Abtak Media Google News

સિરામીકને ર૮ ટકામાંથી ૧૮ ટકાના સ્લેબમાં મુકાતા મોરબીમાં દિવાળી જેવા ઝગમગાટ

જીએસટીના રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ માટેની પેનલ્ટી ઘટતા વેપારીઓને હાશકારો

જીએસટીની અમલવારી થયાના ૧૩૨ દિવસ બાદ સરકારે વેપાર ઉદ્યોગોને રાહત આપતા મસમોટા ફેરફાર કર્યા છે. જીએસટી કાઉન્સીલે ર૧૧ કેટેગરીની વસ્તુઓ પર ટેકસ ઘટાડી દીધો છે. જીએસટીના ર૮ ટકા ના સ્લેબમાં ફકત વૈભવી અને ઓછી વપરાતી વસ્તુઓને જ રાખવામાં આવી છે.

અત્યાર સુધી રર૮ કેટેગરીની વસ્તુઓ પર ૨૮ ટકા ટેકસ લેવાનો હતો તેમાંથી ૧૭૮ પર ટેકસ ઘટાડીને ૧૮ ટકા કરી દેવાયો છે. ચોકલેટ, શેમ્પુ, મેકઅપનો સામાન, શેવિંગ ક્રીમ, વોશિંગ પાઉડર, ગ્રેનાઇટ અને માર્બલ સહીતનું સરકારા નિર્ણયના કારણો સસ્તું થયું છે.

જે વસ્તુઓ પર ટેકસ ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરાયો છે. તેની કિંમત ૮ ટકા સુધી ઓછી થઇ શકે છે. ટેકસ લાભ લોકો સુધી પહોચાડવા હવે કંપનીઓ કિંમત ઘટાડી શકે છે. અથવા પેકેટનું વજન વધારી શકે છે. સરકારના નિર્ણયના પગલે સામાન્ય લોકોન બહોળી રાહત મળશે. જેનાથી લોકોને જીએસટીના પગલા સંદર્ભે રોષ ઓછો થશે.

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ કાઉન્સીલની બેઠકમાં સિરામીક ઉઘોગને પણ બહોળી રાહત આપવામાં આવી છે. સિરામીકને ર૮ ટકાના સ્લેબમાંથી ખસેડી ૧૮ ટકાના સ્લેબમાં મુકાયું છે. પરિણાનમે મોરબીના અનેક સિરામીક એકમોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

લધુ નાના અને મઘ્યમ કક્ષાના ઉઘોગોનું હબ ગણાતા રાજકોટ અને સૌરાષ્ટ્રને કમ્પોમીશન સ્કીમમાં રાહત થઇ છે. અત્યાર સુધી ૭૫ લાખથી ૧ કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતી પેઢીઓ જીએસટીના દાયરામાં હતી. તેની બદલે લીમીટ વધારીને દોઢ કરોડ કરવામાં આવી છે.

નાના વેપારીઓ એટલે કે વર્ષ રૂ ર કરોડનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ ગુડર્સ એન્ડ સર્વીસ ટેકસના રીટર્ન ફાઇલ કરવા માટે રોજના એસજીએસટીના રૂ ૧૦૦ અને સીજેઅસટીના રૂ ૧૦૦ મળીને રૂ ૨૦૦ ની લેવાની પેનલ્ટી ઘટાડીને રોજના રૂ ૨૦ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી વેપારીઓને ખાસ્સી રાહત મળી છે.

વેપારીઓના રીટર્ન ફાઇલ કરવાની તારીખ સુધીમાં રીટર્ન ફાઇલ થાય તો તે પછી ર૧ દિવસે વીન્ડો રીઓપન થતી હતી તેથી વેપારીઓને સીધી ૪૨૦૦ ની પેનલ્ટી સાથે રીટર્ન ફાઇલ કરવા પડતા હતા. પરીણામે વેપારીઓએ આ પઘ્ધતિનો પ્રચંડ વિરોધ કર્યો હતો. જીએસટી પોર્ટલ પણ બરાબર ન ચાલતા સરકારની ભૂલનો ભોગ વેપારીઓને બનવું પડતું હતું. જેથી સરકારે હવે પેનલ્ટીમાં બહોળો ઘટાડો કર્યો છે. જેનાથી વેપારી, ઉઘોગો અને રોજદારમાં ખુબ જ રાહત થાય તેવી અપેક્ષાઓ છે. સરકારે જીએસટીમાં કરેલા સુધારાના પરિણામે વેપાર ઉઘોગો ફરીથી ધમધશે.

જીએસટી કાઉન્સીલની ર૩મી બેઠકમા દરરોજ વપરાતી જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ પર તો ટેકસ ઘટાડવાનો નિર્ણય કરાયો જ છે પરંતુ સાથો સાથ હવે તમામ પ્રકારની રેસ્ટોરન્ટોમાં ૫ ટકા જ ટેકસ લેવાશે તેવી જોગવાઇ કરીને કેન્દ્ર સરકારે થાળી સસ્તી કરી દીધી છે. એટલે કે બહાર જમવાનું સસ્તુ કરી દીધું છે. આ સમાચાર  છાશવારે કે શનિવાર રવિવારના વીક એન્ડમાં બહાર જમવા જવાના શોખીનો માટે ગૂડ ન્યુઝ છે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના નાણાં મંત્રી અ‚ણ જેટલીએ તાજેતરમાં રેસ્ટોરન્ટોમાં જીએસટી દર ઓછો કરવા અંગેના સંકેતો તો આપ્યા જ હતા. હવે એ.સી. અને નોન એ.સી. રેસ્ટોર બીલ પર ટેકસ ૧૮ ટકા થી ઘટાડીને પ ટકા કર્યુ છે.

આ સિવાય રેસ્ટોરન્ટ ઉઘોગને ઇનપુટ ટેકસ ક્રેડીટમાંથી મુકિત આપવામાં આવી છે. આથી એ.સી. અને તોત એ.સી. રેસ્ટોરન્ટોમાં નવા દરના અમલની તારીખથી બીલમાં ઘટાડો થશે તે નકકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.