• કાલે વિશ્વ માતૃત્વ દિવસ
  • માત્તૃદિવસની શરૂઆત પહેલા ગ્રીસ દેશમાં થઇ હતી: દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે સમગ્ર વિશ્ર્વમાં ઉજવણી થાય છે: મા પોતાના સંતાનને ગર્ભના પાલનથી લઇને મૃત્યુ સુધી તેનું ઘ્યાન રાખે છે.
  • મા ની મમતા અને તેના પ્યારનું કોઇ મુલ્ય નથી: તે બાળ માટે શિક્ષક અને મિત્રની ભૂમિકા નિભાવે છે: માતા પ્રત્યે પ્રેમ, કરૂણા, લાગણી અને માન હોય તો તેને રોજ ખુશ રાખો

મા તે મા… બીજા વગડાના વા જેવી કહેવત જ તેનું મુલ્ય સમજાવી જાય છે. બાળકના ગર્ભ સંભાળથી જન્મ-મૃત્યુ સુધીનું માતૃત્વ સાથે મમતાનું સરોવર એટલે આપણી મા, જનનીની જોડ દુનિયામાં કયાંય  મળી ન શકે. દર વર્ષે  મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે કે વિશ્ર્વ માતૃત્વ દિવસ ઉજવાય છે. આજના યુગમાં સંતાનો મોટા થઇને મા-બાપની દરકાર કરતાં ન હોવાથી આપણાં સમાજમાં વૃઘ્ધાશ્રમોનો જન્મ થયો છે. માતૃ દિવસની સૌ પ્રથમ ઉજવણી પ્રાચીન ગ્રીસમાં થઇ હતી. આજની જીવનશૈલીમાં આ દિવસ સોશિયલ મીડિયામાં સ્ટ્રેટસ કે મા સાથેની તસ્વીર મૂકીને ઉજવણી કરે છે. જે ઘણી દુ:ખદ વાત છે. દરેકના જીવનની પ્રગતિમાં માની ભુમિકા અહંમ હોય છે. મા નો ત્યાગ, પ્રેમ અને સહનશિલતાની પ્રતિમૂર્તિ એવી સંસારની સૌ માતાઓના ચરણોમાં વંદન છે.

Advertisement

1900 ના દાયકાની શરૂઆતમાં અન્ના જાર્વિસ નામની મહિલાના સંયુકત પ્રયાસો પછી માતાઓ તેમના બાળકો માટે જે પ્રયત્નો અને બલિદાન આપે છે, તેના સન્માન માટે આ દિવસની સ્થાપના કરાય હતી. 1905માં તેની માતાના અવસાન બાદ આ દિવસ શરુ થયો હતો. 1914 સુધીમાં રાષ્ટ્રપતિ વૃડ્રો વિલ્સને તેને રાષ્ટ્રિય રજા જાહેર કરી. આ દિવસનો હેતુ માત્ર માતાઓ જ નહીં, પણ દાદી, કાકી, ભાભી, મામી, માસી સહિતની પરિવારની મહિલાઓનો વ્યકિતના વિકાસમાં યોગદાનની ઉજવણી છે. આ ઉજવણી આપણા જીવનમાં માતાઓ અને માતૃત્વનું સન્માન કરીને તેના  પ્રેમના મહત્વને ઓળખવાનો છે. માતાનો બિનશરતી પ્રેમ, બલિદાન અને યોગદાનને માન આપવાનો છે.

દરેકના જીવનમાં મા અને દાદી સાથે અપવાદમાં સાવકી માતાઓ પણ હોય છે. જેના પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહ વ્યકત કરવાનો દિવસ છે. આ દિવસ કૌટુંબિક બંધનોને મજબૂત કરવા અને કરૂણાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. દરેક માતા નિ:સ્વાર્થ પણે તેમના સંતાનોના ઉછેર અને સમર્થન માટે પોતાને સમર્પિત કરે છે. આજના દિવસનું મહત્વ માતાઓ દ્વારા તેમના બાળકોના જીવન પર પડતી ઊંડી અસર, મૂલ્યો પ્રદાન કરવા, ટેકો પુરો પાડવા અને વૃઘ્ધિસંવર્ધન કરવાની ક્ષમતાઓમાં રહેલો છે.

વિદેશોની ઉજવણીની વાત જોઇએ તો જાપાનમાં માતાઓને ભેટમાં આપવામાં આવેલ કાર્નેશન પ્રેમ અને કૃતજ્ઞતાનું પ્રતિક છે. જયારે ઇથોયીયામાં પરિવારો મોટી ઉજવણીમાં ભેગા થાય છેે. મેકિસકન લોકો સેરેનેડસ અને કવિતા વાંચન દ્વારા માતાઓનું સન્માન કરે છે. માતૃત્વને હ્રદયપૂર્વકની શ્રઘ્ધાંજલી તરીકે વિશ્ર્વના બધા દેશોમાં ઉજવણી થાય છે. માતાઓએ ભગવાનનો સૌથી મોટો આર્શિવાદ છે. આપણે તેને દરરોજ પ્રેમ કરીને ખુશ રાખીને આભાર માનવો જોઇએ. માતા આપણાં જીવનનો સૂર્ય પ્રકાશ છે, તેનો પ્રેમાળ સ્પધ આપણાં તૂટેલા હ્રદયને સાજા કરવાની ક્ષમતા ધરાવે છે. માતાઓ અમૂલ્ય છે, અને આપણે તેને હમેશા પ્રેમ આદર, પુજન અને સ્વીકારનો ભાવ પ્રગટ કરીને તેના તમામ કાર્યોને ધર્મ સમજીને પુરા કરવા.

આપણાં જીવનને આકાર આપવામાં તેની અનિવાર્ય ભૂમિકા છે. મધર્સ ડે એ અદભૂત મહિલાઓનું સન્માન છે, જેને આપણને ઉછેર્યા, પોષણ આપ્યું અને બિનશરતીની પ્રેમ વર્ષાવીયો છે. માતાઓ તેમના પરિવાર માટે ઘણું બધુ છોડી દેવાની વૃત્તિ ધરાવે છે. પ્રાચિન ગ્રીસની પરંપરાનો એક ભાગ યુરોપ અને યુકેમાં આવતા, લોકોએ તેને અપનાવીને મધરિંગ સન્ડે ઉજવણી શરૂ કરી હતી. અહિં માતાઓ ચર્ચમાં જતી હોવાથી મધર ચર્ચ ની ઉજવણી થઇ હતી. મધર્સ ડેનો ઇતિહાસ જોઇઅ તો 700-500 બીસીમાં પ્રાચિન ગ્રીક લોકો માતાઓ માટે વસંત તહેવારો રાખે છે. 16મી સદીમાં મધરિંગ સન્ડેની ઉજવણી કડક ધાર્મિક ઘટના તરીકે શરુ થાય છે. 1968માં મધર્સ ફ્રેન્ડશીપ ડે ઉજવવાનું શરુ થયું. 1914માં યુએસમાં સતાવાર રીતે પ્રથમ મધર્સ ડે ઉજવાયો હતો.

1920માં ફ્રાન્સની માતાઓને મેડલ આપવાનું શરુ થયેલ હતું. આજનો દિવસ માતા પ્રત્યેની કદરનો દિવસ છે. દરેક સંતાનોએ આ દિવસે પોતાની મા ની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરવી પ્રથમ ફરજ બને છે. પરિવાર સાથે બહાર ફરવા જઇને કે સમગ્ર પરિવારનો સમુહ જમણવાર કરીને તેને માન સન્માન આપવું જોઇએ. ઘણી બધી હિન્દી- અંગ્રેજી ફિલ્મો પણ આ વિષય પર બની છે, તે જોવી જેમ કે ધ બ્લાઇન્ડ સાઇડ, મામા મિયા, લિટલ મેન ટેટ સાથે આપણી ફિલ્મ મધર ઇન્ડિયા એક વાર અચુક જોશો. ઘણા હિન્દી ફિલ્મી ગીતો પણ મા વિશે લખાયેલા છે. તે સાંભળવા જોઇએ.

વેદ મંત્રોમાં પણ સૌ પ્રથમ ઉલ્લેખ માતાનો કરાયો છે

આપણાં પ્રાચિન ગ્રંથો, વેદો, પુરાણોમાં માતાના ગુણગાન ગવાયા છે. જેને આજે પણ અનુસરીએ છીઅ. વેદના મંત્રોમાં પણ માતા-પિતા – ગુરૂ – અતિથિઓને દેવ ગણવામાં આવ્યા છે, એમાં પણ સૌ પ્રથમ ઉલ્લેખ માતાનો કરાયો છે. માતૃ દેવો ભવ આ સૂત્રને ભૂલી શકતા નથી. આપણાં જીવનમાં ઘણા સગા-સંબંધીઓ હશે પણ માતાની તોલે કોઇ ન આવી શકે માતા અનેક કષ્ઠો વેઠીને બાળકને જન્મ આપે છે.

પોતે ભીનામાં સૂઇને બાળકને સૂકામાં સુવડાવે

માની માતા જોટો દુનિયામાં કયાંય મળશે નહી. બાળકને જન્મ આપ્યા બાદ દિવસ-રાત તેની કાળજી સાથે બાળક પથારી ભીની કરે ત્યારે પોતે ભીનામાં સૂઇને બાળકને સૂકામાં સુવડાવે છે. તે બાળકના જીવન વિકાસ માટે ઓતપ્રોત થઇ જાય છે. બાળક માંદુ પડે ત્યારે રાત ઉજાગરા કરે અને મોટું થાય તો પણ તેને એકલું મુકતા જીવન ચાલે તે મા તે પોતાના બાળકની પ્રથમ શિક્ષક હોવાથી તે તેનો સંર્વાગી વિકાસ પ્રારંભથી જ કરે છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.