નથી.

આજે કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ ચીફ જસ્ટિસે આલોક વર્માના વકીલ ફલી નરીમનને અમુક દસ્તાવેજો આવ્યા અને તેમને વકીલ તરીકે તે વાંચવાનું કહ્યું છે. કોર્ટે ફલી નરીમનને પૂછ્યું કે, જે વાતો આલોક વર્માના જવાબમાં છે તે વાતો બહાર કેવી રીતે ગઈ. આ વિશે ફલી નરીમને કોર્ટને જણાવ્યું કે, તેમને પોતાને આ માહિતી મીડિયા પાસેથી મલી છે.

હકીકતમાં સોમવારે આ કેસ સાથે જોડાયેલા સીબીઆઈના ડીઆઈજી મનીષ કુમાર સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ સાથે એક અરજી દાખલ કરી હતી. તેમાં તેમણે એનએસએ અને સીવીસીમાં પણ રાકેશ અસ્થાના વિરુદ્ધ ચાલતી તપાસમાં દખલગીરી થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. સિન્હાની એફિડેવિટમાં અમુક એવી વાતો પણ સામે આવી છે જે આલોક વર્માના સીલબંધ કવરની છે.આજની સુનાવણી દરમિયાન કોર્ટે આ વિશે વાંધો દર્શાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.