Abtak Media Google News

બેક્રિંગ ન્યુઝના જમાનામાં દિવસ-રાત આપણે સતત સંદેશાઓની આપ-લે કરીએ છીએ ત્યારે ડિજિટલ યુગ મસ્તિસ્ક ઉપર કઈ રીતે અસર કરે છે

આજના ડિજીટલ યુગમાં આપણે સતત કોઈના કોઈ માધ્યમથી માહિતીના સંચાર સાથે જોડાયેલા હોઈએ છીએ. એક સમયે સાધુ સંતો એકાગ્રતા મેળવવા માટે ધ્યાન અને યોગનો સહારો લેતા હતા અને જો જ‚ર પડે તો તે કોઈ શાંત જંગલમાં જઈ તપસ્યા કરતા. ત્યારે આજે આપણે કોઈપણ વસ્તુ ઉપર બે મીનીટ સુધી પણ કોન્શનટ્રેટ કરી શકતા નથી જેનું સૌથી મોટુ કારણ સોશ્યલ મીડિયા અને ડિજીટલ યુગનું અતિરેક વર્ચસ્વ અને ઉપયોગ બન્યું છે.

Advertisement

જર્નલ નેચલ કોમ્યુનિકેશનના અભ્યાસ મુજબ સામે આવ્યું કે, આપણે ૨૪ કલાક સતત બ્રેકિંગ ન્યુઝના જમાનામાં જીવી રહ્યાં છીએ. જો કે તેની અસર પુસ્તકો, ટ્રેન્ડ અને મનુષ્યના મસ્તિસ્ક ઉપર પણ પડે છે. સોશ્યલ મીડિયાના જેટલા ફાયદા તેટલા જ તેના ગેરફાયદા પણ છે. ઘણા લોકોને મોબાઈલ તેમજ સોશ્યલ મીડિયાનું જાણે વળગાળ ઉપડયો હોય તેવી રીતે ૫ મીનીટ પણ ફોન ઉપર અપડેટ ચેક કર્યા વગર ચાલતુ નથી.

જેને મનોચિકિત્સકોએ ફોમો નામ આપ્યું છે. ફોમો એટલે ફિયર ઓફ મીશીંગ આઉટ એટલે કે, ૨૪ કલાક ચાલતા બ્રેકિંગ યુગમાં કેટલાક લોકોને ચળવળ હોય છે કે, તેઓ કોઈ સમાચાર કે માહિતી ચુકી તો નથી ગયા ને! સમાચારની સાયકલ સતત ચાલતી રહે છે. જેને કારણે આપણે અનેક ગમતા, અણગમતા ઉપયોગી અને બિન ઉપયોગી સમાચારો મેળવીએ છીએ પછી આ તમામ ડેટા એક વખત તો મગજમાં જાય જ છે. એટલા માટે માણસની એકાગ્રતા ઘટી રહી છે. રીસર્ચરોએ ૨૦૧૩ થી લઈ ૨૦૧૬ના ટવીટરના ડેટા, ગુગલના ટ્રેન્ડ અને વિકિપીડીયા પર શોધાયેલી વસ્તુઓ અને સોશ્યલ મીડિયાના ટ્રેન્ડ વિશે અભ્યાસ કર્યો હતો.

છેલ્લા દસકામાં સોશ્યલ મીડિયા અને નેટવર્કિંગ ઉપર સર્ફ થતાં ક્ધટેન્ટ અને તેની માહિતીના વિષયોમાં ખૂબજ વધારો થયો છે તો આજના સમયમાં સમાચારોનું પણ મહત્વ ખૂબજ ઝડપથી વધી રહ્યું છે. આજનો માનવી ડિજીટલ પુરતો રહ્યો પરંતુ પોતાની જીંદગીને જીવવાનું કયાંક ભુલી રહ્યો છે. માટે જ એક સમય એવો આવી શકે જયારે લોકો મોબાઈલ અને ટેકનોલોજીથી ભાગવા માટે હજ્જારો રૂપિયાની ફી દેવા તૈયાર થઈ જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.