Abtak Media Google News

.૮ લાખ કરોડની નકલી દવાઓ હજારો લોકોના મોતનું કારણ

વલ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને જણાવ્યુંં હતુ કે બોગસ દવાઓનો વ્યાપ ખૂબજ ઝડપથી વધી રહ્યો છે. ફાર્મા ક્ષેત્રે પણ ખોટી દવાઓનું વેચાણ વધી રહ્યું છે. લોકો જાહેરાતો, ઈન્ટરનેટ વેચાણ અને ટોકસીક પ્રોડકટો પર ભરોસો કરી પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તો ઘણી વખત સુરક્ષીત દવાઓને બદલે સસ્તી દવાઓ લેતા હોય છે. ખોટા ડ્રગ્સમાં યોગ્ય મિશ્રણનું ઘટક હોતુ નથી તો બીજી તરફ ઓથોરાઈઝડ દવાઓ પરીક્ષણમાં પૂરવાર થતી નથી. એક રિસર્ચ પ્રમાણે ૧૦.૫ ટકા બોગસ દવાઓ આર્થિક નબળા દેશોમાં વેચાય છે.

જેના કારણે હજારો લાખો લોકો દવાઓ પર ભરોસો કરી પોતાના પગે જાતે જ કુહાડો મારી રહ્યા છે. ૭૨,૦૦૦ લોકો એન્ટીબાયોટીક દવાઓની આડઅસરોથી મૃત્યુ પામ્યા છે. તો ૧૬૯ હજાર લોકો પર દવાની અસર ન થવાથી બિમારીથી પીડાઈને તેઓના મોત નિપજયા છે. ક્ષમતા વગરના રોગકારકો પણ આરોગ્ય માટે જોખમી પૂરવાર થાય છે. તો આફ્રિકાના હજારો મેલેરીયા ગ્રસ્ત બાળકો બોગસ દવાઓનાં ઉપયોગથી મૃત્યુ પામ્યા છે.

એક પરિક્ષણ મુજબ ૧૦.૫ ટકા દવાઓ આર્થિક નબળા દેશોમાં બોગસ જ વેચાય છે. જો વિશ્ર્વ ભરમાં કુલ ૩૦૦૦ કરોડની બોગસ દવાઓ ફરી રહી છે.

વલ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને તેનું મોનીટરીંગ કર્યુ હતુ જેના આધારે વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૬માં ખોટી દવાઓ દવા ચોરીના કિસ્સા વધ્યા છે. તેમજ ગેરકાયદેસર દવાઓની હેરાફેરી પણ વધી છે. ત્યારે વલ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને સાચી યોગ્ય અને ખોટી દવાઓને અલગ પાડવાનું જ‚રી ગણાવ્યું છે આપણે બિમાર પડતાની સાથે જ દવાઓનાં ભોગી બની જતા હોય છીએ. ત્યારે આ દવાઓ આરોગ્ય માટે કેટલી યોગ્ય ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.