Abtak Media Google News

ગાયનું દુધ પચવામાં સહેલું હોવાથી બાળકોને અપાય છે: વિશ્ર્વભરમાં આ વ્યવસાયને કારણે એક અબજ લોકોની આજીવિકાને ટેકો મળે છે: આપણાં દેશમાં શ્ર્વેતક્રાંતિના પ્રણેતા વર્ગીઝ કુરિયને વિશ્ર્વભરમાં દેશનું નામ રોશન કર્યું

એક જમાનામાં આપણાં દેશમાં દુધની નદીઓ વહેતી હતી: ભારત દુનિયાનો સૌથી મોટો દુધ ઉત્પાદક દેશ છે: બાળપણથી વૃધ્ધાવસ્થા સુધી દુધ આપણાં ભોજનનો અભિન્ન હિસ્સો છે

બાળકના જન્મ પછી આવતો પ્રથમ ખોરાક દુધ છે, અને તે જીવનભર ખાવામાં આવતો એકમાત્ર ખોરાક છે: છૂટક દુધમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થાય છે

દૂધ સંપૂર્ણ આહાર ગણાય છે તેમાંથી કેલ્શિયમ જેવા વિવિધ વિટામીનને તત્વો મળતા હોવાથી નાના બાળકોને તેના ઝડપી વિકાસ માટે આપણે તેને નિયમિત પાતા હોય છે. ચોપગા જાનવરમાં ગાય અને ભેંશનું દૂધ મુખ્યત્વે આહાર તરીકે લઇએ છીએ પણ બકરીનું દુધ, ગધેડી, ઉંટડી કે ઘેંટીનું દૂધ પણ આવે છે. બકરી-ગાયનું દુધ પચવામાં વધુ સહેલું હોવાથી સાવ નાના બાળકને અપાય છે. દૂધ બાળપણથી શરૂ કરીને વૃધ્ધાવસ્થા સુધી આપણા ભોજનનું અભિન્ન અંગ છે. આજે પણ ઘણા લોકો રાત્રે દૂધનો ગ્લાસ પીવે છે.

દુનિયામાં વિશ્ર્વ દુધ દિવસ પણ ઉજવાય છે, ત્યારે તેના લાભા લાભ સાથે તેના વ્યવસાયમાં જોડાયેલા લોકોની મુશ્કેલી પરત્વે જાગૃત્તિ લાવવાનો દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2001 થી દર વર્ષે દૂધનું મુખ્ય આહાર તરીકે મહત્વ જળવાઇ રહે તે માટે દિવસ ઉજવાય છે. આજે વૈશ્ર્વિકસ્તરની વિવિધ ઉજવણી દરેક દેશો કરે છે. આજે તો ઊંટડીના દૂધમાંથી બનતા આઇસ્ક્રીમને નવી બઝાર ઉભી કરી છે. પોષક તત્વોથી ભરપૂર દૂધ મહત્વનો આહાર અને આપણી તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. પ્રાચિનકાળમાં આપણાં દેશમાં દૂધની નદીઓ વહેતી હતી આવી વાતો આપણે ઘણી વાર સાંભળી હશે પણ આજે ભેળસેળવાળા કે બનાવટી સિન્થેટીક દૂધ પણ બઝારોમાં ફરતા હોવાથી સાચુ દૂધ ક્યાંય જોવા મળતું નથી. વિવિધ ગાય કે ભેંસની પ્રજાતિ વાઇઝ તેના દૂધના ફેટ પણ અલગ હોય છે.

આપણો દેશ દુનિયામાં સૌથી મોટો અને પ્રથમ નંબરનો દૂધ ઉત્પાદક દેશ છે. આ વ્યવસાયને કારણે એક અબજ લોકોની આજીવિકાને ટેકો મળે છે. દૂધમાંથી બનતી વિવિધ બનાવટો એટલે કે ડેરી પ્રોડક્ટસનું ચલણ પણ વધ્યું છે. આજનો યુવાવર્ગ મિલ્કશેકનો દિવાનો છે. બઝારમાં વિવિધ મિલ્કશેક મળવા લાગ્યા છે. દેશમાં શ્ર્વેતક્રાંતિના પિતભહ વર્ગીઝ કુરિયને વિશ્ર્વભરમાં ભારતનું નામ રોશન કરેલ છે. દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર આપણે બન્યા સાથે તેની સાથે સંકળાયેલા માલધારી-ખેડુતની સ્થિતિ સુધારવા માટે તેમની ઘણી યોજના બનાવી. દૂધ મંડળીઓ બનાવીને લોકોને આર્થીક રીતે સધ્ધર કર્યા હતાં. ગ્રામીણ આવકના ત્રીજા ભાગોનું સ્ત્રોત દૂધ ઉત્પાદન છે. આજના દિવસે દૂધ અને તેની સાથે સંકળાયેલા તમામ વર્ગને પ્રોત્સાહન આપવા સૌએ કાર્યક્રમ કરવા જોઇએ. ભારતની અમુલ ડેરી પુરા વિશ્ર્વમાં તેની શ્રેષ્ઠ ક્વોલીટી પ્રોડક્ટસથી મશહૂર છે.

સામાન્ય રીતે ગાય-ભેંસના દૂધ પર ભરોસો કરીએ છીએ. પ્રાણીઓના દૂધમાં ઓછી-વધુ ચરબી જોવા મળે છે. દૂધની શર્કરા (લેક્ટોઝ)ને પચાવી ન શકતા લોકોનું વજન પણ દૂધને કારણે વધે છે. દૂધના પ્રકારોમાં સોયા દૂધ, બદામનું દૂધ, નાળિયેરનું દૂધ, ચોખાનું દૂધ જેવા હોય છે. ગાય-ભેંસ પછી સોયા દૂધ સૌથી શ્રેષ્ઠ હોય છે. મહાત્મા ગાંધીની ફેવરિટ બકરીના દૂધમાંથી અમુલ અને પ્રાઇવેટ ડેરીઓ હવે ચીઝ, યોગર્ટ અને મિલ્ક પાઉડર જેવા ઉત્પાદન કરે છે. દૂધમાંથી લગભગ 100થી વધુ રેસીપી બને છે. એક કપ દૂધમાં આપણને 70 ટકા કેલ્શિયમ મળતું હોવાથી તે બહુ જ ગુણકારી છે. દૂધ આપણા હાડકા મજબૂત કરે છે તો દાંતના વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. જડબાના હાડકાને મજબૂત કરે છે. દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી એક કપમાં આપણા શરીરને 8.6 ગ્રામ પ્રોટીન મળે છે.

ભારતમાં દૂધએ આહારનું એક મહત્વપૂર્ણ તત્વ છે. કાચુ કે ચા-કોફી તેમજ અન્ય સ્વાદો સાથે મિશ્રણ કરીને પી શકીએ છીએ. બાળકના જન્મ પછી ખાવામાં આવતો પ્રથમ ખોરાક છે અને તે જીવનભર ખાવામાં આવતો એકમાત્ર ખોરાક છે. આબોહવા પરિવર્તનની કટોકટી અને ડેરી ઉદ્યોગ તેની પર્યાવરણીય અસરને કેવી રીતે ઘટાડી શકાય તે તરફ ધ્યાન દોરવાની છે. જેનો હેતું ડેરી ઉદ્યોગના ટકાઉપણું, આર્થિક વિકાસ, આજીવિકા અને પોષણમાં ફાળો આપવાનો છે. વિશ્ર્વમાં ડેનમાર્ક દેશે આ ક્ષેત્રે વિકાસની મહત્વની હરણફાળ ભરી છે.

દૂધના વિવિધ પ્રકારનાં પોષકતત્વો જે શરીરનો વિકાસ કરે છે અને હાડકા મજબૂત કરીને શરીરને ઉર્જા આપે છે. સાથે યાદશક્તિમાં વધારો કરે છે. આજે બજારમાં મળતા બનાવટી અને ભેળસેળવાળા ફાયદા કરતા નુકશાન વધુ કરે છે. છૂટક દૂધમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થાય છે. દૂધમાં પાણી નાંખીને તો લોકો વર્ષોથી ધંધો કરે છે તો કેટલાક તેને પીલીને તમામ તત્વો ખેંચી લઇને ફેટ વગરનું દૂધ પણ વેંચે છે. દુધમાંથી દહીં કે છાશ શરીરને બહુ ગુણકારી હોય છે. આજે તો દૂધમાંથી મૂળતત્વ ફેટ તત્વને દૂર કરીને પછી તેમાં ફર્ટિલીટી હાઇડ્રોકેમિકલનું મુખ્ય દૂધને વધારે ફેટ બનાવવાનું અને પેકીંગ કરીને વહેંચાય છે.

કાચા દૂધમાં 87.2 ટકા પાણી, 3.7 ટકા દૂધ ચરબી, 3.5 પ્રોટીન, 4.9 ટકા લેક્ટોઝ અને 0.9 ટકા રાખ હોય છે. આને વ્યવસ્થિત કરવા પેસ્ટયુરાઇઝેશન તરીકે ઓળખાતી પ્રક્રિયા કરવામાં આવે છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મત મુજબ પ્રવાહી દૂધમાં ચરબી 3.25 ટકાથી ઓછી હોવી ન જોઇએ. બજારમાં મળતા મોટાભાગના દૂધ પાચ્યુરાઇઝ્ડ, સજાતીય અને વિટામીન ફોર્ટિફાઇડ છે. દૂધના અન્ય પ્રકારોમાં સ્કીમ મિલ્ક, ઓર્ગેનિક મિલ્ક, ક્ધડેન્સ્ડ મિલ્કનો સમાવેશ થાય છે. આજે જ્યારે બધે જ ભેળસેળ જોવા મળે છે ત્યારે દૂધ જેવામાં વર્ષોથી ચાલી આવે છે. આજે તો આપણી આંખ સામે માલધારી ગાય-ભેંશને દોહીને આપે ત્યારે જ સાચુ માનવું પડે એવું છે. ડેરી ક્ષેત્ર વાર્ષિક સરેરાશ 2.2 ટકાના વિકાસદરે વિકસી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં તેને મહત્વની પ્રગતિ હાંશીલ કરી છે.

તેની વિતરણ ચેનલ પણ સમજવા જેવી છે. જેમાં દૂધની સોર્સિંગ, તેનો સ્ટોક, ગ્રાહકનો સપોર્ટ, ગુણવત્તા નિયંત્રણ, પરિવહનમાં કોલ્ડવેન સિસ્ટમ જેવી વ્યવસ્થા છે. નકલી દૂધથી શરીરનાં અંગોને નુકશાન સાથે કેન્સર પણ થઇ શકે છે. દૂધમાં ડિટરજન્ટ, યુરિયા, હાઇડ્રોજન, લુબ્રિકેન્ટ, ક્રિપ્ટોઓઇલ સહિતના ખતરનાક રસાયણોની ભેળસેળ કરે છે. ઘણા લોકો સિન્થેટીક દૂધ બનાવવાનો વેપાર કરી રહ્યા છે, આવા દૂધથી આંતરડા, લીવર, કિડની સંબંધીત બિમારી અને કેન્સર થાય છે.

સામાન્ય રીતે આપણે દૂધમાંથી બનતી રસોડાની વાનગીમાં દહીં, છાસ, માખણ, ઘી બનાવીએ છીએ સાથે ભોજનમાં રબડી, પૈંડા, દૂધ પૌવા, શ્રીખંડ, દૂધપાક, ખીર જેવી વિવિધ વાનગીઓ બનાવીએ છીએ. દૂધ જેને કોલોસ્ટ્રમ કહેવાય છે, તેમાં એન્ટિબોડીઝ હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારકશક્તિ વધારે છે. ઘણા રોગોનું જોખમ ઘટાડે છે. 12 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દિવસમાં બે વાર દૂધ કે તેની પ્રોડક્ટ આપવી જરૂરી છે. વિશ્ર્વના ટોપ ટેન દૂધ ઉત્પાદકોમાં યુ.એસ., ભારત, ચીન, બ્રાઝિલ, જર્મની, રશિયા, ફ્રાન્સ, પાકિસ્તાન, ન્યુઝિલેન્ડ, તુર્કી જેવા દેશો છે. આપણો બકરી, ભેંશના દૂધ ઉત્પાદનમાં વિશ્ર્વમાં પ્રથમ નંબરે અને ગાયના દૂધ ઉત્પાદનમાં બીજા સ્થાને આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.