સિવિલમાં એકસ-રે મશીન બંધ પડતા દર્દીઓની કતાર લાગી

ટેકનીકલ ક્ષતિના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો

સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી જ ઓપીડી બિલ્ડીંગમાં ઓથો વિભાગનું એક્ષરે મશીન બંધ પડી જતા દર્દીઓને ભારે હાલાકી સર્જાઈ હતી.

જયારે સિવિલ ચોકી પાસે એકસરે વિભાગમાં અડધો કલાકથી એક કલાક સુધીનું વેઈટીંગ રહેતા દર્દીઓ લાંબી કતારોમાં ઉભા રહી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અંતે દર્દીઓની સંખ્યાને પહોચી વળવા માટે ટ્રોમા કેર સેન્ટરમાં આવેલો ડીઝીટલ એકસ-રે વિભાગ પણ શ‚ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાબેતા મુજબ ચાલતા ૨૧ નંબરનાં એકસ-રે વિભાગમાં દર્દીઓને ડાયવર્ટ કરી દેવામાં આવતા એકાદ વાગ્યા સુધીમાં ભીડ ઓછી પડી હતી સવારથી હાલાકી ભોગવતા દર્દીઓમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો ખાસ કરીને દર્દીઓની ભીડભાડ વચ્ચે દર્દીઓને સ્ટ્રેચર ઉપર તો કયા ઓર્થોની ઓપીડીના બાકડાઓ ઉપર બેસી દર્દ સહન કરવું પડયું હતુ હાલ અમદાવાદથી એન્જીનીયર આવ્યા બાદ એકસરે મશીન રીપેરીંગ થશે તેવું સીવીલના મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતુ.