Abtak Media Google News

આગામી ગુજરાતી ફિલ્મ ‘લકીરો’ એક રોમેન્ટિક ડ્રામા છે જે એક યુગલ અને લગ્ન પછીની સફરની આસપાસની વાર્તા છે. આ ફિલ્મ લાગણીઓ, સંબંધ અને પ્રેમની રોલર કોસ્ટર રાઈડ સમાન છે. આ ફિલ્મ ડો.દર્શન અશ્વિન ત્રિવેદીએ લખી છે અને દિગ્દર્શિત કરી છે. રૌનક કામદાર, દીક્ષા જોશી, નેત્રી ત્રિવેદી, શિવાની જોશી, વિશાલ શાહ અને ધર્મેશ વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે.

રાજયોગી પ્રોડક્શન્સ દ્વારા ટ્વેન્ટી 21 સ્ટુડિયોના સહયોગમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે, જેનું નિર્માણ સ્નેહ શાહ, પ્રણવ જોષી, દર્શન અશ્વિન ત્રિવેદી, સૂર્યવીર સિંહ, ભરત મિસ્ત્રી અને હેમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, રાજયોગી પ્રોડક્શન્સએ રાજયોગી ગ્રુપ ઑફ કંપનીઝનું એક વેન્ચર છે. જેનું વિઝન છે ગુજરાતી સિનેમા અને કન્ટેન્ટને જરૂરી ફેરફારો સાથે કેવી રીતે દર્શકો સમક્ષ રજુ કરવા જોઈએ. આ કંપનીની શરૂઆત સ્નેહ શાહ, એક પ્રોફેશનલ ક્રિકેટર અને ઉદ્યોગસાહસિક અને પ્રણવ જોષી, એક સેલિબ્રિટી શેફ દ્વારા કરવામાં આવી હતી.

‘લકીરો’નું ટાઈટલ ટ્રેક બહુમુખી પ્રતિભાશાળી અને પ્રખ્યાત ગાયક અમિત ત્રિવેદીએ ગાયું છે. પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે અને ગીત ચિરાગ ત્રિપાઠીએ શબ્દો લખ્યા છે. આ ગીતનું સંગીત આપણે મોટાભાગની ગુજરાતી ફિલ્મોમાં સાંભળીએ છીએ તેનાથી ઘણું અલગ છે. પાર્થ ભરત ઠક્કરે આપણા ભારતીય બીટ્સ સાથે જેઝ ઉમેર્યુ છે. આ પહેલીવાર છે કે જ્યાં જેઝનો ઉપયોગ આટલી વ્યાપક રીતે કરવામાં આવ્યો છે. પાર્થ ભરત ઠક્કરે અમિત ત્રિવેદી, વિશાલ દદલાની, બેની દયાલ, શિલ્પા રાવ, શ્રુતિ પાઠક, શાલ્મલી ખોલગડે અને પોતે ગાયકોની લાઇનઅપ તરીકે રચનામાં અત્યંત પ્રશંસનીય કામ કર્યું છે. આ ફિલ્મનું સંગીત ગુજરાતી ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું આલ્બમ બનવા જઈ રહ્યું છે.

આ વોર્નર મ્યુઝિક ઈન્ડિયાનું પહેલું ગુજરાતી આલ્બમ છે અને અમને આ સંપૂર્ણ જર્નીનો ભાગ બનવાનો ગર્વ છે. કોઈપણ ગુજરાતી મૂવીમાં આવું પ્રથમ વાર બનશે જ્યાં ફિલ્મ લકીરોના તમામ ટ્રેક હિન્દીમાં પણ રિલીઝ થશે જેથી દેશભરના લોકો તેને માણી શકે અને જાણી શકે કે ગુજરાતી સંગીત અને ફિલ્મો ક્યાં માર્ગ તરફ જઈ રહી છે..

દિગ્દર્શક ડૉ.દર્શન અશ્વિન ત્રિવેદી એક એવી વ્યક્તિ છે જે દર્શકોની લાગણીને સમજે છે અને આ તેમના વિશે સૌથી સારી બાબત છે. ફિલ્મ સાથે તેની જે દ્રષ્ટિ હતી તે ખૂબ જ સારી રીતે પડદા પર પરિપૂર્ણ કરવામાં આવી છે. જેઝ મ્યુઝિકને ગુજરાતીમાં રજૂ કરવાનો તેમનો વિચાર અથવા ફિલ્મ  બનાવવાની તેમની શૈલી ખરેખર પ્રશંસનીય છે.

જે રીતે ફિલ્મ લકીરો બનાવવાનું કાર્ય સફળ રહ્યું તેનાથી ફિલ્મના નિર્માતાઓ ખુબ જ ખુશ છે, આ અંગે તેઓ જણાવે છે, “લકીરોની સફર અને મેકિંગ વાસ્તવમાં લકીરો (ડેસ્ટિની) છે અને અમે જે પણ આ ફિલ્મ માટે કર્યું છે અથવા ફિલ્મ માટે વિચાર્યું છે તે બધું જ યોગ્ય સ્થાને પાર પડ્યું છે. તેથી, આશા છે કે લોકોને એક અલગ ફીલ અને કન્ટેન્ટ જોવા મદશર અને તેઓને ગમશે.”

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.