Abtak Media Google News

દુનિયાના મહાસાગરમાં 250 થી ફવધુ પ્રકારની શાર્ક જોવા મળે છે : તેમાં ગ્રેટ વ્હાઈટ શાર્ક

02 White Wahle

વ્હાઈટ શાર્ક અને હેમર હેડ શાર્ક વધુ જાણીતી છે : માછલીને હાડપિંજર નું માળખું હોય, જ્યારે શાર્કને નક્કર હાડપિંજર નથી હોતું: તેના શરીરમાં આસ્થીને બદલે  કાસ્થી એટલે કે રબર જેવા ટિસ્યુ હોય છે

શાર્કને આયુષ્ય દરમિયાન 50 હજાર નવા દાંત નવા આવે છે : લેમન શાર્કને દર બે અઠવાડિયે જુના દાંતને બદલે નવા દાંત કુદરતી રીતે ઉગે છે : તેના દાંત એટલા તિક્ષણ હોય છે કે, માંસના ટુકડાને હાડકા સહિત કાપી શકે છે : શાર્ક જો સતત તરવાનું ચાલુ ન રાખે તો તે ડૂબવા લાગે છે : શાર્કનું કદ વિશાળ હોવા છતાં માનવ સમુદાય માટે તે બિન હાનિકારક છે

આ પૃથ્વી ઉપર ઘણાં જળચર જીવો છે. નાના-મોટાને રૂપકડા  અને ભારે કદાવર પણ જળચર જીવો છે. શાર્ક માછલી જેવા હિંસક સાથે ડોલ્ફીન જેવી બુઘ્ધીશાળી મોટી માછલીઓ પણ છે. જળચર જીવોની દુનિયા નિરાળી છે. દરિયાના પેટાળમાં આ જીવો પોતાનું જીવન જીવી રહ્યા છે. ઘણા જળચર જીવોને તો આપણે હજી ઓળખતા પણ નથી. માછલી પકડનાર શિકારી જાળમાં ઘણીવાર સપડાઇ જાય ત્યારે, આપણે એને જોઇ શકીએ છીએ.

પૃથ્વી પર જોવા મળતાં પ્રાણીઓમાં સૌથી મોટું ને કદાવર જળચર પ્રાણી એટલે બ્લુ વ્હેલ માછલી દરિયામાં તેની ઘણી પ્રજાતિઓ જોવા મળેછે. તે હાથી કરતાં પણ વધારે કદાવર હોય છે. બ્લુ વ્હેલ 30 ફૂૂટથી શરૂ કરીને 120 ફુટ જેટલી મોટી પણ જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે બચ્ચાને જન્મ આપતાં પહેલા તે ગરમ પાણીવાળા સમુદ્રમાં ચાલી જાય છે, ને ત્યાં જન્મ આપેછે. તે પાણીમાં જ બચ્ચાને સ્તનપાન પણ કરાવે છે. તેમની મુખ્ય પ્રજાતિઓમાં સ્પર્મ વ્હેલ- પાપલોટ વ્હેલ, કિલર વ્હેલ અને બ્લૂ વ્હેલ મુખ્ય છે. દુનિયામાં  આ પ્રજાતિની નાની વ્હેલ  સ્પર્મ વ્હેલ માછલી છે જે ફકત 10 ફુટની છે એટલે કે માણસ કરતાં પણ મોટીવિશ્ર્વની સૌથી મોટી બ્લૂ વ્હેલનું વજન 160 ટનથી વધારે જોવા મળ્યું છે. આ જળચર પ્રાણી તેના કદાવર શરીરને કારણે લોકોમાં ખુબ જ જાણીતી છે. ઘણા અંગ્રેજી ફિલ્મોમાં તેને બતાવવામાં આવે છે. શાર્ક કેવમાં વિશાળ માછલીઓ સંખ્યા વધારે જોવા મળે છે. એક જગ્યાએ તો ‘શાર્ક કેવ’ એટલે કે તેની ગુફામાં હજારો શિકારી શાર્કનો વસવાટ છે. બ્લૂ વ્હેલને હવામાં શ્ર્વાસ લેવા માટે દરિયાની ઉપરની સપાટીએ બહાર આવવું પડે છે. શિકારીઓ આ તકનો લાભ લઇને શિકાર પણ કરે છે.

આ પૃથ્વી પર પાંચ કરોડ વર્ષ પહેલા બ્લુ વ્હેલ માછલી જોવા મળેલ હતી. વ્હેલ માછલી લગભગ દરેક સમુદ્રમાં જોવા મળતું જળચર પ્રાણી છે. આ પ્રજાતિઓની વિશાળ સંખ્યા પ્રશાંત મહાસાગરના દરિયામાં વધુ જોવા મળે છે. બ્લૂ વ્હેલ કયારેય ગાઢ ઉંઘ લઇ શકતી નથી. જો તે આમ કરવા જાય તો પાણીમાં ડૂબી જાયને મૃત્યુ પામે છે. આ કારણે તે સુતી વખતે પોતાનું મગજ સક્રિય રાખીને પોતાનું બેલેન્સ જાળવી રાખે છે. તેને તરવામાં પોતાની પૂંછડી ખુબ જ મદદરૂપ  થાય છે તે ડાબી-જમણી સાથે ઉપર-નીચે વાળી જતા તે પાણીમાં ઝડપથી તરી શકે છે. સાથે પૂંછડીના હલેસાની મદદથી શિકારીઓનો સામનો પણ કરી શકે છે. આ જળચર પ્રાણીનું આયુષ્ય 80 થી 90 વર્ષનું હોય છે.

બ્લૂ વ્હેલ એક કલાકમાં 4પ કિલોમીટરની ઝડપે સમુદ્રમાં તરી શકે છે. જો કે તે પાણીના ઉંડાણમાં વધુ સમય રહી શકતી નથી. કારણ કે તે હવામાંથી શ્ર્વાસ લેવા દરિયા ઉપર આવવું જ પડે છે. તે એક દિવસકમાં સાડાત્રણથી ચાર ટન નાની માછલીઓનો ખોરાક લે છે. આપણા બ્લડ ટેમ્પરેચર કરતાં બ્લૂ વ્હેલનું લોહી વધુ ગરમ હોય છે.

આ કદાવર બ્લૂ વ્હેલનું દુધ ખુબ જ ઘાટુ હોય છે ને સમુદ્રમાં જ તે પોતાના બચ્ચાને સ્તનપાન કરાવે છે તેના હ્રદયના ધબકારા એક મીનીટમાં માત્ર 9 વારજ ધડકે છે એ જયારે શ્ર્વાસ લેતા ફેફસામાં પાણી ભરાયને જયારે તે શ્ર્વાસ છોડે ત્યારે તે પાણી ફૂવારાની માફક બહાર નીકળે છે તેથી  તે જયારે સમુદ્ર ઉપર શ્ર્વાસ લેવા આવે ત્યારે ઘણીવાર આપણને ફુવારો ઉડતો જોવા મળે છે. આ માછલીઓ તેના એકબીજાના સંપર્ક માટે મોટેથી અવાજ કરે છે. તેમનો આ અવાજ દરિયામાં પણ ઘણાં કિલોમીટર સુધી સાંભળી શકાય છે. આ પ્રજાતિના વધતા શિકારને કારણે તેની સંખ્યા ઘટવા લાગી છે. ઘણા દેશોમાં તેના વિરુઘ્ધ કાયદાઓ સાથે લોક જાગૃતિ પણ કરવામાં આવે છે.

બ્લૂ વ્હેલના ‘ટેડી’ દ્વારા પણ આ પ્રજાતિને બચાવવા અભિયાન ચાલે છે. વિશ્ર્વનાં કેટલાય ભયંકર પ્રાણીઓને લુપ્ત થતાં બચાવવા માટે વર્લ્ડ વાઇલ્ડ ફાઉન્ડેશન દ્વારા સંરક્ષણના પ્રયત્નો કરાય રહ્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્હેલીંગ કમીશન દ્વારા પણ પ્રયત્નો થઇ રહ્યા છે. આ તેનું સેટેલાઇટના મદદથી ટ્રેકીંગ પણ કરીને સતત દેખરેખ રખાય છે. અન્ય જળચર પ્રાણીની જેમ વ્હેલ માછલીને પણ વાતાવરણમાં થતાં નુકશાન અને ઝેરી પ્રવાહી, પ્રદુષણનું જોખમ વઘ્યું છે. બોટની ફિશિંગ ગિયર બોકસમાં ફસાઇ જવાથી પણ બ્લુ વ્હેલને નુકશાન થાય છે.

ઓસ્ટ્રેલીયામાં ફિડિંગ સ્ટેશન બનાવીને બ્લૂ વ્હેલને માછલી ખાવાની લાલચ આપીને સંગીત સાથે શાર્કને ટ્રેનીંગ આપવામાં આવી હતી. જેમાં સંગીત વાગે એટલે બધી માછલીઓ ત્યાં સ્વાદિષ્ટ ભોજન માટે આવી જતી હતી. શાર્ક માછલી તો માણસ કરતાં પણ વધુ બુઘ્ધીશાળી હોવાનું એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું.

બ્લૂ વ્હેલ આ ગ્રહ ઉપરનું સૌથી મોટું પ્રાણી છે જેનું વજન 33 હાથી બરાબર એટલે કે ર00 ટનથી પણ વધારે જોવા મળે છે. તેના પેટમાં એક ટન માછલી સમાય જાય છે. તેને દરરોજ 4 ટન નાની માછલીઓ ખાવા જોઇએ છીએ, તેમનો અવાજ જેટ એન્જિન કરતાં પણ મોટો હોય છે. જેટનો અવાજ 140 ડેસિબ્લસ હોય જયારે બ્લૂ વ્હેલનો 188 ડેસિબલ્સ હોય છે. તેની આ વ્હિસલ દરિયામાં પણ સેંકડો માઇલ સુધી સાંભળી શકાય છે.

બ્લૂ વ્હેલનું વજન ર00 ટન !!

બ્લૂ વ્હેલનો અવાજ જેટ એન્જીન કરતાં પણ વધુ હોય છે. 188 ડેસિબલ્સનો આ અવાજ કે તેની આ  વ્હિસલ દરિયામાં પણ સેંકડો માઇલ સુધી સંભળાય છે. તે એક દિવસમાં ચાર ટન નાની માછલીઓ આરોગી જાય છે. સંપર્ક કે સંવાદ માટે બ્લૂ વ્હેલ એકબીજા સાથે અવાજના માઘ્યમથી જ સંપર્ક કરે છે. તે પૃથ્વી પરનું સૌથી મોટું જળચર પ્રાણી છે. 33 હાથી ભેગા થાય તેટલી તાકાત વજન આ કદાવર બ્લૂ વ્હેલમાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.