Abtak Media Google News

ઉત્તર ભારત કે પૂર્વ ભારતનાં કેટલાક વિસ્તારોમાં વાંદરાની વસ્તી છે. આતંક ફેલાવે છે. ધાર્મિક કે પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓની થેલી, પર્સ, ખાવાપીવાની વસ્તુ સહિતની ચીજ વસ્તુ આવા વાંદરા ઉઠાવી લેતા હોય છે. અને પછી ખાવા પીવાની ચીજ વસ્તુ આપો એટલે તમારી ઉઠાવેલી વસ્તુ પરત કરીદેતા હોય છે.

Advertisement

પણ આપણે એવા બંદર વિશેની વાત કવી છે જે પ્રવાસીઓ લોકોના ચશ્માની લૂંટ કરી લ્યે ને પછી ખાવા પીવાની વસ્તુ મળષ તોજ ચશ્મા પરત કરે.

વાત છે આ સિમલાના ચશ્મા ચોર બંદરની સીમલામાં ડે. કલેકટર કચેરી નજીક જ ધામા નાખતો આ બંદર રસ્તાપર નીકળતા પ્રવાસીઓકે રાહદારીઓના ખંભા પર બેસી જતો અને ચશ્મા કાઢી લઈ ભાગી જતો અને ઝાડઉપર ચડી જતો પ્રવાસી કે રાહદારી બંદર પાસેથી ચશ્મા મેળવવા કંઈક કાલાવાલા કરતા અને અનેક વિનંતી કરતા છતા આપતોનહી પણ ખાવા પીવાની કઈક વસ્તુ મળે પછી જ એ ‘ચશ્મા’ પરત કરતો ખાવા પીવાની વસ્તુ મળે તો ચશ્મા પરત કરતો જ નહી આ બંદર માત્ર ચશ્મા જ ઉઠાવતો હતો. લોકોએ વન વિભાગને જાણકરી ફરિયાદ કરતા વન વિભાગે તેને પકડવા પ્રયાસો હાથ ધર્યા હતા.

વન વિભાગના રેન્જ ઓફીસર પ્રમોદ ગુપ્તાની આગેવાની હેઠળ ટીમ કામે લાગી હતી કેટલાય કલાકો સુધી વન વિભાગની ટીમે ખાવા પીવાની ચીજ વસ્તુઓ આપી ઝાળમાં ફસાવવા અખતરા કર્યા પણ બંદર તો ચકોર એટલે ખાવા પીવાનું વસ્તુ લઈ ખાઈ જતો નીચે ઉતરતો જ નહતો આથી વનવિભાગની ટીમે બંદરને પકડવા ટ્રાન્કવીલાઈઝરની મદદ લેવી પડી અને બંદરને બેભાન કરી પકડયો હતો તેને ટુંટીકુંડી સ્થિત ચીડીયાઘરમાં રાખવામાં આવ્યો છે.તેની નસબંધી કરી ફરી પાછો મૂકત કરવામાં આવશે તેમ વન્ય જીવ વિભાગના ડીએફઓ કૃષ્ણકુમારે જણાવ્યુંહતુ.

વન્ય જીવ વિભાગનું માનવું છે કે આ બંદર મંદિર વિસ્તારમાંથી અહી આવી ચડયો હોવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.