Abtak Media Google News

હરિયાણાના હથનીકુંડમાંથી પાણી છોડાતા યમુનાનદીનું જલસ્તર વધ્યું

બે દિવસનો ભારે વરસાદ અને હરિયારાના હથનીકુંડમાંથી છોડાયેલા પાણીને કારણે દિલ્હીમા યમુના નદીનું જલસ્તરઆજે ખતરાની નિશાની ઉપર પહોચી ગયું છે યમુના નદીમા ખતરાનું નિશાન ૨૦૪ મીટર છે. પરંતુ હવે તેનું પાણી ૨૦૪.૧મીટર પર વહી રહ્યું છે. હરિયાણાના હથની કુંડ બેરકમાંથી પાણી છોડવાના કારણે યમુના નદીના જલસ્તરમાં વધારો થયો છે.યમુના નદીનાંવધી રહેલા જલસ્તરને કારણે દિલ્હી સરકારે એલર્ટ જાહેર કરી દીધું છે યમુના નદીનું જલસ્તર વધી જતા પ્રશાસન પણ હરકતમાં આવી ગયું છે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે અગાઉથી જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

૧૦૦થી વધુ લોકોને સુરક્ષીત સ્થાને પહોચાડી દેવામાં આવ્યા છે. યમુનામાં જળસપાટી વધવાથી દિલ્હીના પૂર્વ ડી.એમ.કે. મહેશે કહ્યું કે બધા જ એજયુકીટીવ એન્જીનીયર્સ અને સેકટર ઓફીસર્સને કંટ્રોલરૂમના સંપર્કમાં રહેવાનું જણાવાયું છે દિલ્હી સરકારનાસિંચાઈ તેમજ પૂર નિયંત્રણ વિભાગે નીચાણવાળા વિસ્તારમાં રહેતા ૧૦૦ લોકોને સુરક્ષીત સ્થાનો પર પહોચાડવાની તૈયારીઓ કરી દીધી છે. દિલ્હી જિલ્લા પ્રશાસને પોતાના એક નિવેદનમાં કહ્યું છે કેદિલ્હી ઓલ્ડ રેલવે બ્રીજ પર યમુનાનું જલસ્તર ૨૭ કલાકની સાંજે સાત વાગે ૨૦૪.૧૦મીટર સુધી પહોચી ગયું હતુ અને હજી જલસ્તરમા વધારો થઈ રહ્યો છે.

ઝડપી પ્રતિક્રિયા ટીમ અંતર્ગત અમારા લોકો ખડે પગે ઉભા દે અને આજે સેવામાં વાહનો તેમજ ત્રણ નૌકાઓ ગોઠવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં થયેલા એક સર્વેમાં એવી વાત સામે આવી હતી કે જૂની દિલ્હીમાં જ યમુના નદીનાં કિનારે લગભગ ૧૨ હજાર ખેડુતો શાકભાજી ઉગાડતા હતા રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું હતુ કે શાકભાજી તેમના જીવન નિર્વાહનું સાધન છે

સતાવાર સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આજે સવારે હરિયાણાના હથનીકૂંડમાંથી છોડાયેલા પાણીને કારણે યમુના નદી ના જલસ્તરમાં વધારો થયો છે. જોકે હાલ પરિસ્થિતિ કાબુમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.