Abtak Media Google News

ટેક્નોલોજી ન્યૂઝ 

Advertisement

જ્યારે કાર લેવાની વાત થાય ત્યારે દરેક વ્યતિ કાર લેતા પહેલા તેના ફીચર્સ અને ટેકનૉલોજિ વિષે પણ એટલો જ વિચાર અને રિસર્ચ કરતી હોય છે. અને કારની બુટ સ્પેસ વિષે પણ સંશોધન કરે છે તેવા સમયે અહી તમારા માટે કેટલીક એવી કાર વિષે વાત કરીએ જેમાં વિશાળ બુટ સ્પેસ આપવામાં આવી છે.

Citron C3 પહેલું નામ Citroen C3 Aircross છે. તાજેતરમાં લૉન્ચ થયેલી નવી Citroen C3 Aircross SUVમાં 511 લિટરની બૂટ સ્પેસ છે. જેને તમે એક્સ-શોરૂમ 9.99 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.

Maruti Suzuki Ciaz

Maruti Suzuki Ciaz બીજા સ્થાને છે. 9.30 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતની આ સેડાન કાર 502 લિટર બૂટ સ્પેસ સાથે ઉપલબ્ધ છે.

Honda Amaze

આ યાદીમાં ત્રીજું નામ Honda Amazeનું છે. હોન્ડાની આ બજેટ સેડાન કારને 420 લીટર બૂટ સ્પેસ સાથે ખરીદી શકાય છે. તેની પ્રારંભિક કિંમત 7.05 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

Tata Tigor

ચોથી કાર Tata Tigor છે. આ ટાટા સેડાન કારને 419 લીટર બૂટ સ્પેસ સાથે ખરીદી શકાય છે. તેની પ્રારંભિક કિંમત 6.30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

Kia Sonet

Kia Sonet પાંચમા નંબરે છે. કંપની આ કારમાં 392 લિટરની ક્ષમતા સાથે બૂટ સ્પેસ આપે છે. આ કાર ખરીદવા માટે તમારે 7.79 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.