Abtak Media Google News

ચંદ્ર ગીરી તીર્થ ખાતે સંથારા સાથે દેહ ત્યાગ, અંતિમ વિદાયમાં હજારોની મેદનીના શ્રદ્ધા સુમન, વડાપ્રધાન ગૃહ મંત્રીએ આપી ભાવભરી અંજલી

 ભારત સહિત વિશ્વભરના જૈન સમાજમાં પૂજનીય આચાર્ય વિધા સાગરજી મહારાજનો ચંદ્રગીરી તીર્થ ખાતે  સંથારા સાથે દેહ ત્યાગતા ભારે ગમગીની ભર્યું વાતાવરણ ઊભું થયું હતું. આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ રવિવારે છત્તીસગઢના રાજનંદ ગામ જિલ્લાના ડુંગરગઢમાં ચંદ્રગીરી તીર્થ ખાતે સંથારાને કાળ ધર્મ પામ્યા હતા તે આચાર્ય જ્ઞાન સાગરજીના શિષ્ય હતા જ્યારે આચાર્ય જ્ઞાન સાગર સમાધિ લીધી ત્યારે તેમણે આચાર્ય પદ વિદ્યાસાગરજીને સોંપ્યું હતું તે સમયે વિદ્યાસાગરની ઉંમર 26 વર્ષની હતી.

વિદ્યાસાગર 22 નવેમ્બર 1972ના રોજ આચાર્ય પદ ધારણ કર્યું હતું. આચાર્ય જ્ઞાન સાગર હજી જેમ વિદ્યાસાગરજી મહારાજ પણ ત્રણ મહિલા પહેલા આચાર્ય પદ્મ ત્યાગ કરી શિષ્ય સમયસાગરજીને આચાર્ય પદ્માવ્યું હતું 6 ફેબ્રુઆરીના રોજ આચાર્ય વિદ્યાસાગર સમય સાગર અને મુની યોગસાગરને એકાંતમાં બોલાવીને જવાબદારી સોંપી હતી. આચાર્ય વિદ્યાસાગરજી મહારાજનું જન્મ કર્ણાટકના બેલગામમાં 10 ઓક્ટોબર 1946ના શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના ત્રણ ભાઈઓ અને બે બહેનો છે, ત્રણ ભાઈઓમાંથી બે ભાઈ જેનમૂની બન્યા છે અને એક ભાઈ મહાવીર પ્રસાદ પણ ધાર્મિક કાર્યમાં જોડાયેલા છે દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગર શનિવારે રાત્રે મહાપરિયાણ કર્યું હતું. 78 વર્ષના આચાર્ય છત્તીસગઢના ડુંગર ગઢમાં ચંદ્રગીરી દેશમાં રાત્રે બે 35 કલાકે સમાધિ લીધી હતી તે થોડા દિવસથી અશ્વસ્થતાના આભાસ થતા ત્રણ દિવસ પહેલા અંજળનો ત્યાર કરીને મોન ધારણ કરી લીધું હતું. રવિવારે બપોરે 2:30 વાગે અંતિમવિધિ કરાઈ હતી.

 છતીસગઢ સરકાર રવિવારે અડધા દિવસનું રાજકીય શો જાહેર કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહે આચાર્ય વિદ્યાસાગરજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા 22 વર્ષની વહીએ તેઓ સંત બન્યા હતા આચાર્યના જન્મ સ્થળ મસ્જિદની બહાર મુસ્લિમ સમાજે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આચાર્યનો જન્મ 10 ઓક્ટોબર 1947 ના રોજ થયો હતો અને સમાધિ 18 ફેબ્રુઆરી 2020 ના નિર્ધારી હતી આચાર્યના કાળ ધર્મના સમાચારથી સમગ્ર વિશ્વના તેમના અનુયાયો આત્કો અનુભવ્યું હતું

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.